*રાઈઝઅપ પ્રી સ્કૂલ દ્વારા નાના બાળકોને અનોખી જાણકારી આપતા એકઝીબિશનું આયોજન કરાયું*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદની રાઈઝઅપ પ્રી સ્કૂલ દ્વારા નાના ભૂલકાઓ માટે એક અનોખા એકઝીબિશનનું આયોજન કરાયું હતું.
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ રાઈઝઅપ પ્રી સ્કુલ
દ્વારા એક નવીન પ્રયોગ કરીને સ્કૂલમાં ભણતા નાના બાળકો માટે અત્યારથી જ એક અનોખું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે જેમાં પ્રી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા બાળકો માટે વિવિધ પ્રવુતિ જેવી કે ચેસ રમવી, કઈ રીતે ખેડૂત ખેતી કરે છે? કઈ રીતે દૂધનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે આ બધી વિવિધ પ્રવૃત્તિ ઉપર એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ ઉપરાંત બાળકોના મગજનો વિકાસ થાય તર માટે મગજ શક્તિનો ઉપયોગ કરતી રમતો ચેસ અને અન્ય રમાડવામાં આવી હતી. હાલમાં પ્લે સ્કૂલમાં સો થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે હાલના સમયમાં બાળકોને મોબાઈલ ટીવીની લત છોડાવવા માટે આ પ્લે સ્કૂલ દ્વારા એક નવીનતમ પ્રયોગ કરવામાં આવ્યો જેમાં બાળકોને હાલના જીવિત પ્રાણીઓ સિવાય ભવિષ્યમાં લુપ્ત થયેલ વિવિધ પ્રાણીઓ જેમ કે ડાયનાસોર, સેબરટૂથ અને ટાઈમએજથી લઈ આઈસ એજ સુધીના અન્ય પ્રાણીઓ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. જેથી બાળકોમાં ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાનથી પરિચિત બને અને પ્રોત્સાહિત થાય અને જિજ્ઞાસા કેળવાય. આ આખા અનેરા પ્રયોગ વિશે પ્રી સ્કૂલના ડાયરેક્ટર સાધનાબેન રાવલ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આજકાલ બાળકો મોબાઈલ અને ટીવી જોવામાં તલ્લીન રેહતા હોય છે
ત્યારે આવી પ્રવુતિના આયોજન થકી બાળકો કાંઈક કરી બતાવવાની પ્રવુતિ તરફ આગળ વધે અને તેનો વિકાસ થાય તે અર્થે દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ખાસ કે આ દરમ્યાન બાળકોના વાલીઓનો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે અને મળતો રહે છે.