રાજપીપળામાં કેમેરાની ત્રીજી આંખ આડેધડ વાહનો ચલાવતા વાહનચાલકો અને આડેધડ પાર્ક કરતા વાહનો સામે બાજનજર રાખશે.

ઇ-ચલણ ઇશ્યૂ કરવાની પુનઃશરૂઆત કરવામાં આવી.
રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જશે.
રાજપીપળા,તા. 7
કોરોના ના લોકડાઉન માં થોડા સમય માટે રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે ચલણથી દંડ કરવાની પ્રક્રિયા સ્થગિત કરી હતી. પણ હવે અનલૉક -1 ચાલુ થતાં ફરીથી દંડની કાર્યવાહી નર્મદા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
જેમાં કોરોના સંકટ મા તા. 25 માર્ચ થી તા. 31 મે સુધી લોકડાઉન જાહેર થયું હતું, ત્યારબાદ તા. 1 લી જુનથી અનલોક-1 ચાલુ થયું છે. તેથી હવે સામાન્ય વાહન વ્યવહાર પણ ચાલુ થઇ ગયો છે. ત્યારે રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને તા. 5 જૂન થી ઈ ચલણ ઇશ્યૂ કરવાની પુનઃ શરૂઆત કરવામાં આવી છે.આ તમામ લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે અનુરોધ કર્યો છે.
આમ હવે ફરીથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઈ-ચલણ દંડની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. તેથી હવે રાજપીપળા શહેરમાં ટ્રાફિક ના નિયમોનો ભંગ કરશે તો સીસીટીવી કેમેરામાં વાહનના નંબર સાથે ફોટા પાડી જશે અને તેને ચલણ નથી દંડ ભરવો પડશે, તેથી હવે કેમેરા ની ત્રીજી આંખ આડેધડ વાહન ચલાવતા સંચાલકો અને આડેધડ પાર્ક કરતા વાહનો સામે બાજ નજર રાખશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા