*અજબ ગાંવ કી ગજબ કહાની* ( *_Cyber Crime Hub of India_* ) Be Alert ..! 👇🏻

*ગામ જામતાડા*
*ગામને જામફળ કે તાડી સાથે કોઈ લેવાદેવા નથી*
*લગભગ ૩૦૦૦૦ની વસ્તી ધરાવતું ઝારખંડનું એ ગામ,*
*ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર.*
*બિહારની રાજધાની પટણાથી ૩૦૦ કિલોમીટર દૂર*
*મોટાભાગનો જંગલ વિસ્તાર.*
*વસ્તી હિન્દી અને બંગાળી ભાષી*
*મોટાભાગનો યુવાવર્ગ વધીને ધોરણ ૧૦ સુધી ભણેલો*
*એક બહુ જ અગત્યની વાત કે મોટાભાગનો યુવાવર્ગ સ્ત્રીઓના અવાજમાં પણ આસાનીથી વાત કરી શકે છે*
*હજુ ગઈકાલ સુધી જયાં માટીના ઘર નજરે પડતા તા ત્યાં આજે હારબંધ સુંદર અને આંખને આંજી દે તેવા બંગલાઓ છે*
*અહીં ભણેલો કે અભણ યુવાવર્ગ ઓછામાં ઓછા ૪ સ્માર્ટ ફોન ધરાવે છે આ નાનકડા ગામમાં વિવિધ મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડરના ૧૭ ટાવર છે*
*આ નાનકડા ગામમાંથી રોજના ઓછામાં ઓછા ૨૦૦૦૦ ફોનકોલ્સ અન્ય રાજ્યોમાં થાય છે*
*બસ ગામની ભૌગોલિક અને સામાજિક આટલી ઓળખ પૂરતી છે ..!*
.
*હવે આપણે આ ગામની ખાસ ઓળખ મેળવીયે*
*આ ગામ આજે ભારતનું સાયબર ક્રાઇમ કેપિટલ ગણાય છે, આશ્ચર્ય થાય છે ને ?!*
*તમારા પર IT ઈન્ક્વાયરીના નામે, બેન્કના નામે, તમારા ડેબિટકાર્ડ કે ક્રેડિટકાર્ડની વિગતો માંગવાના નામે આવતો ફોન આ ગામથી આવે છે*
*આ ગામના યુવા વર્ગનું આ અને આ જ એકમાત્ર કામ છે*
*સવારથી જ યુવાવર્ગ જંગલમાં જે તે ઝાડ નીચે બેસી જાય છે અને પોતાના શિકારોને ફોન કરવા લાગે છે જુદાજુદા રાજ્યોમાં મોબાઈલ વાપરતા લોકોના નંબર પર જાતજાતની અને ભાતભાતની વિગતો મેળવવા ફોન કરી તેઓની પાસેથી તેમના બેન્કની વિગતો અને આધારકાર્ડની વિગતો મેળવી લે છે, અરે તમારા મોબાઈલના સીમકાર્ડ અને તમારા કોમ્પ્યુટરને હેક કરવાનો કરતબ પણ જાણે છે*
*તમારી પાસેથી તમારા બેન્ક એકાઉન્ટની કે આધારકાર્ડની મેળવેલી વિગતોના આધારે તમારા બેન્ક એકાઉન્ટમાંથી એ લોકો ધારે એટલી રકમ ઉડન છુ કરી દે છે*
*વર્ષ ૨૦૧૭ના એપ્રિલથી ડિસેમ્બરમાં આ ગામના આ કલાકાર અને કસબી યુવાઓએ પોતાની આ ખાસ આવડતે ભારતની પ્રજાના રૂ.૨૬૫ કરોડ ઓહિયાં કર્યાનું નોંધાયું છે.*
*સરકાર, પોલીસ અને સંબંધિત તંત્ર આ લોકોને પકડીને કાયદેસરની કોઈ જ કાર્યવાહી પણ નથી કરી શકતું …. તદ્દન લાચાર છે*
*આ બાબતની તમામ માહિતી ઇન્ટરનેટ પર મોજુદ છે*
*મને અને તમને પણ આ ગામમાંથી ફોન આવી ગયો જ હશે, પણ સદનસીબે આપણે ફસાયા નહિ હોઈએ ..!*
*આ ગામનો અભણ યુવાન પણ મહિને ઓછામાં ઓછા રૂ. ૫૦,૦૦૦ આ કસબથી ઉતારી લે છે*
*આ ગામમાં યુવકો ઈમ્પોર્ટેડ બાઇકોના ચાહકો છે*
*કેમ ના હોય ?*
*વગર મૂડીનો ધંધો જે એટલો સરસ ચાલતો હોય.*
*મારા મતે, આ સાઇબર ક્રાઇમ માટે JIOના મફત મળેલા કાર્ડ અને ફ્રી રોમિંગ ફેસિલિટી જવાબદાર છે.*
*સરકાર અને તંત્ર આ તમામ હકીકત જાણે છે, પણ પુરાવાના અભાવે અને કાયદાકીય પ્રક્રિયાની શીથીલતા ને લીધે, આ ગામની કોઈપણ વ્યક્તિ પર કાયદેસરના પગલાં ભરવા લાચાર છે*
*કહેવાય છે કે, અહીં આ બાબતની તાલીમ આપવાના ખાસ વર્ગો ચાલે છે. તો આ છે જામતાડાના અભણ અને અંગૂઠાછાપ કસબીઓ ના “અંગુઠા” ની કરામતની કહાની ..!*
.
*આજે જામતાડાના અભણ અને અંગૂઠાછાપ ભેજાબાજોની વેબસીરીઝ બની રહી છે ..!*

*_હવે એક ખાસ વાત :- તમે તમારી કોઈપણ પ્રકારની ડીજીટલ માહિતી કોઈ પણ વ્યક્તિ સાથે ફોન પર કે સાઈટ પર અથવા મેસેજ દ્વારા શેર કરશો નહીં .. કોઈ પણ બેન્ક કે કચેરી ને પણ ફોન પર માહિતી આપશો નહીં..!_*
_આપના હિતમાં, દેશના હિતમાં .. સાઈબર ક્રાઈમ એવરનેસ મેસેન્જર ..!_ 💐🇮🇳