મુખ્ય સમાચાર

*ફી વસુલવા વાલીઓ પર દબાણ ૩મહિનાની ફી માફી આપો સરકાર રાહત અપાવે*
સુરત રાજકોટ અમદાવાદ અને વડોદરાની કેટલીક જાણીતી શાળાઓએ વાલીઓને ઇમેઇલ એસએમએસ કે વોટ્સએપ ગૃપ મારફતે ફી જમા કરાવવાની નોટીસ પણ આપી દીધી છે અન્ય રાજયો જેવા કે પંજાબ અને દિલ્હીમાં ત્રણ મહિનાની ફી ન વસુલવા ટ્રાન્સપોર્ટે ચાર્જ ન વસુલવા આદેશ થયેલા છે અને આવા આદેશો નું ભંગ કરે તો વાલીઓને ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે તેમજ આદેશનો ભંગ કરનાર શાળાની માન્યતા રદ કરવાની જાહેરાત કરીને ફી ઉઘરાવવા વાલીઓને દબાણ ન કરવાની સુચનાઓ આપવામાં આવી છે પંજાબ દિલ્હી, તામીલનાડુ વગેરે રાજયો આગામી શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળા કોલેજ સંચાલકો ફી વસુલવા દબાણ ન કરે તેની પુરી કાળજી રાખી છે
**********
*નવી આફતઃ તીડના હુમલાથી લોકો પરેશાન*
ભારતના રાજસ્થાનના લોકો બે મોરચે લડી રહ્યાં છે. એક તરફ રાજસ્થાનનાં લોકો કોરોનાવાયરસ સામે લડી રહ્યાં છે, તો બીજી તરફ પાકિસ્તાનમાંથી રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં તીડો પહોંચી ગયા છે. આ તીડોની આડમાં પાકિસ્તાન આતંકવાદીઓની ઘુસણખોરી કરાવી રહ્યો છે એવી શંકા પણ સરકારને છે.ગયા વર્ષે પણ રાજસ્થાનનાં ખેડૂતો, ખાસ કરીને પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓના ખેડૂતોને તીડોના કહેરનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે આ ખેડૂતોનો પાક નાશ પામ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, ગયા વર્ષે તીડોએ પાક નષ્ટ કરી દીધો હતો. એક તરફ, કોરોનાવાયરસથી પોતાની જાતને બચાવવાની છો, તો બીજી તરફ પાકને તીડોથી બચાવવાની છે. તીડોના હુમલાથી ખેડૂત ચિંતિત છે. તીડોને ભગાવવા માટે તેઓ ખેતરમાં પહોંચીને વાસણ વગાડી રહ્યાં છે.
**********
*આજથી શરૂ થનારું વિના મૂલ્યે અનાજ વિતરણ રદ*
અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ચિંતાજનક દરે વધતા મનપા દ્વારા આજે રાતના 12 વાગ્યાથી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો-સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે અમદાવાદીઓ માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, આવતીકાલથી રાજ્યમાં એપીએલ-1 કાર્ડધારકોને વિનામૂલ્ય અનાજ વિતરણનો લાભ મળશે નહીં. અમદાવાદ શહેરમાં આવતીકાલથી શરૂ થનાર અનાજ વિતરણ હાલ મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે.
*******
*મુખ્યમંત્રી વિજય રૂપાણીએ*
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ત્રણ તબિબોને અમદાવાદ મોકલવા અનુરોધ કર્યો છે. આ તબીબો અમદાવાદના તબીબોને માર્ગદર્શન આપશે આ અન્વયે તેમણે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા અમિત શાહને વિનંતી કરી છે. આ પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે. આ માર્ગદર્શન – સંવાદને પરિણામે સિવીલ અમદાવાદના તબીબો-મેડીકલ ટીમનું મનોબળ વધુ મજબૂત થતાં કોરોના સામેના જંગમાં વધુ સજ્જતાથી લડી શકાશે.
********
*સીએમના નિધનની અફવા પર કમેન્ટ્સનું ઘોડાપુર કેસ દાખલ*
સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના જીવનને લઇને અફવા ઉડાવવામાં આવી જેના કારણે હડકંપ મચી ગયો છે. આ મામલે એડીજી લૉ એન્ડ ઓર્ડર અશોક કુમારે એસએસપી દહેરાદૂનને સખત કાર્યવાહીના આદેશ આપ્યાં છે. સાથે જ આ મામલે કેંટ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
********
*મધરાતથી સુરત APMC સાત દિવસ માટે બંધ શાકભાજીની લારી-દુકાનો પણ બંધ રહેશે*
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગુરુવાર રાતથી એપીએમસી માર્કેટ સાત દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત શહેરમાં આવેલી તમામ શાકભાજીની લારીઓ અને દુકાનો પણ બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા 30 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 783 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલી વધુ બે મહિલાનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે.
