અમદાવાદ
રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે
16 ઓગસ્ટ ના બનાસકાંઠા, પાટણ,મહેસાણા, મોરબી,દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે
17 ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે.જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા,સુરત,નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.
18 ઓગસ્ટના કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે..
19 ઓગસ્ટના કચ્છ,મોરબી,દ્વારકા,જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.અન્ય જિલ્લામાં પણ વરસાદ રહશે.જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે..