દેડીયાપાડા તાલુકાના રાંભવા બસ સ્ટેશન પાસે સ્વીફ્ટ ગાડી માંથી દારૂ પકડાયો.
નંબર પ્લેટ વગરની મારુતિ સ્વીફ્ટ કાર માંથી અલગ અલગ બ્રાન્ડની કુલ ટોટલ નંગ.307 કિ રૂ. 1,42,570/- મોબાઇલ ફોન તથા મારુતિ કાર કિ. રૂ.300000/- મળી કુલ કિ.443070/-નો મુદ્દામાલ ઝડપાયો..
એક આરોપી ઝડપાયો, એક ફરાર.
રાજપીપળા,તા. 2
દેડીયાપાડા તાલુકાના રાંભવા બસ સ્ટેશન પાસે સ્વીફ્ટ ગાડી માંથી દારૂ પકડાયો છે.નંબર પ્લેટ વગરની મારુતિ સ્વીફ્ટ કાર માંથી અલગ અલગ બ્રાન્ડની કુલ ટોટલ નંગ.307 કિ રૂ. 1,42,570/- મોબાઇલ ફોન તથા મારુતિ કાર કિ. રૂ.300000/- મળી કુલ કિ.443070/-નો મુદ્દામાલ ઝડપાયો છે.જેમાં એક આરોપી ઝડપાયો છે , જયારે એક ફરાર થઈ જતાં દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ફરિયાદી એમ.આઈ.શેખ ઇન્ચાર્જ પી.એસ.આઇ દેડીયાપાડા એ આરોપી મીન્ટુસિંહ ભૂરુસિંહ સીસોદીયા (રાજપૂત )(રહે,ખાદરા, તા.માવલી, જી.ઉદયપુર રાજસ્થાન) તથા કલ્યાણસિંહ સિસોદિયા ( રહે, કુરાબડ જી. ઉદયપુર રાજસ્થાન ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ પકડાયેલા આરોપી મિન્ટુસિંહ ભૂરુંસિંહ સીસોદીયા એ નંબર પ્લેટ વગરની મારુતિ સ્વીફ્ટ કંપનીની કાર સફેદ કલરની કારમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો અલગ અલગ મળી આવ્યો હતો.જેમાં કુલ બોટલ નંગ.307 કિ રૂ. 1,42,570/- મોબાઇલ ફોન તથા મારુતિ કાર કિ. રૂ.300000/- મળી કુલ કિ.443070/-નો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાઈ ગયો હતો.તથા આરોપી કલ્યાણસિંહ નાસી જતાં તેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરૂદ્ધ પ્રોહી એક્ટ કલમ 65 એ,ઈ 98 (2), 81, 16(2 )મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા