કેરી ભારત દેશ નું રાષ્ટ્રીય ફળ છે.આખા વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ કેરીઓ ની જાતિઓ ભારત માં ઉગે છે.ભારત આખા વિશ્વમાં સૌથી વધારે કેરી નો એક્સપોર્ટ કરે છે.ભારત માં કેરીઓ ના 1000 પ્રકાર છે.આખા વિશ્વમાં સૌથી વધારે કેરીઓ ભારત માં ઉગે છે અને ખવાય છે.અને ભારત માં દર વર્ષે 15 મિલિયન ટન કેરીઓ ની ખેતી( producer ) થાય છે. આજે આપણે ગીર કેસર,આપુસ,હિમસાગર,બંગામપલ્લી અને રસપુરી વિશે વાત કરીશુ.
✳ ગીર કેસર કેરી
➖ સૌ પ્રથમ આપડે ગુજરાત ની ગીર કેસર ની વાત કરીશુ.ગીર કેસર કેરી અથવા ગીર તલાલા કેસર, એ ભારતના ગીર વિસ્તારમાં પેદા થતી કેરીનો એક પ્રકાર છે. આ કેરી તેના ચમકતા નારંગી રંગને કારણે જાણીતી છે અને તેને ૨૦૧૧માં ભૌગોલિક ઓળખ (જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન) સ્થિતિ આપવામાં આવી હતી.આ કેરી સૌપ્રથમ વાર ૧૯૩૧માં જુનાગઢના વજીર સાલે ભાઇ દ્વારા વંથલીમાં ઉગાડવામાં આવી હતી. ગિરનારની તળેટીમાં જુનાગઢના લાલ ડોરી ખેતરમાં લગભગ ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કેરી ૧૯૩૪માં “કેસર” તરીકે જાણીતી બની જ્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબતખાન બાબીએ કેરીના કેસરી રંગને જોઇને કહ્યું હતું “આ કેસર છે”.કેસર કેરી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ અને અમરેલી જિલ્લાના આશરે ૨૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઉગાડાય છે. તેમાંથી વર્ષે ૨ લાખ ટનનું ઉત્પાદન થાય છે. જોકે, માત્ર ગીર અભયારણ્યમાં થતી કેરીને જ “ગીર કેસર કેરી” કહે છે.આ કેરી સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવે છે, જ્યારે તે ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં ઉગવાની શરૂ થાય છે.કેસર કેરી એ કેરીઓમાં સૌથી મોંઘી કેરીની જાત ગણાય છે.ગુજરાત એગ્રો ઇન્ડ્સટ્રિઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC) દ્વારા ગીર કેસર કેરીને ભૌગોલિક ઓળખ (GI) અાપવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ૨૦૧૦માં આ માટેની અરજી મૂકવામાં આવી હતી અને ૨૦૧૧માં ચેન્નાઇ ખાતે આવેલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજીસ્ટ્રી દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી હતી અને તેથી હવે આ વિસ્તારમાં થતી કેરીને જ “ગીર કેસર કેરી” તરીકે ઓળખાશે. ગુજરાતમાંથી આ ઓળખ પામનારું આ પ્રથમ ફળ અને દેશમાંથી બીજી કેરીની જાત હતી.રત્નગીરી આપુસ પછી ની દેશની સૌથી સર્વશ્રેષ્ઠ કેરી ગીર કેસર છે.
