અમદાવાદ, 25 મે, 2020 – ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ઝુમ ઉપર ‘મેમ્બર્સ ઓરિએન્ટેશન મીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વર્તમાન સદસ્યો અને ભાવિ સદસ્યોને ફ્લો અંગે જાણકારી પ્રદાન કરવાનો તથા વર્ષ 2020-21 માટે તેના વિઝન અને મીશન અંગે માહિતી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઓરિએન્ટેશન ચેરપર્સન તરૂણા પટેલના નેતૃત્વ હેઠળ પદાધિકારીઓ દ્વારા યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન બિઝનેસ અને સ્પિરિચ્યુઅલ ગુરૂ શ્રી ગુરુજી જી. નારાયણ અને અમદાવાદના મેયર બિજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વર્ષ 2020-21 માટે પદાધિકારીઓના ઔપચારિક પરિચય આપવામાં આવ્યો હતો, જે દરમિયાન પદાધિકારીઓએ ફ્લોના સભ્ય તરીકે તેમના અનુભવો વર્ણવ્યાં હતાં તથા તેમના જીવનમાં ફ્લોની મહત્વતા વિશે જાણકારી આપી હતી.
આ પ્રસંગે મેયર બિજલબેન પટેલે જણાવ્યું હતું કે, “એક મહિલા તેના પરિવારની માર્ગદર્શક હોય છે અને પરિવારમાં તેમની મહત્વતાને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે. મહિલા તેના જીવનમાં વિવિધ ભુમિકા ભજવે છે તથા પરિવારને જોડે છે. લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ તે મજબૂત અને સુંદર પ્રકારે પોતાની ભુમિકા ભજવે છે. ” મેયર શ્રીમતી બિજલબેન પટેલે દરેક વ્યક્તિને આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવા અપીલ કરી હતી તેમજ ચેરપર્સન તરૂણા પટેલને નવી ભુમિકા માટે શુભેચ્છા પાઠવી હતી.
ચેરપર્સન તરૂણા પટેલે ફ્લોના પ્રેસિડેન્ટ જહાનાબી ફુકનના મહિલાઓની મજબૂત કામગીરી અને આજીવિકા માટે આ વર્ષના વિઝનને રજૂ કર્યું હતું તેમજ 4ડી થીમ (ડિફાઇન-ડિઝાઇન-ડેલિગેટ-ડિલિવર) સાથે ફ્લો અમદાવાદના પોતાના વિઝન અને મીશનને પણે પ્રસ્તુત કર્યું હતું.
તેમણે આણંદના એમપી શ્રી મિતેશ પટેલ સાથે મળીને આદર્શ ગ્રામ યોજના હેઠળ અંબાવ ગામને દત્તક લેવાની પહેલ અંગે વાત કરી હતી. તેઓ ત્રણ એનજીઓ – નિવેદિતા ફાઉન્ડેશન, માનવસાધના અને ડ્રિમ્સ ફાઉન્ડેશન સાથે પણ મળીને કામ કરશે. કામગીરીમાં જમીની સ્તરે કૌશલ્ય વર્ધન અને સીએસઆર પ્રવૃત્તિઓ યોજવી તથા એનઆઇઆઇટી/આઇટીઆઇ/આઇઆઇઆઇએમ અમદાવાદ સાથે મળીને લર્નિંગ અને નોલેજ પ્રોગ્રામ કેન્દ્ર સ્થાને રહેશે. પર્યાવરણની સુરક્ષા માટે ગત વર્ષે 5 જૂન, 2019ના રોજ વર્લ્ડ એનવાયર્નમેન્ટ ડેના દિવસથી 19 જૂન, 2020 સુધીમાં ગુજરાતના વિવિધ પ્રદેશોમાં 1 કરોડ સીડ બોલ વિખેરવાની શપથને પૂર્ણ કરવી મુખ્ય એજન્ડા રહેશે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ની મહિલા પાંખ ફ્લો છે. વર્ષ 1983માં તેની સ્થાપના કરવામાં આવી હતી તથા ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટેની તે સર્વોચ્ચ સંસ્થા છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર સાથે તે ભારતના વિવિધ પ્રદેશોમાં 17 ચેપ્ટર્સ ધરાવે છે. ફ્લો 8000થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશ્નલ્સનું પ્રતિનિધિત્વ કરે છે. 35 વર્ષથી વધુના અનુભવ સાથે ફ્લો વર્કશોપ, સેમીનાર, કોન્ફરન્સ, ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ વગેરે દ્વારા મહિલાઓની ઉદ્યોગ સાહસિકતા અને પ્રોફેશ્નલ એક્સલન્સને પ્રોત્સાહન આપે છે.
ઓર્ગેનાઇઝેશનનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની પ્રતિભા, કૌશલ્યો, અનુભવ અને જુસ્સાને પ્રોત્સાહિત કરવાનો છે.