♦️આજના મુખ્ય સમાચાર.

*મુખ્યમંત્રીને કોર્ટે આપ્યુ સમન્સ*
કર્ણાટકના બેલગાવી જિલ્લાની એક અદાલતે પાછલા વર્ષે થયેલી પેટાચૂંટણી દરમયાન ચૂંટણી આચારસંહિતાનું કથિત ઉલ્લંઘનના એક કેસ સંબંધે મુખ્યમંત્રી બીએસ યેડીયુરપ્પાને સમન્સ મોકલ્યું છે. અદાલતે આ અંગે અપરાધિક કેસ દાખલ કરવા માટે પણ આદેશ આપ્યો છે.
**
*યુવકે રોફ જમાવતા કહ્યું મુખ્યમંત્રી મારા માસા છે*
રાજકોટમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમા એક યુવક મહિલાને બીભત્સ શબ્દો બોલતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં યુવક એવું જણાવી રહ્યો છે કે મુખ્યમંત્રી તેના માસા છે અને ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીઓ તેના સગા છે. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આ વીડિયોની ગંભીર નોંધ લેવાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
**
*ભાજપમાં હિંમત હોય તો અમારી સરકાર પાડી બતાવે: ઉદ્ધવનો પડકાર*
રાજસ્થાનમાં રાજકીય સંકટ પછી ભાજપની નજર મહારાષ્ટ્ર પર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ મોદી અને અમિત શાહને પડકાર ફેંકતાં કહ્યું કે તમે એક પક્ષી એક સરકારો ઉથલાવી રહ્યા છો અમારી સરકાર ત્રણ પૈડાની છે ત્રણ પક્ષોની સરકાર છે પરંતુ કેન્દ્રમાં તો ઘણા પૈડા છે એનડીએની છેલ્લી બેઠકમાં મેં 30-35 પક્ષોના પૈંડાથી જોડાયેલી છે તે એક આખી ટ્રેન છે તાકાત હોય તો મારી સરકારને ઉથલાવી બતાવોમારી સરકારનું ભવિષ્ય વિપક્ષના હાથમાં નથી મારા હાથમાં છે
**
*સી.આર.પાટીલે આપ્યું નિવેદન*
સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યુ કે પક્ષના કાર્યકરોએ જ ચુંટણીમાં જીત માટે મક્કમ બનીને લાચારી છોડવાની જરૂર છે. તેમણે કોંગી નેતાઓના ભાજપમાં આગમનને લઇને કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપી દીધો કે કોઇ પણ બેઠક પર એટલુ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે કે બીજા કોઇની જરૂર ન પડે જો કે જે પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે તે અંગે તેમણે કહ્યુ કે આ નેતાઓને ભાજપ લાવ્યુ નથી પરંતુ તેઓ જાતે આવ્યા છે. કોંગી નેતાઓની ભાજપને ગરજ નથી તેવા પણ પાટીલે આડકતરા સંકેતો આપ્યાની ચર્ચા ચાલી છે.
**
*હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું*
રાજસ્થાનના ઉદયપુરની ઉદયબાગ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે અમદાવાદ સહીત ગુજરાતના ૧૦૦થી વધુ લોકો જુગાર રમતા હતા ઉદેપુર પોલીસે ૬૯ ગુજરાતીઓની અટકાયત કરીને રૂપિયા 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જુગાર માટે હોટલમાં કેસિનો કોઈનનો ઉપયોગ કરાયો હતો અદ્યતન સુવિધા વચ્ચે જુગારધામ ચાલતું હતું
**
*યુવતીઓના અંડર ગારમેન્ટ કાપીને ભાગી જતો*
ઈંદૌરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જ્યા એક યુવક અંધારાનો ફાયદો ઉઠાવી ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને ઉંધી રહેલી યુવતીઓના બ્લેડ વડે અંડર ગારમેન્ટ કાપીને ભાગી જતો હતો. એટલુ જ નહીં ઘણી વાર તો તે અંડરગારમેન્ટ સાથે પણ લઈ જતો હતો તેની પાસે ઢગલાબંધ આવા યુવતીઓના અંડરગારમેન્ટ મળ્યા છે. સાઈકો છે આ યુવક પોલીસે રંગેહાથે યુવકને પકડી પાડ્યો હતો
