સરપંચ, તલાટીના સહયોગથી દરેક ગામમાં સ્ટીલ ની ઠાઠડી વિના મૂલ્યે આપવા રજૂઆત.
અગાઉ ૧૪ જેટલા ગામમાં ૨૯ જેટલી સ્ટીલની ઠાઠડી નિવૃત કર્મચારી મંડળે પૂરી પાડી છે.
રાજપીપળા, તા. 15
નર્મદા જિલ્લામાં માનવ મૃત્યુ સમયે ગામેગામ સ્ટીલની ઠંડીની વિનામૂલ્યે વિતરણ થાય એ માટે દરેક ગામના સરપંચ તલાટીના સહયોગથી દરેક ગામમાં સ્ટીલની ઠાઠડી વિના મૂલ્યે આપવા માટે નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળે તિલકવાડા ટીડીઓને લેખિત રજૂઆત કરી છે.
મંડળના પ્રમુખ છગનભાઇ વણકર ટીડીઓના લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર માનવ નું મૃત્યુ આવે છે, ત્યારે તેમના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવાની વેદના વસમી હોય છે. તેને માટે તાત્કાલિક વાસ કે વળી જેવા લાકડાની જરૂર ઊભી થાય શોકગ્રસ્ત કુટુંબની મુશ્કેલીમાં મુકાય જાય છે.
દરેક ગામે ગ્રામ પંચાયતો હોય છે, અને તેઓ પણ સુખકારી ના અનેક કાર્યો કરે છે. તો આ એક ઘણું જરૂરી અને કોઈના ધ્યાને ન આવે ઉમદા કામ છે. તે માટે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ને ગામમાં ઠાઠડી ની વ્યવસ્થા કરવા સૂચન કર્યું છે. આ મુશ્કેલી રૂપિયા ૩૫૦૦/- થી ૪૦૦૦ /- માહોલ થઇ શકે તેમ છે.આ કોઈ મોટું બજેટ નથી આ અંગે તલાટીઓની મળતી મિટિંગમાં આ અંગે રજૂઆત કરી દરેક ગામમાં પાણીની વ્યવસ્થા કરવા સૂચન કર્યું છે.
આ અગાઉ તિલકવાડા તાલુકામાં નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળે તિલકવાડામાં લોક નેતાઓ અને ગામ આગેવાનોના સહકારથી વજનમાં હલકી અને 100 કિલો વજન સહન કરે તેવી ૨૯ જેટલી સ્ટીલની આરટીઓ અને ૧૪ જેટલા ગામોને પૂરી પાડી છે. જે હવે દરેક ગામમાં આ પ્રવૃત્તિ શરૂ કરવા લેખિત રજૂઆત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા