♦️આજના મુખ્ય સમાચાર

*આજના મુખ્ય સમાચાર
*ખાનગી શાળાઓની દાદાગીરી ઓનલાઇન શિક્ષણ બંધ*
અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના માટે પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે. આ સાથે તેઓએ દાવો કર્યો કે ગુજરાતમાં નિર્ણય લાગુ પડશે અને તમામ ધોરણમાં આ નિર્ણય લાગુ પડશે.
**
લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, અંદાજિત 30 મીનિટ સુધી ચાલી મુલાકાત, બાબરી વિધ્વંસ મામલે 24 જુલાઈએ અડવાણીને વિશેષ કોર્ટમાં હાજર થવાનું છે
**
*પંચીલા લુણાગરિયા આત્મહત્યા કેસમાં આગોતરા જામીન ના-મંજુર*
આરોપીઓ વિરુદ્ધ ગુનો 306 114 મુજબ ગુનો દાખલ થયેલો જેના આરોપીઓ સંજય અગ્રવાલ તુષાર વેગડ આલોક ધંધાનીયાના ઓએ નામદાર સુરતની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા જામીન અરજી દાખલ કરેલી હતી જે જામીન અરજી ચાલી જતા કેસની અને ગુનાની ગંભીરતા જોતા ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવેલી છે હવે આરોપીના ધરપકડ થવાનો માર્ગ મોકલો થયો છે
**
*પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ચિમકી*
દિનેશ બાંભણીયાએ શિક્ષિત બેરોજગારો મુદ્દે કહ્યું હતું કે, 26 તારીખ સુધી સરકાર બેઠક નહીં કરે તો આંદોલન શરૂ થશે. સરકાર અમને વાત કરવા માટે પ્લેટફોમ નહીં આપે તો આંદોલન કરવામાં આવશે.ધારાસભ્યની પેટા ચૂંટણીમાં શિક્ષિત ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડશે. 8 હજાર ઉમેદવારો સમર્થન જાહેર કર્યું છે સોશિયલ મીડિયા પર આંદોલન ચાલશે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટેમાં ઇચ્છા મૃત્યુની માંગ કરવાની વાત રજૂ કરી હતી
**
*નીતીન પટેલે પત્રકાર પરિષદ*
ગુજરાતમાં શિક્ષકોના 4 હજાર 200ના ગ્રેડ પે મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરી હતી. પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે ઘણીબધી અફવાઓ ચાલે છે. શિક્ષકોને અગાઉ 4 હજાર 200નો જ ગ્રેડ પે મળતો હતો. પરંતુ કેટલાક લોકોએ ખોટી રીતે અર્થઘટન કર્યું કે સરકારે ગ્રેડ પે ઓછો કરી દીધો છે.જો કે પત્રમાં રહેલી વિસંગતતાને કારણે ગ્રેડ પે 4 હજાર 500માંથી 2 હજાર 800 થઈ ગયો હતો. પરંતુ સરકારે તે પત્ર જ રદ્દ કરી દીધો છે. પટેલે સ્પષ્ટતા કરી કે શિક્ષકોને જે ગ્રેડ પે મળે છે તેમા એક પણ રૂપિયો વધારવામાં આવ્યો નથી.
**
*સ્વદેશી ટેકનોલોજીથી તાપીમાં વિજળી ઉત્પન્ન થશે*
તાપીના કાકરાપાર અણુમથક પ્લાન્ટ દ્વારા સ્વદેશી ટેકનોલોજી અપનાવી 700 મેગા વોલ્ટ વીજળી ઉતપન્ન કરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે.આ પ્રસંગે પીએમ મોદી અને અમિત શાહે ટ્વીટ કરીને આ ઘટનાને મોટી સદ્ધિ ગણાવી હતી.ભારત દેશમાં પ્રથમવાર સ્વદેશી ટેકનોલોજી અપનાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવી હતી
**
*કોડીનાર કર્મચારીઓનો કાળી પટ્ટી બાંધી વિરોધ*
કોડીનાર એપીએમસીના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી હતી.માર્કેટ અધિનિયન વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો.આગામી ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. ગુજરાત સરકાર દ્વારા બજાર ધારામાં 25 જેટલા સુધારાઓને લઈ વિરોધ કર્યો હતો. 25 સુધારાઓમાંથી અમુક સુધારાઓ કર્મચારીઓ અને ખેડૂતોના હિત પર અસર કરવાનો આક્ષેપ છે આ બાબતે અનેક રજૂઆત છતાં યોગ્ય નિર્ણય ન આવતા કાળી પટ્ટી ધારણ કરી હતી
**
*દવાઓના કૌભાંડમાં ભાજપના શાસકોની સાંઠગાંઠ*
રાજ્યમાં નકલી ટોસિલિઝૂમેબ દવાના કૌભાંડમાં ભાજપના શાસકો સામેલ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે ભાજપના શાસકો અને મળતિયાઓ સાથે મળી અધિકારીઓ આ કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.વીએસના જે કર્મચારીની કૌભાંડમાં સાંઠગાંઠ સામે આવી છે, તેના પર ભાજપના નેતાઓના આશિર્વાદ છે
**
*સ્મૃતિવન મેમોરિયલનું કામ અધૂરૂ ભ્રષ્ટાચારની ગંધ*
નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ભુજના સ્મૃતિવન મેમોરિયલ નિર્માણનું કામ અધુરુ છે. અત્યાર સુધી 120 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં હજી પણ કામ અધૂરું છે. આઠ આઠ વર્ષથી પ્રોજેક્ટનું કામ તંત્ર દ્વારા પ્રગતી હેઠળ જ બતાવાઈ રહ્યું છે. સ્મૃતિવન નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટચાર આચરાયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરાયો છે.
**
*રાજકોટ ડેરીની ચૂંટણી 28 ઓગસ્ટે યોજાશે*
ચૂંટણી આગામી 28 ઓગસ્ટે યોજાશે. 14 બેઠક માટે આ ચૂંટણી યોજાશે. હાલમાં ચેરમેન ગોવિંદ રાણપરીયા છે અને ચૂંટણીની જવાબદારી ધોરાજીના પ્રાંત અધિકારી ગૌતમ મીયાણીને સોંપવામાં આવી છે. હાલ ગોવિંદ રાણપરીયા જૂથનું ડેરીમાં શાસન છે. ગોવિંદ રાણપરીયા જૂથ આ વખતે બાજી મારશે કે નહીં તેવી ચર્ચા થઇ રહી છે.
**
*પરેશ રાવલના ભાઇના જુગારધામમાં પોલીસનો દરોડો*
વિસનગરમાં ગૌરવપથ પર કૃષ્ણ સિનેમા પાસે આવેલી મથુરદાસ ક્લબમાં ચાલતા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ અને સગા કિર્તી રાવલના જુગારધામમાં મહેસાણા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ સહિત 20 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
**
*ઊના પાલીકાના પ્રમુખ ફાયરીંગ પ્રકરણ*
ઊના. ઊના નગરપાલીકાના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં હુમલાના આરોપીઓ એ નગર પાલીકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ તેમજ ભાજપ પ્રમુખ સહીત પાંચ સામે ફરીયાદ કરતા રાજકારણ ગરમાયુ છે અને તટસ્થ તપાસને લઈ પહેલા ભાજપ દ્રારા પણ આવેદન અપાયું હતું
**
*વાલીઓ તરફે હાઇકોર્ટે આદેશ*
સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલા લેવાના આદેશ આપ્યા છે રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે જેને લઇને લૉકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે.