**
*હવે ચોર પણ હાઈટેક બન્યા*
રાજકોટના માંડવી ચોકના જૈન દેરાસરમાં ચોર પીપીઈ કીટ પહેરીને ચોરી કરવા આવ્યો ચોર પણ હવે હાઈટેક બન્યા હોય તેવું સામે આવ્યુ છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે ચોર જૈન દેરાસરમાં પ્રવેશી રહ્યો છે આ દેરાસર પ્રાચિન છે. રાત્રીના સમયે ચોર કળા કરીને ફરાર થઈ ગયો હતો. તો દેરાસરમાં આવેલા ચોરે સીસીટીવી કેમેરા પણ બંધ કર્યા હતા દાન પેટી તોડી 80 હજાર રૂપિયાની ચોરી કરી છે
**
*સાપુતારા માલેગામ ઘાટ અકસ્માત ૧નો મોત*
રાજકોટથી સાપુતારા ફરવા ગયેલા દંપતિને નડ્યો અકસ્માત મહિલાનું ઘટના સ્થળે જ મોત માલેગામ ઘાટ માર્ગમાં રાજકોટ થી સાપુતારા ફરવા ગયેલા દંપતિની કારનો અકસ્માત થયો છે. તેઓ જ્યારે સાપુતારાથી પરત ફરતા હતા ત્યારે કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
**
*ટેન્કરમાં ચોર ખાનુ બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ*
મહેસાણામાં એલસીબીની ટિમ દ્વારા હરિયાણાથી અમદાવાદ જઈ રહેલા દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓએ દુધના ટેન્કરમાં ચોર ખાનાની અંદર દારૂનો જથ્થો છુપાવામાં આવ્યો હતો. જેને એલસીબીની ટીમે ઉંઝા સર્કલ પાસે ઝડપી પાડ્યો
*
*એક્સપ્રેસ હાઈવે કીટના અભાવે ટેસ્ટ વગર રવાના*
ટેસ્ટિંગ કીટના અભાવે બહારથી આવતા લોકો ટેસ્ટ વગર જ શહેરમાં પ્રવેશ્યા ડેપ્યુટી હેલ્થ ઓફિસરનું ભેદી મૌન
મહાનગરપાલિકા દ્વારા બરોડા એક્સપ્રેસ હાઈવે પર કોરોના ટેસ્ટિંગ પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો છે જ્યા અન્ય શહેરમાંથી આવતા લોકોને ટેસ્ટ કર્યા બાદ આગળ જવા દેવામાં આવે છે
**
*સીઆર પાટીલ આવ્યા એક્શન મોડમાં*
સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે એક ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વેબીનારમાં ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદો જોડાયા હતા આગામી દિવસોમાં આવી રહેલી પેટાચૂંટણીઓ અને મહાનગરોની ચૂંટણીઓ અંગે વ્યૂહ રચનાની ચર્ચા કરવામાં આવી હતી.
તમામ લોકોની જવાબદારી નક્કી કરવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
**
*ગોંડલના ગુંદાળા રોડ પર ગમખ્વાર અકસ્માત*
ગોંડલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. બનેલી ઘટનાના લાઈવ વીડિયો કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો છ.ઘટનાના લાઈવ વીડિયો કારમાં લાગેલા કેમેરામાં કેદ થયા
**
*પોસ્ટર પર શાહી ફેંકનાર શખ્સની કરાઈ ધરપકડ*
સુરતમાં રેલીમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા પોસ્ટર પર કાળી શાહી ફેંકનાર શખ્સની ધરપકડ પાસના કાર્યકરો આ પ્રકારની હરકત કરવામાં આવી હતી કાર્યકર્તાઓ સામે ગુનો નોંધ્યો સંજય માવાણીની ધરપકડ પણ કરી છે
**
*કોંગ્રેસ દ્નારા પ્રતીક ધરણા*
વિપક્ષના ધરણા, કોંગ્રેસ મહામંત્રી સહિત આગેવનોએ કરી આ માંગ પાટણમાં ધારપુર સરકારી હોસ્પિટલ પાસે કોંગ્રેસ દ્નારા પ્રતીક ધરણા આપવામાં આવ્યા છે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ભારે હાલાંકી પડતી હતી જે મામલે કોંગ્રેસ મહામંત્રી સહિત આગેવનોએ ધરણા કર્યા હતા.
