mask વગર ગાંધીનગર સચિવાલયમાં પ્રવેશ કર્યો ,તો દંડ ભરવો પડશે

ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસને હજુ સુધી કાબુમાં લેવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે સોમવારે ગાંધીનગર જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા, તાલુકા વિકાસ અધિકારી, દહેગામ, કલોલ અને માણસાના ચીફ ઓફિસરને પત્ર લખીને જાણ કરી છે કે કોરોનાને રોકવા માટે માસ્ક ફરજિયાત છે. ત્યારે માસ્ક નહી પહેરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે. જેમાં ગાંધીનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરીને દંડ વસુલવો. તેમજ જુના અને નવા સચિવાલયમાં માસ્ક વિના આવતા લોકો પાસે દંડ વસુલવો, તો ગાંધીનગરના આંતરિક વિસ્તારમાં પણ પોલીસને તૈનાત કરવા માટે સુચન કર્યુ છે. આ પેટર્ન થી ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકામાં પણ કાર્યવાહી કરવા જણાવ્યુ છે.