પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા પાઈપલાઈન રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ.
રાજપીપલા,તા.15
કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ કરાતા પાણીની પાઇપ લાઇનમા ભંગાણ સર્જાતા રહીશો મુશ્કેલીમા મૂકાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા કોલોની ખાતે વીજ કંપનીના સત્તાધીશો દ્વારાવીજ વાયરો લગાડવા ની કામગીરી હાલ ચાલી રહી છે . જેને લઇને આ લાઈનઅંડર ગ્રાઉન્ડ કરવાની હોવાથી ખોદકામની પ્રક્રિયા ચાલી રહી હતી. જે ખોદકામ કરતી વખતે મશીન પાણીની પાઇપને લાગી જતા
પાણીની પાઈપલાઈન તૂટીજવા પામી હતી .જેને કારણે પાણી લીકેજ થતા ઘરોમાં પાણીનો પુરવઠો બંધ થઈ જવાથી કેવડિયા કોલોનીનાનગરજનો પાણી વિના મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.કામદારો ની બેદરકારી ને કારણે પ્રજાને સહન કરવાનો વારો આવ્યો હતો.કાળજી રાખ્યા વિના આ રીતે પાણી ની પાઈપલાઈનો તોડી નાંખી નુકસાન પહોંચાડતા હોવાથી રહીશોમા જોકે તાત્કાલિક કેવડિયા કોલોની ખાતે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા આ પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરવાનીકામગીરી હાથ ધરવામાં આવી હતી.
તસવીર : જ્યોતિ જગતાપ ,રાજપીપલા