✳ રત્નગીરી/ દેવગઢ એલફોનન્સો( આફૂસ )
➖ રત્નગીરી આફૂસ કેરી એ મહારાષ્ટ્ર વિસ્તારમાં ઉગતી એક કેરી નું નામ છે.આ કેરી ને “કેરીઓ ની રાજા” તરીકે ઓળખવામાં આવે છે.આ કેરી એકદમ ઘડી મીઠાસ વાળી કેરી હોય છે.આખા દેશની સૌથી સર્વશ્રેષ્ઠ કેરી આ કેરી છે.એક કેરી નું નામ પોર્ટુગીઝ મિલિટરી એક્સપર્ટ જેના પોર્ટુગલ ની ભારત માં કોલોની બનાવમાં મદદ કરી તે અફોનસો-ડે-અલબુક્યુરક્યુ ના નામ ઉપર પડ્યું છે.પોર્ટુગીઝ લોકોએ ભારત ને આફૂસ જેવી કેરીઓ ની ખેતી કરતા શીખવાડ્યું.આ કેરી ભારત ની મોંઘી કેરીઓ માં થી એક છે.આ કેરી ભારત ના પશ્ચિમી ભાગ માં ઉગાડવામાં આવે છે.આ કેરી જે રત્નગીરી,રાયગઢ,પૂર્ણાગાઢ,દેવગઢ,કોનકન અને મહારાષ્ટ્ર ના બીજા ભાગો માં થતી કેરી ને જ “રત્નગીરી આફૂસ” કે “આફૂસ” કહી શકાય છે.બાકી બધી જગ્યાએ થતી કેરીઓ ને જુદા જુદા નામો થઈ ઓળખવામાં આવે છે જેમ કે વલસાડ-નવસારી ની આફૂસ.એપ્રિલ ના ત્રીજા અઠવાડિયા થી જૂન મહિના સુધી આ કેરી બજાર માં મળે છે.આ કેરી ઉનાળા ની ઋતુ નું ફળ છે.આ કેરી નું વજન 150 થી 300 ગ્રામ હોય છે.તેમને રિચ અને ક્રીમી ટેક્સચર હોય છે.આ કેરી એકદમ નાજુક સરસ હોય છે.આ કેરી રેસાદર કેરી નથી હોતી.આ કેરી ભરપૂર મીઠા રસ વાળી કેરી છે.પાકી ગયેલી કેરી નો રંગ સોના જેવો પીળો હોય છે અને કેરી ની ટોચ કે ઉપર ના ભાગ માં લાલ રંગ હોય છે.કેરી ની જરબ કેસર જેવા રંગ ની હોય છે.આ બધી ખૂબીઓ આ કેરી ને ભારત ની સૌથી સર્વશ્રેષ્ઠ કેરી બનાવે છે.કેરી નો રસ,શરબત,લસ્સી અને કેક જેવી વસ્તુઓ આ કેરી ની સરસ મજાની બને છે.આ કેરી જાપાન,કોરિયા અને યુરોપ જેવી જગ્યાએ એક્સપોર્ટ કરવામાં આવે છે.2018 ની સાલ માં મહારાષ્ટ્ર માં થતી આપુસ કેરી ભૌગોળીક ઓળખ મળી.
✳ હિમસાગર કેરી
➖ હિમસાગર કેરી એ ભારત ની સર્વશ્રેષ્ઠ કારીઓ માં ની એક છે.આ કેરી ને ખીરસપાટી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.ભારત ની પાંચ સર્વશ્રેષ્ઠ કેરીઓ માં ની આ એક કેરી છે.ભારત ની પાંચ સર્વશ્રેષ્ઠ કેરીઓ જે છે આપુસ,ગીર કેસર,હિમસાગર,બનારસી લંગડો અને બનગાનાપલ્લી છે.આ કેરી ની ખેતી પશ્ચિમ બંગાળ અને ઓદિશા માં થાય છે.આ કેરી નો રંગ અંદર થી પીળો કે કેસરી હોય છે.આ કેરી છોતરાંવાળી કે રેસાદાર કેરી નથી.આ કેરી નો રસ ખૂબ સરસ અને મીઠો સ્વાદમાં હોય છે.આ કેરી નું વજન 250 થી 350 ગ્રામ હોય છે.આ કેરી ની અંદર 77% પલ્પ હોય છે.આ કેરી મે મહિનામાં પાકી જાય છે અને મે મહિના ના બીજા અઠવાડિએ બજાર માં આવી જાય છે.