*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 05/08/2020-બુધવાર*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 05/08/2020-બુધવાર*

**
*આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. શ્રી રામ જન્મભૂમિ*
અયોધ્યામાં રામ જન્મભૂમિના નિર્માણ માટે ભૂમિપૂજન પહેલા ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ઘણા ટ્વીટ્સ અને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મુખ્ય સમારોહ માટે આમંત્રિત કરાયેલા 175 લોકોમાંથી, 135 એવા સંતો છે. જે વિવિધ આધ્યાત્મિક પરંપરાઓનો ભાગ છે.
**
*રાજ્યના વિવિધ જીલ્લાઓમાં જળબંબાકાર*
*ભારે વરસાદને પગલે ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે બંધ*
ઉનાના ઈણાજ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ, નિચાણવાળા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ વેરાવળના ઈન્દ્રોય અને પંડવા સિહતના ગામોમાં ભારે વરસાદ પડ્યો ભાવનગરના જેસર પંથકમાં મેઘરાજાએ આગમન કર્યું છે. જેસર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો અમરેલીમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી નાવલી નદીમાં પૂર આવ્યું છે.
**
*મુંબઈ જળબંબાકાર હાઈટાઈડની ચેતાવણી*
અરબ સાગર પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે પારલે પોઈન્ટ, પ્રભાદેવી રેલવે સ્ટેશન સહિતના વિસ્તરામાં ભારે વરસાદ વરસ્યો છે
**
*પ્રકાશ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ*
સુરત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તે હોમ ક્વોરન્ટીન થયા છે પ્રકાશ પાટીલને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો
**
*ભાજપના કોર્પોરેટર બાલકૃષ્ણ પાટીલનું નિધન*
સુરત પક્ષમાં શોકનો માહોલ રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસની ઝપેટમાં ઘણા નેતા પક્ષ વિપક્ષના આવ્યા છે ગુજરાતના બારડોલીમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર બાલકૃષ્ણ પાટીલ કોરોનાથી સંક્રમિત હતા
**
*ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું નિધન*
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે તેમણે કોરોના પોઝિટીવ હતા
**
*સુરત શહેર ભાજપ પ્રમુખ અને તેમના પત્ની કોરોના સંક્રમિત*
સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા અને તેમની પત્નીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ કોરોન્ટાઈન થયા છે પત્નીને શરદી ખાંસી અને તાવના લક્ષણ દેખાતા રિપોર્ટ કઢાવવા ગયા હતા જ્યા તેમનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
**
*સુરતમાં નવા કમ્યુનિટી કેર સેન્ટરનું ઉદ્ઘાટન*
દર્દીઓને તમામ પ્રકારની આપવામાં આવશે સુવિધા સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારની ગાઈડ લાઈન્સ મુજબ નવા કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.કમ્યુનિટી કેર સેન્ટરની સંખ્યા 17 પર પહોચી છે.
**
*યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે આચર્યુ દુષ્કર્મ*
સુરત પરિણીતા સાથે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા પરંતુ પોતે પરિણીત હોવાનું છુપાવનાર અમદાવાદના યુવાનના આડા સંબંધની જાણ તેની પત્નીને થઇ જતા અંગત પળોના ફોટા પરિણીતાના પતિને મોકલી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો
**
*પાટીલની નજર હવે યુવા મોરચા પર ઘણા નેતાના પેટમાં ચૂક ઉપડશે*
*ગુજરાત ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું પાલન કરાશે*
ગુજરાત ભાજપ પ્રદેશ માળખાની રચના તેમજ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીની તૈયારી માટે નવા પ્રમુખ છેલ્લા કેટલાક દિવસોથી સતત બેઠકો કરી રહ્યા છે. જેમાં નવા સંગઠન માળખામાં એક વ્યક્તિ એક હોદ્દાના ભાજપના નિયમને અનુસરશે.15 ઓગસ્ટ સુધી સંગઠન માળખા સાથે ટીમ તૈયાર થશે ભાજપનો 3 બેઠકોમાં પેચ ફસાયો ટીકિટ આપે અને જીતે તો મંત્રીમંડળમાં પડી શકે છે ડખ્ખા
**
*અમદાવાદના કાપડ વેપારીઓ એક્ઝિબિશન યોજવાનું નક્કી કર્યું*
કોરોનાના ભયથી ફફડી રહેલા પર રાજ્યના વેપારીઓ અને ગુજરાતના કાપડના મેન્યુફેક્ચરર્સ સુધી રૂબરૂ આવ્યા વિના જ માલ મંગાવી શકે તે માટે વર્ચ્યુઅલ એક્ઝિબિશન યોજવાનું આયોજન કર્યું છે
**
*પંજાબ બેન્કના મેનેજરની એફડી કૌભાંડમાં સંડોવણી*
વડોદરા અન્યોન્ય બેન્કની.પોણા બે કરોડની એફડી વટાવી લેનાર ઠગ ગેંગમાં સામેલ પંજાબ નેશનલ બેન્કના મેનેજરની અમદાવાદની કેનેરા બેન્કના ૨૧ કરોડના એફડી કૌભાંડમાં પણ સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે
**
*ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની હાજરી પણ લેવાય છે*
સુરત માત્ર થિયરી નહીં પ્રેક્ટિકલ વિષયો પણ કોન્સેપ્ટ બોર્ડ પર ભણાવાઈ રહ્યા છે શાળા-કોલેજો ક્યારે ખુલશે તે નક્કી નથી તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન અપાઈ રહ્યું છે.
**
*ગાંધીનગર સ્વર્ણિમ સંકુલના 30 કર્મચારીને કોરોના એકનું મોત*
કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે એટલું જ નહીં કોરોના હોટસ્પોટ પણ બદલાઈ રહ્યા છે તે સંજોગોમાં હવે પણ કોરોના ફેલાઈ રહ્યો છે સરકારી કચેરીઓ આવેલી છે એવા સચિવાલયમાં પણ અત્યાર સુધી 30થી વધુ કેસ આવ્યા છે જેમાં એક કર્મચારીનું મોત પણ થયું છે જેના પગલે કર્મચારીઓમાં ડર ફેલાઈ છે
**
*કોંગ્રેસ અને NCP આમને સામને મામલો આંદોલનના મૂડમાં છે*
પોરબંદરમાં કોસ્ટલ કેનાલ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છાવણીમાં બેસે તે પહેલાજ કાર્યકરો ઘસી આવ્યા હતા અને કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી કરી હતી. જો કે પોલીસે આવી મામલો થાળે પાડયો હતો આગામી 20 દિવસમા આ કામ ફરી શરૂ કરવાની અધિકારી ખાતરી આપી હતી પણ ખેડૂતો હવે આંદોલનના મૂડમાં છે.
**
*અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી*
આજે ભૂમિ પૂજન થવાનું છે જેને લઈ પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. જોકે, આ ભૂમિપૂજન માટે જે પૂજારીએ મુહૂર્ત કાઢ્યુ હતું, તેમને ધમકી મળી છે.કર્ણાટકના પૂજારી બેલગાવીમાં તેમને ધમકી મળી છે.
**
*9મીથી ભારત છોડો આંદોલન શરૂ કરાશે*
વધુ એક ‘ભારત છોડો આંદોલન’ના મંડાણચીની ચીજોના બહિષ્કાર કરવા 9 ઓગસ્ટ 2020થી ભારત છોડો આંદોલન શરૂ કરાશે. દેશભરમાં 800 થી વધુ સ્થળોએ, વેપારી સંગઠનો શહેરના એક અગ્રણી સ્થળે એકઠા થશે અને ચીન ભારત છોડવા માટે સૂત્રો બોલાવશે. જેમાં ભારત ચીન વચ્ચે વેપાર થાય છે તે બંધ કરવાની અપીલ કરાશે
**
*જામનગરની જી.જી.હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારી*
જામનગરની જી.જી. હોસ્પિટલના આગરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના પોઝિટિવ કેસના આંકડા છુપાવવાનું કારસ્તાન સામે આવ્યું છે કોરોના પોઝિટિવ દર્દીના મોતના 10 દિવસ બાદ પરિવારજનો દ્વારા મરણના દાખલા માટે પૂછતા દર્દી જ દાખલ ન હતો તેમ કહીને હાથ ઉંચા કર્યા હતા
*
*GTU વિદ્યાર્થીઓના ડેટા લીક કરનાર શખ્સ ઝડપાયો, આ કારણે ઘડ્યું હતું કાવતરૂ*
જીટીયુના વિદ્યાર્થીઓનો ડેટા લીક કરનાર શખ્સને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમની ટીમે જૂનાગઢથી આરોપીની ધરપકડ કરી છે
**
*ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસની યોજાઈ બેઠક, મહત્વની બાબતો પર થઈ ચર્ચા*
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસની સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
**
*નેપાળ બાદ પાકિસ્તાને વિવાદાસ્પદ નકશો જાહેર કર્યો*
નેપાળ બાદ પાકિસ્તાને વિવાદાસ્પદ નકશો જાહેર કર્યો જૂનાગઢને પાકિસ્તાને પોતાના રાજકીય નકશામાં દર્શાવ્યું પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત
ગુજરાતના જૂનાગઢ અને માણાવદરને ગણાવ્યો પોતાનો હિસ્સો
લદ્દાખ સરક્રિકને પણ પોતાનો ભાગ ગણાવ્યો
**
*ચીન સામે કડક વલણ*
ચીન સામે કડક વલણ એશિયામાંથી આયાત ઘટાડશે ભારત; મોબાઈલ, લેપટોપ અને AC જેવા પ્રોડક્ટ્સના સ્ટાન્ડર્ડ લેવલ વધારશે:મોદી
**
*ગુજરાત અન્ય રાજ્યો કરતા પાછળ કેમ?*
કોરોના ટેસ્ટિંગ મુદ્દે AMAની હાઇકોર્ટેમાં અરજીનો મામલો: સુરત શહેરમાં કોરોનાની સ્થિતિને લઈ કોર્ટ સરકારનો ઉધડો લીધો, હાઈકોર્ટે કહ્યું, ટેસ્ટિંગમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા પાછળ કેમ? સરકાર નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ટેસ્ટિંગ વધારે