જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના માનનીય નિયામક શ્રી વય નિવૃત્ત થતા ભાવભેર અપાયું વિદાયમાન
જિલ્લા ગ્રામ ગ્રામ વિકાસ એજન્સીના માનનીય નિયામક જી.કે.રાઠોડ સાહેબ શ્રી નિવૃત્ત થતા તેઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરિવાર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
સમગ્ર ગામડાઓને શહેરીકરણ જેવી જ સુવિધા ઉપલબ્ધ કરાવી તેજ મારો ઉદ્દેશ હતો..
30 જુન ને વય નિવૃત્ત થતા ડી.આર.ડી.એ કચ્છ ભુજના માનનીય નિયામક સાહેબ શ્રી જી કે રાઠોડ એ વલસાડથી નોકરીની શરૂઆત કરીને ત્યારબાદ દરિયાકાંઠાના વિવિધ વિસ્તારના તાલુકાઓ અને છેલ્લે કચ્છ ભુજ ખાતે ૩૬ વર્ષની ફરજ બજાવીને નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમને સરકારની સેવામાં 36 વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થી માડી ને રેવન્યુ વિભાગની થી માંડીને પંચાયત વિભાગની વિવિધ કામગીરી કરીછે.
વિદાય પ્રસંગે માનનીય નિયામકશ્રી જી.કે.રાઠોડ એ પોતાના વિવિધ વિભાગના સ્ટાફ ગણની ખૂબ જ પ્રશશા કરીને કામગીરી કે દરમિયાન તેઓના અનુભવો અને સમરણો વાગોળ્યા હતા તેમજ દરેક જણનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે drda સ્ટાફ તેમજ વિવિધ તાલુકાના સ્ટાફ દ્વારા તેમને મોમેન્ટો તેમજ ફુલહાર અને સાલ ઓઢાડીને તેમની કાર્ય નિષ્ઠા અને કટિબદ્ધતા ને બિરદાવીને અને નિર્વુત જીવનની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે તેમને વિવિધ જગ્યાએ નોકરી દરમિયાન સાથી કર્મચારીઓ સાથેના સંભારણા પણ વાગોળ્યા હતા.
વિદાય સમારંભ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી શ્રી જે કે ચાવડા, ટ્રેઝરી અધિકારી શ્રી બાદી સાહેબ, dysp શ્રી જન્કાત સાહેબશ્રી, ડેપ્યુટી ડીડીઓશ્રી રોહિત બારોટ,તેમજ આસ્થાબેન સોલંકી, અબડાસા પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ, વોટરશેડ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સીધી સાહેબ, નિવૃત ડેપ્યુટી કલેકટર ઉપાધ્યાય સાહેબશ્રી, તેમજ ડી.આર.ડી.એ સ્ટાફગણ વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સરપંચશ્રી ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા