“નેપાળના P. M. કે. પી. શર્મા ઓલીને ઠપકો” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

જયારે જયારે સત્તા મેળવવી હોય કે સત્તા જવાની બીક હોય ત્યારે ભગવાન શ્રી.રામનુ કે એમના મંદિરનું શરણ લેવુ એ ભારતની આધુનિક પરંપરા છે.. અમે એ પરંપરાને પેટન્ટ નથી કરાવી. એનો તમે ફાયદો ઉઠાવી રહ્યા છો.. આવુ ચલાવી લેવામા નહી આવે.. કહી દુ છું હા… અત્યારે સાહેબ અને મોટાભાઈ રાજસ્થાન કટોકટીમાં નજરો રાખીને બેઠા છે એટલે… બાકી તો તમારા આ વાહિયાત સ્ટેટમેન્ટ ને સમગ્ર ભારતનુ હડહડતું અપમાન ધોષિત કરવામા આવત.. તમે કહો છો ભગવાન રામ નેપાળના એક વીરગંજ પાસેના નાનકડા ગામડા મા જન્મ્યા હતા..
એટલે અમારે માની લેવાનુ.. કાલ ઉઠીને ઈમરાનખાન કહેશે કે ભગવાન કૃષ્ણ કરાંચીમા જન્મ્યા હતા.. ચીન કહેશે કે શીવનુ પ્રાગટય શાંગાઈમા થયુ હતુ.. અમેરિકા કહેશે બ્રહ્મા બ્રાઝિલમાં અને ઓસ્ટ્રેલિયાવાળા ભગવાન વિષ્ણુનો બોર્ન મેલબોર્ન મા કરાવશે તો અમારી પાસે તો ખાલી માતાજી જ વધશેને.. વાત કરો છો.. અમારા શાંતિપ્રિય સંતો તમે શર્મા છો એટલે થોડા સોહાર્દપૂર્ણ વર્તી રહ્યા છે.. બાકી કોઈ સૈયદ આવુ બોલ્યો હોત તો.. તમને ખબર પડત.. વાત કરો છો…
કેટકેટલી કુરબાની પછી અમે માંડ ભગવાન રામને તમારી વિચારધારા મુજબની કથિત અયોધ્યામા થાળે પાડયા છે.. ખોદકામ કરતી વખતે પત્થરોના પુરાવા પણ આપ્યા છે.. સુપ્રીમ કોર્ટે પણ સંમતિ આપી છે.. વાત કરો છો..
પહેલા તમે તમારા વીરગંજમા બાબરી મસ્જિદ ઉભી કરો.. અમે કારસેવા કરીએ.બાબરી ધ્વશં કરીએ. ગોધરામાં ટ્રેન ઊભી રાખીએ.. એ પછી પણ ધણીબધી ધટનાઓ થાય ત્યારે એક અયોધ્યા પૂર્ણરૂપે અયોધ્યા બને છે.. વાત કરો છો…
આમ તો તમારા સ્ફોટક નિવેદનથી દેશના ધણા બધાને કોઈ રસ નથી.. કારણ કે તેઓ નોકરી ધંધાવાળા છે.. પણ જે ન-કામા છે.. અથવા રામ જ જેમનુ કામ છે તેવા લોકો માટે આ અંત્યત સંવેદનશીલ મુદ્દો છે.. પણ એક હિન્દુ રાષ્ટ્ર ને બીજા હિન્દુ રાષ્ટ્ર સાથે લડવામાં કાંઈ મજા ન આવે એટલે અમારા સંતો સમસમીને બેસી ગયા છે..
ભાઈ..ઓલી..જોઈએ તો લીપુલેહ કે કાળાપાણી જેવા એકાદ બે વિસ્તારો હજી લઈ લે.. અરે અમારૂ આખુય રાષ્ટ્ર લઇ લે.. અમે તો 133 કરોડ લોકો અમારી પવિત્ર ભૂમિ પાવનભુમિ અયોધ્યામાં સાંકડમાંકડ પડ્યા રહીશુ.. અમે વિસ્તારવાદી નથી રામવાદી છીએ.. મંદિરવાદી છીએ..
અત્યાર સુધી તમે અમારા ખોળામાં રમતા હતા હવે ચીને તમને ગોદ લીધા.. તો અમે પણ અમેરિકાના ઘોડિયે ઝુલીએ છીએ.. ભાગેડુ,ખોટા,જાલસાજ ગૂનેગારો માટે તો એકમાત્ર તમે જ આવનજાવનની તક છો.. આવુ ન કરો..
સીતામાતા નેપાળના હતા. તો સીતા જેવી સહનશીલતા રાખીને રામને નેપાલી ન બનાવો… અમારા રામ તો ભારતના અયોધ્યામા જન્મવા જોઈએ….
અયોધ્યા સાહેબની જ નહિ. ભાગવત સાહેબની પણ દુખતી નસ છે.. આવુ ન કરો હજી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મા અમે તમને પણ બોલાવવાના છીએ..
હજી પણ સ્ટેટમેન્ટ બદલી શકાય એવી તમામ શક્યતા છે..બદલી નાંખો નહિતો અમારા ભારતના ઓરિજિનલ અસલી અયોધ્યાવાળા ભગવાન રામ તમને કદી માફ નહિ કરે…
બાય ધે તમારા રાષ્ટ્રીય પ્રજાતંત્ર પક્ષના નેતા છે ‘કમલ’ થાપા..છે એટલુ યાદ રાખજો..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા