આશા વર્કર બહેનો ની સરકારી કર્મચારી તરીકે ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવા ની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો એક ગુજરાત અને આશા વર્કર ફેડરેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું ગુ.જરાત સરકાર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર સ્વાસ્થ્ય મિશન ચલાવવાની છે જેમાં બહેનો આશા વર્કર તરીકે કામ કરે છે. જેમાં એમને ઈન્સેન્ટિવ તરીકેના નાણાં ચૂકવાય છે.
આશા વર્કર બહેનો પોતાની માંગણીઓ અંગે જણાવ્યું હતું કે અમે આશા વર્કર બહેનો અને ઘણા સમયથી સરકારી કચેરીઓમાં વિવિધ શાખાઓમાં કોરોના જેવા કપરા સમયમાં પણ સર્વે કામ કરવાનું કામ કરીએ છીએ. ઉપરાંત અમે આશાવર્કર બહેનો પ્રજાના સ્વસ્થ રાખીને આરોગ્યલક્ષી પડકારરૂપ કામગીરી જેવી કે પોલિયો, માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, કુપોષણ, સ્વાઈન ફ્લૂ, ચિકનગુનિયા, આયુષ્માન ભવ, મિશન ઇન્દ્રધનુષ. વગેરે બિનચેપી રોગો તેમજ હાલ ચાલતા કોરોના જેવા મહામારીમાં શેરીએ શેરીએ ફરીને સર્વે નું કામ સફળતાપૂર્વક કરીને સરકારની યોજનાઓ ને સફળ બનાવીએ છીએ. ત્યારે આવી બહેનો ને મદદરૂપ થવાને બદલે સરકાર અમારુ શોષણ કરે છે. તેથી અમારી માંગણી મુજબ આશાવર્કર બહેનો એ સરકારી કર્મચારી તરીકે ઘોષિત કરી અને સરકારી નિયમો અનુસાર મળવાપાત્ર લાભો આપે તથા લઘુતમ વેતન 18000 નું કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા