આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 04/08/2020-મંગળવાર*

*રક્ષાબંધન: પ્યાર કા બંધન હૈ*
રક્ષાબંધન ભાઇ-બહેનના પ્રેમને એક તાંતણે બાંધનાર બહેનો તસવીરમાં તેના ભાઇઓની કલાઈએ રાખડી બાધી રહી છે દેશભરમાં સાદગીથી રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી ભૂદેવોએ સમૂહ જનોઈ ધારણ કરી ઘરમાં જ પરિવાર સાથે ઉજવણી
**
*લખનઉમાં ૧૧૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓ ગાયબ*
ઉત્તર પ્રદેશમાં પણ વાયરસે કહેર વર્તાવ્યો છે આ દરમ્યાન સમાચારએ આવ્યા છે કે સરકારની ગાફલાટનો લાભ લઈને લગભગ 1000 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ ફરાર થઇ ગયા છે પોલીસ કોરોના દર્દીઓની શોધ કરી રહી છે પરંતુ તેમને શોધવામાં પોલીસને આટા આવી ગયા છે
**
*આવતીકાલના રામ ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા*
આવતી કાલે ઐતિહાસિક દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. જેના માટે મહેમાનોને આમંત્રણ પત્રિકા મોકલી દેવામાં આવી છે.
**
*તો લોકો વડાપ્રધાનનું રાજીનામું માગી શકે છે: રાઉત*
“ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે અને કોરોના વાયરસ રોગચાળા અને આર્થિક સંકટને પહોંચી વળવામાં નિષ્ફળતા પર રાજીનામું આપવાની માંગણી થઈ રહી છે મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો લોકડાઉનના કારણે મોટા પ્રમાણમાં લોકો નોકરી ગુમાવી રહ્યા છે આવી સમસ્યાઓનું વહેલાસર નિરાકરણ નહીં કરવામાં આવે તો લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરી શકે છે
**
*સુરત પોલીસ કમિશનર અજય તોમરએ ચાર્જ સંભાળ્યો*
સુરતશહેરના પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર બહ્રભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થતો તેમણે તેમણે પોતાનો ચાર્જ અજય તોમરને સોંપ્યો છે સુરતમાં 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમર નિમણૂંક કરવામાં આવી છે.
**
*ટ્રાફિકની સિગ્નલ લાઈટમાં હવે મહિલાની આકૃતિ દેખાશે*
મુંબઈ: સ્ત્રી અને પુરુષને એક સમાન હોઈ જાતિમા કોઈ ભેદભાવ નહીં રાખવા લોકોને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં ૧૩ ટ્રાફિક જંકશન પર રહેલા સિગ્નલની લાઈટમાં હવેથી મહિલાની આકૃતિ જોવા મળશે. મહિલાની આકૃતિ સાથેના આ સિગ્નલ ધરાવનારું દેશનું પહેલું શહેર બની ગયું છે.
**
*રામમંદિરના નિર્માણ માટે ૧૮.૬૧ કરોડ એકત્ર થયા: મોરારિબાપુ*
ભાવનગર: તલગાજરડામાં કથાકાર મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. લોકો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી રામકથાનો લાભ લઈ રહ્યા છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં થોડા દિવસ પહેલા મોરારિબાપુએ ચાલુ કથાએ પાંચ કરોડ રૂપિયા એકત્ર કરવાની શ્રોતાગણને અપીલ કરી હતી, પરંતુ પાંચ કરોડના બદલે અલગ અલગ દેશમાં કથાનું શ્રવણ કરતા લોકો દ્વારા ૧૮ કરોડ, ૬૧ લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે
**
*પત્નીએ વટાવવા આપેલી નકલી ચલણી નોટો સાથે પતિ ઝડપાયો*
વડોદરા વારસિયા વિસ્તારમાં સુશીલ નગર કો-ઓપરેટિવ સોસાયટીના નાકા પાસે એક યુવક બોગસ ચલણી નોટો બજારમાં વટાવવાની કોશિશ કરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી આ યુવકને ઝડપી લીધો હતોતેની પાસેથી 500 રૂપિયાના દરની 9 નકલી નોટો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી
**
*શક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધનની ઉજવાઈ*
સુરત કપરા કોરોના કાળમાં વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા એકતા ટ્રસ્ટના સભ્યો સાથે આજે શક્તિ ફાઉન્ડેશન ના ડૉ સોનલ રોચાણી, સીમા કાલા વાડિયા દર્શના જાની અને રાજશ્રી નાયક દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી
**
*35 લાખના લાંચ કેસમાં શ્વેતા જાડેજા હાઇકોર્ટના શરણે*
દુષ્કર્મના આરોપી પાસેથી રૂપિયા 35 લાખની લાંચના કેસમાં અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્વેતા જાડેજાએ હાઇકોર્ટમાં જમીન અરજી કરી છે. અરજદારનો આક્ષેપ છે કે એન્ટિ કરપ્શન બ્યુરોએ કોઈ આધાર પુરાવા વગર તેની સામે ફરિયાદ નોંધી છે
**
*કચ્છના ખાવડા પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ*
ભુજ રાજ્યમાં ગઈકાલે મધ્યરાતથી રક્ષાબંધનના પવિત્ર પર્વની સાંજ સુધી ભૂકંપના 6 આંચકા નોંધાયા છે. જેમાં પાકિસ્તાન સરહદ નજીક કચ્છના ખાવડાથી 35 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.6 રિક્ટર સ્કેલનો આંચકો સૌથી વધુ તીવ્રતાવાળો રહ્યો છે. આ સિવાય ભરૂચથી 7 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. આ બે આંચકા દિવસભરમાં અન્ય કરતા વધારે તીવ્રતાના છે.