**
*ખાનગી સ્કૂલોએ એકમ કસોટી રદ કરવા ઠરાવ કર્યો*
જિલ્લા શિક્ષણાધિકારીએ ધો 9 થી 12 ની એકમ કસોટી ફરજિયાત લેવાની સાથે શિક્ષકોને ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા અને વાલીઓને ઉતરવહીઓ શાળાએ પહોંચાડવાનો આદેશ કરતા જ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એનો જોરદાર વિરોધ નોંધાવીને તમામ 400 શાળાઓમાં એકમ કસોટી રદ્ કરવાનો ઠરાવ કર્યો હતો
**
*સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની દબંગગીરી*
શ્રમજીવીઓ સાથે મારવા અને ગાળો આપતા હોવાનું સામે આવ્યું છે જ્યારે બાઈકની ચાવી કાઢી સાઈડમાં લેવા પણ દબાણ કરે છેસુરત શહેર જિલ્લામાં પાલિકાના અધિકારીઓ રસ્તે જતા લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો દંડ વસૂલ કરે છે. ત્યારે પાલિકાના અધિકારીઓનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બાઈક ચાલક શ્રમજીવીઓ સાથે મારવા અને ગાળો આપતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાઈકની ચાવી કાઢી સાઈડમાં લેવા પણ દબાણ કરે છે
**
*પોલીસને આંદોલનના માર્ગે લઈ જનાર ત્રણની ધરપકડ*
ગાંધીનગર રાજ્ય પોલીસ બેડાના જવાનોએ ર800 ગ્રેડ-પેના મુદ્દે ઓનલાઈન આંદોલન શરૂ કર્યું હતું. જેના પગલે ચેતી ગયેલી સરકારે પોલીસ જવાનોને સોશ્યલ મીડીયાથી દુર રહેવા ચિમકી ઉચ્ચારી હતી. રાજ્યના પોલીસ વડાએ કહયું હતું કે ગ્રેડ-પેના મુદ્દે પોલીસને ઓનલાઈન આંદોલનના માર્ગે લઈ જનાર ત્રણ શખ્સો સામે ગાંધીનગરમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
**
*પાપી પેટનો સવાલ પ્રિન્સિપાલે શાકભાજીની લારી શરૂ કરી*
રાજકોટ ઇન્કમ ઘટી ગઈ પણ આવશ્યકતા અકબંધ રહેતા પ્રાઇવેટ સ્કૂલના પ્રિન્સિપાલે બપોર પછી શાકભાજીની લારીની શરૂઆત કરીને મહેનતનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યુ શાકભાજી વેચતા સ્કૂલના પ્રિન્સિપાલ સ્કૂલો બંધ છે અને ઑનલાઇન એજ્યુકેશન વચ્ચે પણ ફી બાબતે અનેક પ્રકારના અવરોધ આવી રહ્યા છે.
**
*સુરતમાં નાનાભાઈની પત્નીને મોટાબાપા લઈને ભાગી ગયા*
વેવાઈ-વેવાણ ભાગી ગયા બાદ બીજો કિસ્સો સુરતના વેવાઈ અને નવસારીના વેવાણ ભાગી ગયા બાદ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા દરમિયાન બંને પરત પણ આવી ગયા હતા જોકે ફરી ભાગી ગયા હતા સુરત પુણા પોલીસ સ્ટેશનમાં પરિણીતા દ્વારા એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેઠ વહુનો સંબંધ ખૂબ માન મર્યાદાવાળો હોય છે. જોકે, સમાજને કાળી ટીલા રૂપી ઘટના બની હતી
**
*મુંદરા કચ્છની હાઈવે હોટેલો નશા કેન્દ્રો બની?*
ભુજ સરહદી કચ્છમાં આવેલી અનેક હાઈવે હોટેલો પર દેશીવિદેશી દારૂ અને માદક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વધુ એક બનાવ બંદરીય મુંદરામાં બહાર આવ્યો છે. મુંદરા પોલીસે વવાર પાટીયા પાસે છસરા ગામની સીમમાં આવેલી જય મનસા બાબા છપરા બિહાર હોટેલ પર દરોડો પાડી ૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજા સાથે હોટેલ માલિકની ધરપકડ
**
*હવે ઈન્કમટેક્સની ચોરી કરનારાઓની ખેર નથી*
હવે ઈન્કમટેક્સની ચોરી કરનારાઓની ખેર નતી. આયકર વિભાગે આવા લોકોને પકડવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ અને કેન્દ્રી અપ્રત્યક્ષ કર અને કસ્ટમ બોર્ડે પહેલી વાર એક એમઓયુમાં હસ્તાક્ષર કર્યાં છે. તેના હેઠળ હવે બંને બોર્ડો એકબીજા સાથે નિયમીતરૂપે આંકડાઓ શેર કરશે. જેનો ફાયદો એ થશે કે, જે લોકો ભારી ભરખમ ટેક્સ નથી ભરતા અને ટેક્સની ચોરી કરી રહ્યાં છે
**
*સુરત શહેર ભાજપ પ્રમુખ રિપીટ નહી થાય?*
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની નવી ટીમ બનાવવાની પ્રક્રિયા શરૂગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણુંક થતા હવે આગામીની નજીકના દિવસમાં સુરત શહેર સંગઠન પ્રમુખની જાહેરાત પણ થશે તેમા હાલના શહેર પ્રમુખ નિતિન ભજીયાવાલાની વિદાય નિશ્ચિત મનાય છે
**
*કાલુપુર રેલ્વેસ્ટેશનમાં મુકાયું બેગેજ સેનેટાઈઝર મશીન*
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બેગેજ સેનેટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. ભારતીય રેલવેમાં સૌપ્રથમ મશીન કાલુપુર સ્ટેશન પર મૂકવામાં આવ્યું છે. કોરોનાના કેસને અટકાવવા માટે મશીન મુકાયું છે. રેલવે સ્ટેશનમાં આવતા તમામ મુસાફરો તેમની યોગ્યતા મુજબ માલ સામાન સેનેટાઈઝ કર્યા બાદ બોગીમાં મુકવામાં આવશે.માલ સામાનને સેનેટાઇઝર કરવા માટે નિશ્ચિત રકમ પણ ચૂકવવી પડશે
**
*ગુરૂ શિષ્યના સંબંધને લાગ્યું લાંછન*
અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગુરૂ શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. થલતેજમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે 13 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યુ હતુ.આરોપી શિક્ષકે એકાંતનો લાભ લઈને કિશોર સાથે આ દુષ્કૃત્ય કર્યુ હતુ. શિક્ષકે બાળકને કોઇને ન કહેવાની પણ ધમકી આપી હતી. જો કે બાળકને ડાયરીયા થઈ જતા દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરે તપાસ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની વાત રજૂ કરી હતી. જો કે સમગ્ર મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
**
*સુરત: માલિક પર જીવલેણ હુમલો કરી 1.80 લાખની લૂંટ*
સુરતના વરાછા વિસ્તારમાં મળસ્કે ડેરી માલિક પર જીવલેણ હુમલો કરી બે શખ્સોએ 1.80 લાખની લૂંટ કરી હતી. લૂંટની ઘટનાને અંજામ આપનાર બંને શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પોલીસે તપાસ શરૂ કરી છે.
**
ભાજપાની સરકાર કોઇપણ ઘટના કે બાબત પર પ્રજાલક્ષી નિર્ણય કે એક્શન લે છે ત્યારે જ કોંગ્રેસ કેમ આક્ષેપ કરે છે. કોંગ્રેસે ભાજપના પ્રજાલક્ષી નિર્ણયોની નિંદા કરવાના સ્થાને તેણે પ્રજાલક્ષી નિર્ણયો આવકારવા જોઈએ પ્રદેશ પ્રવક્તા
**
મોતના સોદાગર ટોસિલિઝુમેબના નામે સ્ટીરોઈડના ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ભાજપ સાથે સંકળાયેલા બોડી બિલ્ડરની ધરપકડ
**
અમદાવાદ વ્યાજખોરના ત્રાસથી પ્રહલાદનગરમાં રાસયણિકના વેપારીએ ફ્લેટના 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો
**
*કમિશનર બંછાનિધી પાની દ્વારા વેસ્ટઝોન રાંદેરમાં પાલ કોમ્યુનિટી હોલ ખાતે સોસોયટીના પ્રમુખ અને સ્થાનિક પ્રજસેવકોની સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી.જ્યાં કોવિડની પરિસ્થિતી સામે બચાવ કામગીરી અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી સાથેજ મહામારીના સંદર્ભે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ
**
ખાતર કૌભાંડ જોધપુરમાં મુખ્યમંત્રી ગેહલોતના મોટાભાઈના ઘરે EDની રેડ ગુજરાતમાં પણ ચાર સ્થળોએ દરોડા
**
સંપૂર્ણ સમર્પણભાવ અને પ્રમાણિકતાથી કાર્ય કરીને ગુજરાત ભાજપાના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રદેશ અધ્યક્ષ શ્રી નું આહવાન
**
ગેસ ચાલુ કર્યા વિના માત્ર 3 વસ્તુથી બનાવો એકદમ બજાર જેવા પેંડા, 15 દિવસ સ્ટોર કરી શકશો
**
સરકાર અમારી વાત નહીં સાંભળે તો ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન કરવામાં આવશે યુવરાજસિંહ જાડેજા
**
રામ મંદિરના ભૂમિ પૂજન પર શત્રુઘ્ન સિંહાએ સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર પહેલા કોરોના સામે લડે, અનેક ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરાયા છે
**
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ઓનલાઇન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમેન સેશે આ અનુમાન જારી કર્યું છે.
**
જુનાગઢ સિવીલ હોસ્પિટલનાં 142 જુનિયર તબીબોની હડતાળ
**
ઓમાનમાં બાંધકામ કરતી કંપની 17 દિવસથી બંધ દ.ગુજરાતના 150 કામદાર ફસાયા, આછવણીના યુવકે આપઘાત કર્યો
**
બની બેઠેલા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે, શિક્ષકોના ગ્રેડ પે ના નામે અફવાઓ: નીતિન પટેલ
*