આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે નિધન.

આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈ અંધેરી સ્થિત તેમના નિવાસસ્થાને તારીખ 16 -7- 2020 ને ગુરૂવાર ના રોજ અવસાન થયું છે સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય ના આત્મા ની શાંતિ માટે કલા પ્રતિષ્ઠાન પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરીને શાંતિ પ્રાર્થના કરે છે🙏🙏🙏🙏🌹🙏🙏 આચાર્યની આજકાલથી વિખ્યાત કાર્ટૂનિસ્ટ હાસ્યલેખક ડો. ઈન્દ્રદેવ આચાર્ય નો જન્મ તારીખ 17 નવેમ્બર 1926માં ઊંઝા ખાતે થયો હતો… અમદાવાદમાં બી.એ .થયા પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના ગહન વિષયમાં એમણે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી મલ્ટી નેશનલ ઓઇલ કંપનીમાં આર્થિક સલાહકાર ના ઉચ્ચ સ્થાને બિરાજી દીર્ઘકાલીન યોગદાન આપી જોઈન્ટ ફાઇનાન્સિયલ કંટ્રોલર પદેથી નિવૃત્ત પામ્યા… ચિત્રકળાની કોઈ જ પ્રકારની તાલીમ લીધા વિના અંતઃ પ્રેરણાથી જ તેમનો હાથ વ્યંગચિત્રો તરફ વળ્યો અને કાર્ટૂન ચિત્રો ની શરૂઆત ૧૯૪૭થી કરી ..૧૯૫૯માં જનસત્તામાં શરૂ થયેલી દૈનિક કૉલમ” આચાર્યની આજકાલ”થી લાગલગાટ 40 વર્ષ કરતાં પણ વધુ વર્ષ સુધી દૈનિક પોકેટ કાર્ટુન ની કોલમ ચલાવવી તે એક અજોડ સિદ્ધિ છે… ૧૯૮૪થી ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિ માં “ગામ ની ગમ્મત” માં દર સપ્તાહે ચાર કાર્ટુન ઉપરાંત “આનંદ મેળો” વિભાગમાં સંપાદક તરીકે કાર્ટુન સાથેના હળવા લેખો લખી પ્રજાને સિસ્ટ મનોરંજન પૂરું પાડ્યું છે આ સર્જક ના કાર્ટુનો વિશ્વભરના કાર્ટુન પ્રદર્શનોમાં પ્રદર્શિત થયા છે.. એ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતા “કાર્ટુન સંપુટ”માં સ્થાન પામ્યા છે 50,000 થી પણ વધારે કાર્ટૂન દોરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરનાર આ કલાકારને વિવિધ સન્માનો પ્રાપ્ત થયા છે ૧૯૯૨માં નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફ્ટ સોસાયટી તરફથી રાષ્ટ્રપતિશ્રીના હસ્તે “વેટરન આર્ટિસ્ટ એવોર્ડ” થી મળેલું સન્માન વિશેષ છે ..1997માં ગુજરાતી પત્રકારત્વમાં અમૂલ્ય યોગદાન આપનારાઓને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરાયા તેમાં ડો. ઈન્દ્રદેવ આચાર્ય ને કાર્ટૂન કલા ક્ષેત્રના પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.. તેમના કાર્ટુન સંગ્રહો પ્રકાશિત થયા છે ૧૯૬૬માં કેનેડા દ્વારા પ્રકાશિત “વિશ્વ કાર્ટુન” સંગ્રહમાં ભારતના પાંચ ચિત્રકારોના છઠ્ઠા ચિત્રોમાં ગુજરાતના બંસી વર્મા “ચકોર” અને ડો. ઈન્દ્રદેવ આચાર્ય ના કાર્ટૂન નો સમાવેશ કરાયો છે તેમના બે કાર્ટૂન સંગ્રહ “હાસ્ય ટોનિક” તથા “આચાર્યના વ્યંગ ચિત્રો “નામથી નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રગટ કરાયા છે “હાસ્ય ટોનિક “માં ૨૦૦ જેટલા માંદા અને સાજા એવા સૌને ગમ્મત કરાવે એવા વ્યંગચિત્રો સંગ્રાહાયા છે થોડા દિવસો પહેલા જ જામનગરના એ.એચ. જામી સાહેબ ના દુઃખદ અવસાને હજી કળ વળવા દીધી નથી બીજા ત્યાં બીજા કાર્ટૂનિસ્ટ અને સમર્થ સર્જક ડો. આચાર્ય ઇન્દ્રદેવના નિધનથી ગુજરાતના કલાજગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ઈશ્વર સદગત ના આત્મા ને શાંતિ આપે તેવી મંગલ પ્રાર્થના સાથે- ઓમ શાંતિ- ઓમ શાંતિ ઓમ શાંતિ..🙏