જામનગર એસ.ટી. ડેપો દ્વારા લાંબા અંતરની બસ રૃટ શરૃ કર્યા છે. આમ છતાં હજુ ડેપોનો એક દરવાજો બંધ રાખવામાં આવ્યો છે. જેથી મુસાફરોને મુશ્કેલી નડી રહી છે. સત્વરે આ દરવાજો ખોલી નાંખવો જોઈએ.
જામનગરના સામાજિક કાર્યકર પ્રફૂલ કંસારાએ એસટીના વિભાગીય નિયામકને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે પહેલા અમૂક બસ રૃટ શરૃ કર્યા હતા. તાજેતરમાં અનલોક-૨ દરમ્યાન લાંબા અંતરની બસ રૃટનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.
આમ છતાં એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને એક દરવાજો આજે પણ બંધ રાખવામાં આવ્યો છે. પરિણામે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. બસમાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ઈ-ટિકિટની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો પછી દરવાજો બંધ રાખવાનો મતલબ શું? સત્વરે બંધ દરવાજો ખોલી નાંખવો જોઈએ. જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે અને મુસાફરોની હાલાકી પણ ઘટશે.