મુંબઈ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું હબ ગણાય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારને સૂચનો આપતા એક ચોક્કસ ગાઇડલાઇન જારી કરીને મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે શૂટિંગો શરૂ કરવાની મહારાષ્ટ્ર માટે પરમીશન આપી છે. તેને ધ્યાને લેતા, ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રી પ્રમાણમાં ખુબ નાની હોવા છતાં હજારો કલાકારો કસબીઓ આના પર આધારિત છે. ખાસ કરીને નાના મ્યુઝીક આલ્બમોનો વ્યવસાય ગુજરાત માં ખુબ મોટા પાયે પાગરેલો છે અને અનેક લોકોની રોજીરોટી આના પર આધારિત છે.
આજે મેં ગુજરાત ના મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી ને ગુજરાત ના કલાકારો અને કસબીઓ વતી એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગુજરાત માં પણ આવી ચોક્કસ ગાઇડ લાઇન બનાવી તાત્કાલિક અસરથી આવા શુટિંગ શરૂ કરવા માટે મંજુરી આપવામાં આવે. અમને આશા છે કે સરકાર અમારી આ વિનંતી ને ત્વરીત ધ્યાન પર લેશે.. આભાર..
અભિલાષ ઘોડા
૯૮૯૮૦૩૨૪૪૩