ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ. હેલ્મટ મરજિયાત કર્યા બદલ કોર્ટે રાજ્ય સરકાર સામે કરી લાલ આંખ. – સંજીવ રાજપુત.

હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો યુ ટર્ન, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો.

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટ માં PIL ની સુનાવણી થઇ.

સેન્ટ્રલ મોટોર વિહીકલ એક્ટ ૨૦૧૯ ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલમેટ ફરજિયાત છે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલ હતો, જે સમાચાર એક પ્રેસ નોટ દરમિયાન લોકો સુધી પોહ્ચાડવામાં આવેલ હતા.
આમ કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલ કાયદા માં ફેરફાર કરવું હોઈ તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજય વિધાન સભામાં પસાર થયેલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોઈ છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટીફીકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાઇ છે. પણ અહિયાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ ફક્ત રાજકીય હેતુ માટે ફક્ત પ્રેસનોટ આપીને શેહરીવિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરવામાં આવેલ હતું.
સેન્ટ્રેલ મોટોર વેહિકલ એકટ ૧૯૮૮ સેક્શન ૧૨૯ મુજબ ટુ વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદા માંથી મુક્તિ આપવામાં આવેલ છે. જે નિયમમાં સુધારો કરીને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત મોટોર વિહીકલ રુલ્સ ૧૯૮૯ માં ટુ વ્હિલમાં પાછળ બેસવા વાળી લેડીસ અને ૧૨ વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંને ને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાત માં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?
કેન્દ્ર સરકારના આકડા મુજબ વર્ષ ૨૦૧૮ માં ભારતમાં ૪૩૬૧૪ જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ ૨૦૧૬ માં ૩૫૯૭૫ હતો.એટલે ૨ વર્ષમાં ૯.૧૦% મૃત્યુઆંક વધી ગયો છે.
ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમકોર્ટ ના રોડ સેફટી કમીટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રેલ મોટોર વિહીકલ એકટના અમલીકરણનો રીપોર્ટ પણ માંગવામાં આવેલ હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ છે.
સુરત ના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા આ જાહેર હિતની અરજી કરવામાં આવી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદાર શ્રી સંજય ઇઝાવાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પીટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવેલ છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામેં પોતાની વાતો/દલીલો રજુ કરી શકે.