“સિત્તેર માળવાળાની સમસ્યા..” 😊”.અલી બ’ઈ મું એ તો શેર જોણીન્ લગનની હા પાડી’ તી ..પણ મું તો બરાબરી જલઈ જઈ.. “

“સિત્તેર માળવાળાની સમસ્યા..”
😊”.અલી બ’ઈ મું એ તો શેર જોણીન્ લગનની હા પાડી’ તી ..પણ મું તો બરાબરી જલઈ જઈ.. ”
” ચ્યમ બુન હુ થ્યુ.?”
“તે દા’ડે લિફ્ટ મ્ હલવાઈ જઈ તાંણથી ચ્યો લિફ્ટ મ્ બેહુ સુ….. ન ઉપર પૉણી ચડતુ નંહિ.. મુ તો તુટી જઈસુ ભ’ઈસાબ… પૉણી ચડાય.. ચડાય.. .
😀.જો ભઈ તને હાથ જોડુ.. ત્રણ દિવસથી તુ મારા ફલેટમા છે.. અહી લીફટ અને લાઇટનો કોઈ ભરોસો નથી.. મારી ભુલ કે તને પસ્તી માટે ઉપર બોલાવ્યો..
😜.સિત્તેરમાળવાળી બિલ્ડીંગવાળા કોઈ પણ લોકોએ અમારી સોસાયટીના કોઇપણ ધાબા ઉપર પેરેશુટ લેન્ડિંગ કરવુ નહિ.. નહિતર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે..
😎. આ વિસ્તાર ફલાઈગ ઝોનમા આવતો હોવાથી ધાબા ઉપરથી કોઈ આકાશ તરફ હાથ ઉંચા કરવા નહિ..પાયલોટ અને અમારા વિમાનનો વિચાર કરવો..
(એરપોર્ટ ઓથોરિટી દ્રારા જનહિત મા જારી)
😄.”આ ભ’ઈ આ એક હાથ જેટલો અધ્ધર શેનો ચાલે છે?”
“અલ્યા શૉન્તિ રાખ.. એણે જ તો આ સિત્તેર માળિયા બનાવ્યા સ્. બિલ્ડર સ્..”
😭.સતત આપઘાતની મનોદશામા જીવતા સુશાંત જેવડા છોકરાએ મને પુછયુ..
” તે હે… મોટાભાઇ.. આ 70 માળવાળી બિલ્ડીંગ ક્યારે બની રહેશે..?
મે કહયુ:હજી વાર લાગશે? શુ હતુ?
તે એકદમ નિરાશ થઈને જતો રહ્યો. કશુ પણ બોલ્યા વગર…
😁.”વસ્ત.. 70 માળ સુધી જ બરાબર છે.. પછી એવુ ના બને કે તમારી બિલ્ડિંગોના ટેરેસ અમારા સ્વર્ગ મા ખુલે.. અમારી અપ્સરાને અસુવિધા થશે….
😋જેવી લિફ્ટ આઉટ ઓફ ઓર્ડર જોઈ. બિલ્ડરનુ ખૂન કરવાના ઈરાદે તે બિલ્ડરની ઓફિસ પહોચ્યો.. ત્યાં લાબી લાઈન જોઈને તે નિરાશ થઈ. પગથિયા ચડવા લાગ્યો..
😊લિફટ અને લાઈટ બંધ હોય ત્યારે “બોલ મારી અંબે.. જય જય અંબે” બોલી પગથિયા ચડવાથી ખાસ થાક નથી લાગતો..આ એક શ્રધ્ધાળુનુ તારણ છે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા