હા, હવે તમે મને માસ્ક સાથે પણ ઓળખી શકશો. રાવલ સ્ટુડિયોના Daxesh Raval તમને મદદ કરશે. શંખનાદ : શૈલેશ રાવલ.

*Yes, now my identity is my I’MASK..!*
*હા, હવે તમે મને માસ્ક સાથે પણ ઓળખી શકશો.*
*રાવલ સ્ટુડિયોના Daxesh Raval તમને મદદ કરશે.*
*શંખનાદ : શૈલેશ રાવલ*
*9825072718*

Now the new world Identity is I’Mask ..
હા, હવે માસ્ક વગર ચાલવાનું નથી, એ હકીકત છે, તો પછી હસતા હસતા તેને એક ફેશન અને I card તરીકે સ્વીકારી સૌ પોતાના કામમાં સરળતા વધારે તેનો નાનકડો પ્રયાસ અમે કર્યો છે. હા મેડિકલ માસ્ક કોરોના સંક્રમણ ની વેક્સિન કે દવા ના આવે ત્યાં સુધી એક સબળ શસ્ત્ર છે, જે કોરોના વાઇરસ ને નાક વાટે ફેફસામાં પહોંચતા અટકાવવાનું પ્રથમ સરળ સ્ટેપ છે.
પણ માનવજીવન માં સર્વસામાન્ય કાર્યોમાં વ્યક્તિની ઓળખ ચહેરાથી સ્થાપિત થાય છે. ખાસ કરીને બેંક, atm કેબિન, ઓફિસ સ્કુલ કોલેજ કે અન્ય સરકારી કચેરીઓ વગેરે જગ્યાએ કે પછી સલામતી માટે લાગેલી સીસીટીવી સિસ્ટમ માં પણ ચહેરાની પહેચાન જરૂરી છે.
આવનારા ઓછામાં ઓછાં બે ત્રણ વર્ષ સુધી જો માસ્ક પહેરવા ફરજિયાત થવાના છે તો અનેક જગ્યાએ વ્યક્તિ ઓળખની મુશ્કેલીઓ પણ આવશે જ, તેનો સરળ ઉપાય એટલે આ આઇ.કાર્ડ માસ્ક, અમારા રાવલ સ્ટુડિયો પર આવો, એક નવી તસવીર ક્લિક થાય અને પછીના માત્ર ગણતરીના સમયમાં જ તમારું અનોખું આઇ.કાર્ડ માસ્ક તૈયાર થઈ જશે.. હા તેના માટે એક મુલાકાત અને નવી તાજી તરોતાજા તસવીર પહેલી જરૂરિયાત છે.
લોકડાઉન સમયમાં નાના નાના સ્ટુડિયો, ફોટોગ્રાફર કે જે લગ્ન સમારંભ અને અન્ય ફંકશન ફોટોગ્રાફી કરનારા અમદાવાદ, ગુજરાત અને ભારતભર ના અનેક ફોટોગ્રાફર કામ વગર મુશ્કેલીમાં આવી ગયા હતા, ત્યારે માત્ર ટાંચા સાધનો સાથે ક્રિએટિવ કાર્ય કરીને એક તસવીર આઈડિયા એ ફોટોગ્રાફી વ્યવસાયમાં નવી ઉત્સહભરી ચિનગારી પ્રગટાવી છે.
માસ્ક વિથ આઇડેન્ટી નો આ એક નવો પ્રયોગ સમાજના અનેક પ્રશ્નોનું સોલ્યુશન કરશે, જ્યાં ઓળખ જરૂરી છે તે તમામ જગ્યાએ માસ્ક દુર કર્યા વગર વ્યક્તિની ઓળખ માટે આ આઇ.કાર્ડ ની ગરજ સારતા માસ્ક માત્ર ફેશન નહિ પણ તેનાથી એક પગલું વધારે પ્રાયોગિક ધોરણે તે ઓળખની પરિભાષા બની શકે છે. મેડિકલ મસ્કની ઉપર આ કોટન કાપડ પર પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવાતું માસ્ક સિંગલ લેર છે, તે વોશેબલ છે,
ગુજરાતના અને ખાસ કરીને નાના ટાઉન કે શહેરોમાં સામાન્ય તસવીરકાર માત્ર એક કલર પ્રિન્ટર અને બીજું નાનકડું કાપડ પર પ્રિન્ટ કરી શકે તેવું મશીન ઇન્સ્ટોલ કરીને કપડા પર વિવિધ ચિત્રો કે અન્ય પ્રિન્ટ કરી શકતા હતા તે વાત ને અમારા વિશેષ પ્રયત્નો પછી એક એક માસ્ક પર જુદા જુદા વ્યક્તિઓ ના ચહેરા ને માસ્ક સ્વરૂપે એકદમ પોતીકો ચહેરો જ હોય તેવી સ્વચ્છ ઈમેજ ઉપસાવવા થોડો વધારે પ્રયાસ કરવો પડ્યો, તેમાં પણ માસ્કની કિંમત અને સ્વાસ્થ્ય બંને બાબતો બેલેન્સ કરી કિંમત નો પણ તાલમેલ જળવાય તે પણ જરૂરી હતું.જે રાવલ સ્ટુડિયો દ્વારા પૂર્ણ કરાયું, અને માત્ર 100 રૂપિયા જેવી કિંમતે આ માસ્ક તૈયાર કરી લોક ઉપયોગી બનાવ્યું છે, હજુ બલ્ક પ્રોડક્શન માસ્ક મળે તો થોડી કિંમત ઓછી થઈ શકે તેમ છે.
સૌથી અગત્યની વાત એ છે કે સ્ટુડિયો તથા ફોટોગ્રાફી વ્યવસાયને આત્મનિર્ભર કરવા, અને બેંક ઑફિસો કે અન્ય જગ્યાએ જ્યાં વ્યક્તિ ઓળખ જરૂરી છે ત્યાં, અને તેવા દરેક વિભાગમાં કોરોના સાવચેતી માટે મેડિકલ માસ્ક ઉપરાંત આ આઇ.કાર્ડ માસ્ક નો આગ્રહ અમલમાં મૂકવો જોઈએ… હા, એ તો ભવિષ્યની વાત, પણ જો આપને આવા માસ્ક આઇ.કાર્ડ, કે ફેશન માસ્ક જે રીતે કુતૂહલ પૂરું કરવું હોય, એકાદ ટ્રાયલ માસ્ક કે ટેસ્ટ માસ્ક કરાવવો હોય તો કોઈ નો નહી આપનો પોતીકો એક માસ્ક જરૂર બનાવવો જ જોઈએ..
માસ્ક સાથે પણ તમને તમારા નજીકના તમને પોતીકી પહેચાન થી ઓળખે તે માટે એક પ્રયાસ જરૂર કરજો…
ઉપરોક્ત તસવીરમાં નામ અને ફોન નંબર આપની સહાય માટે જ આપ્યો છે.