ડૉક્ટરોની ચેતવણી- ‘ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો’*

Covid-19 Crisis : દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે. આ દરમિયાન સમાચાર એજન્સી એએફપી સાથે વાતચીત કરતા દિલ્હીની મેક્સ હૉસ્પિટલના ડૉક્ટર દેવેન જુનેજાએ કહ્યુ કે કોરોનાના ખરાબ તબક્કા માટે દરેક લોકોએ તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યુ, “કોરોના ક્યારે ઝડપ પકડશે તે કહેવું મુશ્કેલ છે. આપણે બધા સારી આશા રાખી રહ્યા છીએ પરંતુ તેની સાથે આપણે માનસિક અને શારીરિક રીતે કોરોના સામે લડવા માટે તૈયાર રહેવું જોઈએ.” ડૉક્ટર જુનેજાના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ સાથે જ હૉસ્પિટલમાં બેડની માંગ ખૂબ વધી છે. આ કાળમાં તેમના પર દબાણ વધી રહ્યું છે. તેઓ એકબીજાની હિંમત વધારી રહ્યા છે. દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે. અહીંની એક નર્સ જ્યોતિ ઈસ્ટરનું કહેવું છે કે તેમને પણ ડર લાગે છે, કારણ કે કોરોના ક્યારે અને કેવી રીતે તેમના પર હુમલો કરશે તેની ખબર નથી. ડૉક્ટર અને નર્સ માટે પીપીઈ કીટ પહેરીને કામ કરવું ખૂબ જ પડકારભર્યું છે. અહીંની એક નર્સ વિનીતા ઠાકુરનું કહેવું છે કે ગરમીના સમયમાં આ કિટને વધારે સમય સુધી પહેરવા માટે માનસિક અને શારીરિક તાકાતની જરૂર પડે છે..સોર્સ. વાઇરલ.