આપણો MLA. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

પોતાના રહ્યા સહયા માથાના બાલને ઝટકો આપીને કપાળ આગળ લાવીને પછી હોઠ વાંકા કરીને એ વાળના ગુચ્છાને હવામા ઉડાડતા અદાથી કહયુ…
‘એક મિનિટ દિકરા… મારે તને ઠપકો આપવો છે….’
‘કેમ હમણાંથી એક્ટિંગ સારી કરુ છુ?’
‘ના.. હવે..’
‘તો….વળી શેનો ઠપકો… હું તો ગભરાઈ ગયો ..
‘ આપણી મહાન પાર્ટી માટે તે કાંઇ કર્યું..?. ‘
‘ હા.. ગઈ વિધાનસભામાં પેલા SC બિલ વિરુદ્ધ મા અને પાર્ટી ની તરફેણમાં મત તો આપ્યો હતો..’
‘જો બેટા આપણે તો એક્ટર કહેવાઈ આપણને સમાજ સાથે શુ લેવાદેવા…?
‘ સાચી વાત છે.. એકટીંગના ધંધામા હવે કાઈ ભલીવાર ના મળે…
‘એટલે હુ અને બાપા સમય ઓળખી ગયા હતા.. થોડીઘણી એકટીંગ આવડતી હતી… એટલે આ મહાન પાર્ટી જોઈન કરી… પાર્ટી જ આપણી માબાપ છે..
‘હા.. ડેડી.. પણ તમે મને ઠપકો આપવાના હતા..’
‘હા.. યાંદ આવ્યુ.. જો. પાર્ટી ના નવા અધ્યક્ષ નિમાયા.. એમને દુઆ સલામ કરવા ગયો…? ‘
‘ ના ડેડી…’
‘બુકે મોકલાયો?’
‘ના.. ડેડી.. પણ શુંટિંગમાથી ઊંચા જ નથી અવાતુ…’
‘હવે તારો ટાબરિયો એના મોબાઇલથી તારો વિડિયો ઉતારે એને શુંટિંગ ના કહેવાય.. ‘
‘ જી ડેડી… ‘
‘ આ રામ મંદિર જેવા રામ મંદિરનો શિલાન્યાસ થઈ ગયો.. તારુ શુ કોન્ટ્રયુબિશન?… ‘
‘…………………………. ‘
‘ બોલને મોઢામાં મગ ભર્યા છે… એક કામ કર.. હાલ ને હાલ તુ રામમંદિર ઉપર એકાદ અંતરો ગાઈ નાખ.. બધા આપણા ઉપર ધ્યાન રાખતા હોય.. આપણે પણ રામમંદિર મા કશુક હોમવુ પડે..આપણાથી સારા એક્ટર ભલે ના થવાય.. પણ સારા mla બનવુ પડે.. ચુપચાપ કોઈને ખબર ના પડે એમ ટ્રમ પુરી કરી નાખવાની. મોવડી મંડળ, સાહેબ અને મોટાભાઈની ગુડબુકમા રહેવાનુ. મુખમા આંબેડકર અને બગલમા રામ રાખવાના…
પાર્ટીને આપણી ગરજ છે આપણા જેવા ભલા આજ્ઞાંકિત માણસો એમને ક્યાય નહી મળે.. શુ સમજ્યો… રામ નામ મુકતો નહિ… જા શ્રીરામ તારી સાથે છે…
‘જી. ડેડી.. જયશ્રી રામ…’
‘જો કારણ વગર બોલવાનું નંઈ… હુ તો કહુ છુ બોલવાનું જ નહિ.. ગાવાનું કહેવામા આવે ત્યારે જ મ્હો ઉધાડવાનુ.. તારી આવી વિશેષતા તને રાજ્યકક્ષાનો મંત્રી પણ બનાવી શકે છે.. જયશ્રી રામ મારા છોકરા..
( Mla જાય છે.. ઘરનો માળીપ્રવેશે છે..)
‘સાહેબ આજે ઝાડ નહી કપાય.. કુહાડીનો હાથો તુટી ગયો છે…’
અરે… માળીભાઇ.. આટલા માટે કામ ન અટકાવાય.. કુહાડી સલામત હોય તો હાથા તો મળી રહેશે..અરે બેટા આપણા ઘરમાંથી સારો હાથો કાઢીને આપજો.. તો માળી જલ્દી ઝાડ કાપતો થાય…
ફરીથી તે પોતાના માથાને ઝટકો આપે છે વાળનો ગુચ્છો આગળ આવે છે તે પોતાના હોંઠ વાંકા કરે છે અને વાળને હવામા ઉડાડે છે… બહાર પ્રાગણમા એક કદાવર વૃક્ષ કુહાડીનો માર ન ખમી શકતા હેઠુ પડે છે.. હાથો હસતા હસતા એને ભોંય ઉપર પડતા જોઈ રહે છે… માથાના વાળ હજી હવામા જ ઉડી રહ્યા છે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા