હવે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર. IMA કોર કમિટીની બેઠકમાં નિર્ણય.

જામનગર: જામનગર જિલ્લામાં વધતા જતા કોરોનના કેસને ધ્યાનમાં લઈ હવે ખાનગી તબીબો પણ આ રોગની સારવાર કરશે. આ માટે તાજેતરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગરની કોર કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

જામનગરમાં પણ હવે મેગા સિટીની માફક કોરોના કેસની સંખ્યા વધી રહી છે. સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે હવે ખાનગી તબીબો પણ પોતાની હોસ્પિટલમાં આ રોગની સારવાર કરી શકે છે. આથી જ આઈએમએ જામનગરની કોર કમિટીની બેઠક તાજેરમાં સંસ્થાના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, જામનગરમાં હોમ આઈસોલેશન સુવિધા હાલ પણ કાર્યરત છે. જેમાં દર્દીની તેના ઘરે જ ડોક્ટર દ્વારા વીઝીટ કરવામાં આવે છે અને સારવાર કરવામાં આવે છે.

હવે કોવિડ હોસ્પિટલ જ બનાવશે એટલે કે કોઈ ખાનગી હોસ્પિટલમાં જરૃરી અને આવશ્યક સાધન-સામગ્રીની સુવિધા ઊભી કરી કોરોના પોઝિટિવ દર્દીને ત્યાં દાખલ કરવામાં આવશે અને ત્યાં સારવાર આપવામાં આવશે આગામી પંદરેક દિવસમાં આ સુવિધા જામનગરમાં શરૃ થવાની શક્યતા છે.