Tata ગ્રુપની તમામ કંપનીઓના CEOs અને MDsની સેલરીમાં આશરે 20%નો કાપ આવશે.
Tata Groupના ઇતિહાસમાં પહેલી વાર Tata Sonsના ચેરમેન સહિત અન્ય મોટા અધિકારીઓના પગારમાં કાપ મૂકવામાં આવશે. ટાટા સન્સના ચેરમેન અને ગ્રુપની અન્ય કંપનીઓના સીઇઓએ પોતાની સેલરીમાં આશરે 20%નો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.
લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા ખોરવાઇ ચૂકી છે અને તેની આડઅસર તમામ વેપાર-ઉદ્યોગ પર પડી છે, જે હેઠળ હવે ટાટા ગ્રુપે તેના મોટા અધિકારીઓના પગારમાં કામ મૂકવાનો નિર્ણય લીધો છે.
ટાટા ગ્રુપની TCS કંપનીના CEO રાજેશ ગોપીનાથને પોતાના પગારમાં કાપની જાહેરાત કરી હતી. ઇન્ડિયન હોટલ્સ પણ એના સીનિયર અધિકારીઓ માટે આ ત્રિમાસિકમાં પોતાની સેલરીનો એક હિસ્સો છોડે જેથી કંપનીને મદદ મળી શકે. ટાટા ગ્રુપના આ નિર્ણય હેઠળ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા કેપિટલ અને વોલ્ટાસ સહિત તમામ કંપનીઓના તમામ CEOs અને MDs આવશે, જેઓની સેલરીમાં આશરે 20%નો કાપ આવશે.
નોંધનીય છે કે ટાટા ગ્રુપની ટોપ 15 કંપનીઓના CEOના પેકેજ વર્ષ 2018ની સરખામણીએ 2019માં 11% વધારવામાં આવ્યા હતા. જ્યારે 2018માં 14% સેલેરી પેકેજમાં 14 ટકાનો વધારો કરાયો હતો.
Sureshvadher only news group
9712193266