મે મહિના ના બીજા અઠવાડિયા થી છેક જૂન મહિના સુધી આ કેરી બજાર માં મળે છે.આ કેરી ની ખેતી વધારે પશ્ચિમ બંગાળ માલદા,મુરશીદબાદ,નાદિયા અને હુગલી જિલ્લા માં થાય છે.આ કેરી ની ખેતી બાંગ્લાદેશ ના ચપાઈ નવાબગંજ જિલ્લા માં પણ થાય છે.આ કેરી ઓદિશા ના ઝારસુગુદા અને બીજા ઘણા ભાગો માં થાય છે.આ કેરી ને ભૌગોલિક ઓળખ મળેલી છે.આ કેરી નો ભૌગોલિક ઓળખ રેજીસ્ટ્રેશન નંબર 112 છે.પશ્ચિમ બંગાળ અને ઓદિશા માં થતી કેરી ને જ હવે હિમસાગર કેરી કહી શકશે.આ કેરી નું ટેક્સચર એકદમ ક્રીમી હોય છે.આ કેરી એકદમ નાજુક સરસ હોય છે.આ કેરી માં ભરપૂર પ્રમાણમાં મીઠો રસ હોય છે.
✳ બનગાનાપલ્લી કેરી
➖ આ કેરી નું બીજું નામ બેનિશાન કેરી છે.આપણે ગુજરાતમાં આ કેરી ને બદામ કેરી તરીકે ઓળખીયે છે.આ કેરી ની ખેતી આંધ્ર પ્રદેશમાં થાય છે.આ કેરી ભારત ની પાંચ સર્વશ્રેષ્ઠ કેરીઓ માં થી એક છે.આ કેરી ભારત ની ગણાતી અને વખણાતી કેરી છે.આ કેરી ના વખાણ ફક્ત ભારત જ નહીં પણ આખા વિશ્વમાં થાય છે.આ કેરી ભારત ની ખૂબ પ્રસિધ્ધ કેરી છે.આ કેરી ખૂબ સ્વાદિષ્ટ હોવાથી લોકો ને આ કેરી બહુ ગમે છે અને ભાવે છે.આંધ્ર પ્રદેશ ની કેરી ની ખેતી ની જમીન માં 70% જમીન માં આ કેરી ની ખેતી થાય છે.આ કેરી ને સૌથી પહેલા બનગાનાપલ્લી ના નવાબ એ ઉગાડી હતી.આ કેરી નું નામ પાયમાં ના ઝમીનદાર અને બનગાનાપલ્લી ના નવાબ ઉપર પડ્યું છે.આ કેરી ભારત અને પાકિસ્તાન ના અમુક ભાગો માં ઉગે છે.આ કેરી નો આકાર ઓવલ હોય છે.આ કેરી ની લંબાઈ 14 સેન્ટિમીટર હોય છે.આ કેરી આકાર માં મોટી હોય છે.આ કેરી નું વજન 350-400 ગ્રામ હોય છે.આ કેરી ની જરબ એકદમ પીળા રંગની હોય છે. આ કેરી ની છાલ એકદમ પાતળી હોય છે.આ કેરી ની છાલ પણ પીળા રંગની હોય છે.આ કેરી છોતરાંવાળી કે રેસાદાર કેરી નથી.આ કેરી ખૂબ મીઠી અને ઘડી હોય છે.એ એક એવી કેરી છે જે બજાર માં જલ્દી આવી જાય છે.આ કેરી એપ્રિલ થી જૂન સુધી બજાર માં મળે છે.આ કેરી નો રસ ખૂબ મીઠો,મધુર અને સ્વાદિષ્ટ લાગે છે.આ કેરી ખાવાથી વિટામીન એ અને સી મળે છે.આ કેરી ની સૌથી વધારે ખેતી કુરનુલ જિલ્લા ના બનગાનાપલ્લી,પંયમ અને નંદયાન માં થાય છે.આ કેરી રાયાલાસીમા જેવા દરિયાઈ વિસ્તારમાં પણ ઉગે છે.આ કેરી ની ખેતી તેલંગાણા ના ખમ્મામ,મહાબુબનગર,રંગારેડ્ડી,મેદક અને અદિલબદ માં પણ થાય છે.આ કેરી ને તેની ભૌગોલિક ઓળખ 3 મે,2017 મળી હતી. આ કેરી હવે ભૌગોલિક ઓળખ વાળી પ્રોપર રેજીસ્ટ્રેશન વાળી કેરી છે.આ કેરી નો રસ મધુર હોવાથી આ કેરી નો શરબત,લસ્સી અને કેક જેવી વસ્તુઓ બને છે.