**
*ગુજરાતમાં ધરા ધ્રુજી, ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 7 કિલોમીટર દૂર*
સૌરાષ્ટ્ર પંથક બાદ હવે દક્ષિણ ગુજરાત પંથકમાં ધરા ધ્રુજી છે. ભરૂચમાં ધરતીકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધરતીકંપના આંચકા અનુભવતા લોકોમાં ચિંતા વધી હતી. મળતી માહિતી મુજબ ધરતીકંપનું કેન્દ્રબિંદુભરૂચથી 7 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યુ છે. નોંધનિય છે કે આ પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધરતીકંપના આંચકા આવ્યા હતા. જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
**
*ગૃહપ્રધાન અમીત શાહની તબીયતમાં સુધારા માટે મહામૃત્યુંજય જાપ શરૂ*
અમદાવાદમા દેશના ગ્રહપ્રધાન અમીત શાહની તબીયતમાં સુધારા માટે મહામૃત્યુંજય જાપ કરવામા આવી રહ્યાં છે. અમીત શાહના સારા સ્વસ્થાય માટે સતાધાર વિસ્તારના જોગણીમાંના મંદિર ખાતે મહામૃત્યુંજયના જાપ કરવામા આવી રહ્યા છે
**
*બકરીનો ડાન્સ ટ્વીટર પર આ વીડિયો*
એક યુઝર્સે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. પહેલી વાત તો સાઉન્ડ ઓન કરો અને વીડિયો સાંભળો. આ વીડિયોમાં બકરીયું દેખાય છે. જે કરી રહી છે ડિસ્કો. હકીકતમાં બને છે એવુ કે, બે ગોવાળ પોતાની બકરીયુને લઈ ચરાવા જઈ રહ્યા છે. જો કે, આ વીડિયોને કોઈએ એડિટ કર્યો છે. પણ બકરીયુંનો ડાન્સ રીઅલ છે, સોન્ગ સેટ કરતા આ વીડિયોમાં ચાર ચાંદ લાગી જાય છે.
**
*અંબાજી ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા*
અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. અંબાજીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા..અંબાજીમાં દર વર્ષે બળેવના દિવસે આદિવાસી સમાજના લોકોને મેળો ભરાતો હોય છે. જોકે આ વખતે કોરોના હોવા છતાં આદિવાસી ઉમટી પડ્યા હતા.પોલીસ તેમજ વહીવટી તંત્ર લાચાર બન્યું હતુ. મોટી સંખ્યામાં આદિવાસી લોકો ભેગા થતા કોરોનાનું સંક્રમણ વધે તેવી આશંકા વ્યકત કરાઇ હતી
**
*ધોરાજીમાં 22 બેડ ધરાવતી હોસ્પિટલનો પ્રારંભ*
હવે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના દર્દીઓને નહીં ખાવા પડે કોરોનાની સારવાર માટે રાજકોટના ધક્કા, અહીં શરૂ કરાઈ હોસ્પિટલ 22 બેડ ધરાવતી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો. જેથી હવે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના લોકોને મોટો ફાયદો મળી રહેશે
**
*રાખડીઓના હિંડોળામાં ભગવાનને ઝુલાવાયા*
નવસારી અને સુરતના સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો તથા પાર્ષદોએ આજે રક્ષાબંધનના દિવસે રાખડીઓ નો હિંડોળો બનાવ્યો હતો. હરિકૃષ્ણ મહારાજને તેમાં પધરાવી પૂજન વંદન કરવામાં આવ્યું હતું. સંગીતજ્ઞ સંતોએ ભગવાનને કીર્તનના ગાન સાથે હિંડોળામાં ઝૂલાવી અનેરો લ્હાવો લીધો હતો. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર શ્રાવણ વદ બીજના હિંડોળા ઉત્સવનું સમાપન થશે
**
*મોરબી: ઠાકર હોટેલની ગુજરાતી થાળીના નામે કરોડોનું કૌભાંડ*
મોરબીના વર્ષો જુના અને જાણીતા ઠાકર લોજ ગ્રુપ દ્વારા રાજકોટ સહીતના શહેરોમાં ઠાકર હોટેલ કાર્યરત છે. ઠાકર હોટલની ગુજરાતી થાળી ફેમસ છે. ઠાકરની ગુજરાતી થાળીના નામે અમુક ભેજાબાજોએ લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે અત્યાર સુધીમાં હજારો ગ્રાહકો લૂંટાયા છે આ મામલે ઠાકર હોટેલ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.અમુક ભેજાબાજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં રૂપિયા 100ની થાળી પર બે થાળી ફ્રી એવી લોભામણી સ્કીમો આપી હતી જેમાં ગ્રાહકને માત્ર રૂપિયા10નું પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે બાદમાં ડિલિવરી બોયને રૂપિયા 90 કેશમાં આપવાનું જણાવવામાં આવે છે. જો કે ગ્રાહકોએ રૂપિયા10નું પેમેન્ટ કરતા તેઓના ખાતામાંથી તમામ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ગ્રાહકોના ખાતામાંથી અંદાજે રૂપિયા અઢી કરોડ જેવી રકમ ઉપાડી લેવામાં આવી હતી આ ફ્રોડ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે.