આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી સંજય વૈદ્ય.

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી શ્રી સંજય વૈદ્ય. આંખને ગમી જાય અને છેક હૃદય સુધી જેની શાતા પહોંચે એવી મનોહર હરિયાળીના વાતાવરણને પશ્ચાદભૂ તરીકે પસંદ કરીને ભાઈ સંજયે ખેંચેલી આ તસવીર સદ્દગત કવિ શ્રી ચિનુ મોદીના ઘરે લેવાયેલી છે.
તસવીર કલામાં જબ્બરજસ્ત પ્રતિષ્ઠા પામી ચૂકેલા આ ફોટોગ્રાફર ભાઈ સંજયની સર્જકતા એમણે પ્રકાશિત કરેલી ફોટો-બૂકમાં પણ અદ્ભૂત રીતે પ્રગટ થઇ છે.
મિત્ર સંજય વૈદ્યે તારક મેહતા, વિનોદ ભટ્ટ, રમેશ પારેખ અને રાજેશ વ્યાસ મિસ્કીન જેવા અનેક સર્જકો ઉપર જે ફોટો બૂક પ્રસિધ્ધ કરી છે તેના કારણે સંજય કેટલો ઉત્તમ લેખક અને સંપાદક અને ડિઝાઈનર છે તે પણ સિધ્ધ થયું છે… આજે આપણે આદિલ સાહેબને સ્મરણાંજલિ આપવામાં આ તસ્વીરનો વિનિયોગ કર્યો છે એ માટે સંજયના સૌજન્યનો સ્વીકાર કરી એને ધન્યવાદ અને શુભ કામનાઓ પાઠવીએ… !