✳ રાસપુરી કેરી
➖આ કેરી ખેતી દક્ષિણ ભારત ના કર્ણાટક રાજ્ય માં થાય છે. આ કેરી કર્ણાટક રાજ્ય ની ખૂબ જ પ્રસિદ્ધ કેરી છે.આ કેરી ની ખેતી કર્ણાટક ના બેંગ્લોર,રામાનગર,કોલાર,ચિક્કાબલ્લાપુરા,તૂમાંકુરુ અને બીજી જગ્યાએ થાય છે.આ કેરી મીઠી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ કેરી ખૂબ સરસ સ્વાદિષ્ટ કેરી છે.આ કેરી ભારત ની ગણાતી અને વખણાતી કેરી છે.આ કેરી કર્ણાટક ની બધી કેરીઓ માં ની સૌથી સર્વશ્રેષ્ઠ કેરી ગણાય છે.આ કેરી ની ખેતી દક્ષિણ ભારત ના કર્ણાટક શિવાય ના બીજા રાજ્યો માં પણ થાય છે.આ કેરી ની સૌથી વધારે ખેતી કર્ણાટકના જુના મૈસુરું માં થાય છે. આ કેરી સૌથી વધારે જુના મૈસુરું માં જ ખવાય છે.આ કેરી ઓવલ આકાર ની હોય છે.આ કેરી ની લંબાઈ 4 થી 6 ઇંચ હોય છે.પાકેલી કેરી ની છાલ નો રંગ ગોલ્ડન હોય છે.આ કેરી બહુ મીઠી અને ગળી હોય છે.આ કેરી ની મીઠાસ અદભુત હોય છે.આ કેરી ખાવાથી ભરપૂર માત્રામાં વિટામીન એ અને સી મળે છે.આ કેરી નો રસ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આ કેરી ની ઘણી બધી વસ્તુઓ બને છે જેમ કે રસ,જામ,શરબત,ઠંડા પીણાં,ફ્રુટ ચીઝ,આઈસ્ક્રિમ અને દહીં.આ કેરી નો ઉપયોગ કેક,ફિલ્લિંગસ,પુડીંગ અને બાળકો માટે ની ફ્રુટ મિલ માં પણ કરી શકાય છે.આ કેરી નો મિલ્કશેક અને જેલી પણ બનાવી શકાય છે.દવા કે કારબીડ વગર પકવેલી કેરી એકદમ મીઠી અને મધુર લાગે છે.આ કેરી નો રંગ ગોલ્ડન,પીળો કે કેસરી હોય છે અને તેની જરબ નો રંગ પીળો હોય છે.આ કેરી કુદરતી રીતે નહિ પણ દવા થઈ પકવેલી હોય તો તેનો સ્વાદ ખૂબ મોળો અને ખાટો આવે છે.આ કેરી બજાર માં બીજી કેરીઓ કરતા પહેલા આવી જાય છે. આ કેરી મે મહિના થી લઇ છેક જૂન મહિના સુધી બજાર માં મળે છે.
આજ ની પોસ્ટ યશ પટેલ દ્વારા