રાજપીપળા શાકમાર્કેટમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા આજથી હોલસેલ શાકમાર્કટને તાળા માર્યા.

હોલેસલશાક માર્કેટને ચાર દિવસ બંધ રખાયો.

પણ બાજુમા જ શાકમાર્કેટનો શંભુ મેળો કરાતા શાકમાર્કેટમાં હકડેઠઠ ભીડ વચ્ચે સોશિયલ ડીસ્ટેસના ધજાગરા
ઉડયા!

રાજપીપળા,તા.૧૯

રાજપીપળા શાકમાર્કેટમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા હોસેલ શાકમાર્કેટને ચાર દિવસ બંધ રાખવાનો
નિર્ણય લેવાયો છે.જેના અનુસંધાને આજેસેલ શાકમાર્કેટને તાળામારી બંધ કરી દેવાયુ હતુ. પોલસેલ માર્કેટની
બહાર અને આજુબાજુની જગ્યાએ જ શાકમાર્કેટના પથારાઅને લારીઓ શરુ કરી દેવાતા લોકોની હકડેઠઠ ભીડ
જામતા શાકમાર્કેટનો શંભ મેળો કરાતા શાકમાર્કેટમાં હકડેઠઠ ભીડ વચ્ચે સોસયલ ડીસ્ટ્રેસના ધજાગરા ઉડયા હતા.
શાકમાર્કેટમા કોરોનાનુ સંક્રમણ ના ફેલાતા અને શાકભાજી ખરીદવા આવતા લોકો સંક્રમણનો ભોગના બને તે માટે
શાકમર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો પણ બકરું કાઢતા ઉંટ પેસવા જેવો ઘાટ ઘડાયો હતો
જોકે રાજપીપળામાં ગઇકાલે જ માલીવાડમા વધુ ચાર કેસો કોરોનાના નોંધાયા હતા, જેને અટકાવવા માર્કેટ બંધ કરવાનોનિર્ણય લીધો હતો. પણ બાજુમાજ શરુ કરેલ શાકમાર્કેટમાં આજે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. અનેખરીદી માટે પડાપડી કરતા સોસીયલ ડીસ્ટ્રેસના રીતસરના ધજાગરા ઉડયા હતા. મોટાભાગના એ તો માસ્ક પણપહેર્યા નહોતા. કોરીના કેસો એ માઝા મુકી છે ત્યારે નગરમાં લોકલ સંક્રમણ ક્રમશ: વધી રહયુ છે.જે ફરી એકવાર
ચીતાનો વિષય બન્યો હતો.
આજે રવિવાર ૧૯ થી ૨૨ જુલાઈ સુધી શાકમાર્કેટ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે ૨૩ મીએગુરુવારે માર્કેટ ખુલ્લુ કરાશે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા