🇮🇳🏏#BREAKING | Indian cricketer Mahendra Singh Dhoni announces retirement from international cricket.
⌚💐💐BREAKING: ધોનીના સંન્યાસ બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ.
🌧️☁️ન્યુઝ : ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમની સપાટી 31.16 ફૂટે પહોંચી, 8000 કયુસેક પાણીની આવક શરૂ. ધારી ખોડિયાર ડેમ 90 ટકા ભરાયો.
🇮🇳🛕BJP
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ આગામી ૧૯, ૨૦,૨૧ અને ૨૨ ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો ચાર દિવસીય સંગઠનાત્મક પ્રવાસ કરશે.
—————————-
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ૧૯ ઓગસ્ટ ૨૦૨૦, બુધવારે સવારે ૯.૦૦ કલાકે સોમનાથ ખાતે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે.
-શ્રી ગોરધનભાઇ ઝડફિયા
——————————
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તબક્કાવાર રીતે ગીર સોમનાથ જિલ્લા, જૂનાગઢ જિલ્લા-શહેર, રાજકોટ જિલ્લા-શહેર ભાજપા સંગઠનના પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી બેઠકો યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપશે.
-શ્રી ગોરધનભાઇ ઝડફિયા
——————————-
ચાર દિવસીય પ્રવાસ દરમિયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું નિર્ધારિત કરેલ સ્થળોએ ભાજપાના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
-શ્રી ગોરધનભાઈ ઝડફિયા
——————————–
શ્રી સી. આર. પાટીલ તેમના આ પ્રવાસ દરમિયાન
સોમનાથ મહાદેવ ઉપરાંત ગાંઠીલા ઉમિયાધામ મંદિર, ખોડલધામ મંદિર તેમજ સવઘણ મંદિર,ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થાનોએ દર્શન કરશે.
-શ્રી ગોરધનભાઇ ઝડફિયા
——————————–
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ૨૨ ઓગસ્ટ ૨૦૨૦, શનિવારે ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનાર, ભાજપાના અદના કાર્યકર્તા સ્વ.જગદીશભાઈ સોનીના પરિવાર સાથે ધંધુકા ખાતે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.
-શ્રી ગોરધનભાઇ ઝડફિયા
———————————
ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના આગામી પ્રવાસ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ૧૯ ઓગસ્ટ ૨૦૨૦, બુધવારે સવારે ૮.૦૦ કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકળી સવારે ૯:00 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથ થી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ બેઠક યોજશે.
શ્રી ઝડફિયાએ જણાવ્યું હતું કે, તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૦, ગુરુવારે સવારે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક યોજાશે. શ્રી સી.આર.પાટીલ જુનાગઢ થી જેતપુર થઈ ખોડલધામ દર્શન કરી ગોંડલ થઈને રાજકોટ પહોંચશે, જ્યાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૦, શુક્રવારે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તબક્કાવાર રીતે રાજકોટ જિલ્લા અને શહેરના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.
શ્રી ઝડફિયાએ જણાવ્યું હતું કે, ૨૨ ઓગસ્ટ ૨૦૨૦, શનિવારે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ચોટીલા થી ઝાંઝરકા થઇ સવઘણ મંદિરે દર્શન કરી ધંધુકા પહોંચશે જ્યાં ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનાર, ભાજપાના અદના કાર્યકર્તા સ્વ.જગદીશભાઈ સોનીના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. બાવળા, બગોદરા ખાતે પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે જ્યાંથી તેઓ સુરત માટે રવાના થશે.
🏪સિલિગુડીમાં DRIએ 14.5 કરોડના 26 કિલો સોનાના બિસ્કિટ ઝડપ્યા, ત્રણ લોકોની ધરપકડ.
🛶⛵1) ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ થતાં જમજીર ધોધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો.
2) દ્વારકામાં ભારે વરસાદના કારણે હડમતીયા ગામ પાસે આવેલી નદીમાં પૂરમાં 3 લોકો નદીમાં તણાયા છે જેમાં એકને બચાવી લેવાયો. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ.
🚁નર્મદા sou.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા વ્યવસ્થા 1 સપ્ટેમ્બરથી cisfના હવાલે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા મંજૂરી અપાયા બાદ સુરક્ષાનો હવાલો srpf અને સ્થાનિક પોલીસ પાસેથી cisf સંભાળશે.
17 ઓગસ્ટથી cisfનું કેવડિયા આગમન.
🦀🦀મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને કોંગ્રેસી નેતા બાળાસાહેબ પાટિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
🦀💉💊કોરોનાની વેક્સિનને લઇને PM મોદીનું મોટું એલાન, હાલ 3 વેક્સિન પર દેશમાં કામ ચાલી રહ્યું છે અને ઓછા સમયગાળામાં તમામ ભારતીયો સુધી પહોંચાડવાની પુરી તૈયારી છે.