**
*જયા જેટલી ભ્રષ્ટાચારના કેસમાં દોષી*
સંરક્ષણ સોદામાં જ્યોર્જ ફર્નાન્ડીઝે રાજીનામું આપેલું સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝના નજીકની નેતી જયા જેટલીને ભ્રષ્ટાચારના ગુનામાં સજા થઈ છે. 20 વર્ષ જુના ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે
**
*લાલુ પ્રસાદ માટે હોસ્પિટલના 18 રૂમ દર્દીને બેડના ફાંફા*
ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવની રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લાલુ પ્રસાદ યાદવની કથિત સુરક્ષા માટે રિમ્સમાં 18 ઓરડાઓ ખાલી રાખવામાં આવ્યા છે. કોરોના કટોકટી દરમિયાન, જ્યારે બીમાર લોકોને હોસ્પિટલમાં પથારી ન મળી રહી હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં ઓરડાઓ ખાલી રાખવામાં આવતા હોબાળો મચી ગયો છે. ભાજપના નેતા અને ઝારખંડમાં વિધાનસભા પક્ષના નેતા બાબુલાલ મરાંડીએ સીએમ હેમંત સોરેનને પત્ર લખીને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે
**
*પોતાનું કામ નહીં કરી શકે તેને કરી દેવાશે રિટાયર સરકારના નવા નિયમો?*
બિહારમાં 50 વર્ષથી નાની ઉંમરના મોટાભાગના સરકારી કર્મચારીઓ પોતાનું કામ નહીં કરી શકે તો તેને ફરજીયાત રિટાયર કરી દેવામાં આવશે. સામાન્ય પ્રશાસન વિભાગે આ બાબતે તમામને ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. અને પ્રધાનોને જરૂરી એકશન માટે જણાવી દેવાયું છે. કર્મચારી ઉપયોગી છે કે નહીં આ જાણવા માટે પ્રશાસનિક થોડા થોડા સમયે તે તમામની સમીક્ષા કરશે. જેના માટે એક કમિટીનું નિર્માણ કરાશેત્રણ માસનો પગાર બરાબરની રકમ કે સુચના આપી દેવાશે ત્રણ મહિના પહેલા સૂચના કે ત્રણ મહિનાનો પગાર બરાબરની રકમ દઈને 30 વર્ષની સેવા કે 50 વર્ષની ઉંમર થઈ જવા ઉપર આ પ્રકારની સેવાનિવૃતિનો સામનો કરવો પડશે.
**
*ઍરલાઇન્સ ક્ષેત્રે ચાર લાખ લોકો બેકાર થયા*
વિશ્વભરમાં કોરોના વાઇરસના લૉકડાઉને અર્થતંત્રોને નબળા કરી દીધા છે એની સૌથી વધુ પ્રતિકૂળ અસર જે ક્ષેત્રોમાં પડી છે એમાં ઍરલાઇન ક્ષેત્ર પણ સામેલ છે.
**
*સરકારને લોકડાઉનમાં ૪૨૮ કરોડનો નફો થયો :રાહુલ*
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે સરકાર કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં નફો રળી રહી છે જ્યારે જનતા મુશ્કેલીમાં છે. શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી હતી જેના દ્વારા રેલવેને ૪૨૮ કરોડનો નફો થયો હતો
**
*ગુજરાતમાં મોબાઈલ ડેટાનો વપરાશ ૨.૩૦ કરોડ પહોંચ્યો*
અમદાવાદ: કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં ૨૧ ટકા વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ ૧૯,૦૦૦ ટેરા બાઈટ ટીબી મોબાઈલ ફોર-જી ડેટાનો વપરાશ થતો હતો.
**
*સૌરાષ્ટ્ર યુનિ. એક લાખની સહાય કરશે*
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે ઉપકુલપતિએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ડૉ. વિજય દેસાણીએ વિદ્યાર્થીઓ માટે કોરોનાના કાળમાં પરીક્ષાની જાહેરાત કરી છે. પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઈ સંક્રમિત થશે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક લાખ રૂપિયાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે સહાય કરશે.
**
*મનસુખ વસાવા અને છોટુ વસાવા આમને સામને*
રાજપીપળા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય છોટુભાઈ વસાવા ફરી એકવાર સોસીયલ મીડિયા પર સામસામે આવી ગયા અને મનસુખ વસાવા જાહેરમાં ચર્ચા કરવાની ખુલ્લી ચેલેન્જ આપતો પત્ર છોટુભાઈના નામનો વહેતો કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. ભરૂચ લોકસભામાં મનસુખ ભાઈ અને છોટુભાઈ વસાવા સામસામે ચુંટણી લડે છે
**
*ગેહલોતની માઈન્ડ ગેમ રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલી સત્ર બોલાવાની કરી માગ*
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભાનું સત્ર બોલાવવા માટે રાજ્યપાલ કલરાજ મિશ્રાને એક પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તેમાં 31 જૂલાઈના રોજ સત્ર બોલાવાની માગ રાખવામાં આવી છે. જો કે, તેમાં ક્યાંય પણ બહુમત સાબિત કરવાની વાતનો ઉલ્લેખ કરાયો નથી.
*