~ બે સામાન્ય વ્યક્તિની હૃદયસ્પર્શી પ્રેમકથા, આ ચેનલ પ્રસારિત કરશે આ સુંદર પ્રેમ અને આશાની વાર્તા કારણકે તે સ્વર્ગવાસી અભિનેતાને એક દિલથી શ્રદ્ધાંજલી છે ~
26મી જૂન, 2020: એચએસએમ ગ્રામ્ય માર્કેટમાં તેના એકત્રિત દર્શકોના બેઝને વધારવાની સાથે, ઝી તાજેતરમાં ફરીથી એફટીએ (ફ્રી-ટુ-એર) સ્પેસમાં ઝી અનમોલની સાથે ડીડી ફ્રી ડીશ પર પરત ફર્યું છે. પ્રસિદ્ધ જીઇસી ચેનલે હંમેશા ગ્રામીણ દર્શકોના મનોરંજનની જરૂરિયાત તથા પ્રાથમિક્તાને પૂરી પાડવા તેના શોની વિશાળ રેન્જની સાથે ઉત્સાહિત છે. ભારતે તાજેતરમાં જ હજારો દિલોની ધડકન એવા સુશાંત સિંઘ રાજપુતને ગુમાવ્યો છે, ત્યારે આ ચેનલ તૈયાર છે, તેના સૌથી ચહિતા શો જેને તેનું નામ ઘર-ઘરમાં જાણિતું કર્યું છે, તેને પરત લાવી રહી છે. પ્રતિભાશાળી ટેલિવિઝન અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપુતને શ્રદ્ધાંજલી આપતા ઝી અનમોલ તૈયાર છે, તેના સૌથી પ્રસિદ્ધ શો, પવિત્ર રિશ્તાના પુનઃપ્રસારણ માટે, જે પ્રસારિત થશે દર સોમવારથી રવિવાર, સાંજે 4થી 6 વાગે.
સ્વર્ગવાસી અભિનેતાને તેને માનવ દેશમુખનું પાત્ર જે પ્રમાણિક્તા અને પરિવપક્વતાથી નિભાવ્યું હતું તેના માટે તેને ખૂબ જ યાદ કરવામાં આવશે. આ એ સમય છે, જ્યારે દેશ તેની યાદને હજી પણ જાળવી રાખવા ઇચ્છે છે ત્યારે જૂઓ અભિનેતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સને, ઝી અનમોલ પ્રયત્ન કરી રહ્યું છે કે, તે શોના દર્શકોની સાથે ફરીથી જોડાઇ અને તેમને સુશાંતના પ્રેમમાં પાડશે. આ અભિનેતાને દિલથી શ્રદ્ધાંજલી આપવા માટે તેને ખાસ ફરીથી પ્રસારિત કરવામાં આવશે અને તેની પ્રતિભાને દર્શાવીને દરેકને ભાવુક બનાવશે.
બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ, પવિત્ર રિશ્તાએ એક પ્રેમકથા છે, જેની વાર્તા બે સામાન્ય મધ્યમવર્ગિય પરિવારમાંથી આવે છે. માનવ દેશમુખએ એક સામાન્ય ગેરેજ મિકેનિક અને તેના પરિવારનો સૌથી મોટો સહકાર છે. અર્ચના કરન્કર (પાત્ર કરી રહી છે, અંકિતા લોખંડે) એ એક સામાન્ય મધ્યમ વર્ગિય છોકરી છે, તે બધાથી વધુ તેના પરિવારને આગળ રાખે છે. ઘણી મુશ્કેલી બાદ, માનવ અને અર્ચના તેમના સપના પૂરા કરે છે, જેનાથી તે લગ્નબાદ વધુ મુશ્કેલીને આવકારે છે. તેમના જીવનની પ્રેરણાદાયી મહેનત તથા તેમના એકબીજા પ્રત્યેના પ્રેમને જૂઓ. શોમાં બે અલગ-અલગ વ્યક્તિત્વની વચ્ચેના પવિત્ર સંબંધને દર્શાવવાની વાર્તા છે. સુશાંત સિંઘ રાજપુત અને અંકિતા લોખંડે અહીં, માનવ તથા અર્ચનાના પાત્રમાં છે, આ શોમાં આ ઉપરાંત સવિતા પ્રભુને, પરાગ ત્યાગી, ઉષા નાડકર્ણી સહિતના અન્ય કલાકારો અગ્રણી ભૂમિકામાં છે.
પ્રેમ અને આશાની આ અદ્દભુત વાર્તાની ફરીથી મુલાકાત લેવા માટે જૂઓ, પવિત્ર રિશ્તા દર સોમવારથી રવિવાર, સાંજે 4થી 6ની વાગે, ફક્ત ઝી અનમોલ પર!