********
*સુરત માટે આ 2 દવાઓ રામબાણ સાબિત થઈ*
સુરતમાં કોરોનાના વધતા કેસી સાથે જ આજે સારા સમાચાર મળ્યા. કારણે કે સુરતમાં સાજા થનારાઓની સંખ્યા 50 ટકા સુદી પહોંચી. ત્યારે દર્દીઓને સાજા કરવા માટે મહાપાલિકાએ અનોખી સ્ટ્રેટેજી તૈયાર કી છે..જેમાં જુદાં જુદાં લક્ષણો પ્રમાણે તેમને દવાઓ આપવામાં આવે છે. એટલું જ નહીં કોરોના પોઝિટિવ દર્દીઓને સારા કરવા માટે હાઈડ્રોકલોરોકવીન એમસિક્યુએસ અને અજીટોમાઈસિન રામબાણ ઈલાજ સાબિત થયા છે. એક સમયે સુરતમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ માત્ર ૫ ટકા હતો. જે આજે 50 ટકાની નજીક પહોંચી ગયો છે. કોવિડ 19 દર્દીઓના સ્વસ્થ થવાનો આંકડો લગભગ 50 ટકા ઉપર પહોંચી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે સેમ્પલિંગ અને ટેસ્ટિંગ સાથે જ તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. ખાસ ડોકટરોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ થાય છે.
*********
*સુરત: કોરોનાની કામગીરી પડતી મુકી શિક્ષકોને રેડ ઝોનમાં બોલાવનાર યુનિયન પ્રમુખ ડિટેન*
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શિક્ષકોની માગણી મુદ્દે રજુઆત કરવાના બદલે ઉશ્કેરણીજનક ઓડિયો ક્લીપ વાઈરલ કરી રેડ ઝોનમાં શિક્ષકોને ભેગા કરવાનો પ્રયાસ કરતાં યુનિયનના લિડરને પોલીસે ડીટેઈન કર્યા હતા.
શિક્ષકોને નડતી મુશ્કેલી અંગેની વાત સાચી પણ તંત્રને બાનમાં લઈને રજુઆત કરવાની યુનિયન લિડરની પધ્ધતિ સામે શિક્ષકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોની સમસ્યા માટે સમિતિ પગલાં ભરી રહી હોવાના પુરાવ આપવાં છતાં પણ સંઘના પ્રમુખે આક્રમક વિરોધ કરતાં પોલીસે પ્રમુખ સાથે અન્ય શિક્ષકોને પણ ડિટેઈન કર્યા હતા અને થોડીવારમાં છોડી પણ દીધા હતા.
********
*પાંડેસરામાં શ્રમિકો એકઠાં થયા*
ઓડિશાવાસીઓની સુરતમાં સંખ્યા વધુ હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે. જેથી શ્રમિકો રસ્તા પર ઉતરી આવી વતન મોકલવા માંગ કરી રહ્યા છે. આજે આજે પાંડેસરા વિસ્તારના પુનિત નગરમાં શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આગેવાનો સાથે મળી સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
*******
*ચારુસેટ યૂનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષાના વર્કશોપનું આયોજન*
અમદાવાદઃ ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજેમેન્ટ હેઠળ કાર્યરત ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુંમીનીટીસ અને સોશિયલ સાયન્સીસ દ્વારા કાર્યરત એકેડેમી ઓફ ઇંગ્લીશ, નેશનલ એન્ડ ફોરેન લેન્ગ્વેજીઝ દ્વારા યુનિવર્સિટીના અધ્યાપકો માટે ફ્રેન્ચ ભાષા પર ૧૫ દિવસીય ઓનલાઈન વર્કશોપ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કોવીડ -19 મહામારીના કહેરને લીધે દેશભરમાં જાહેર થયેલ લોકડાઉનના સમયમાં પણ ચારૂસેટ યુનિવર્સિટી ખાતે ઓનલાઈન માધ્યમો દ્વારા શૈક્ષણિક કાર્ય અવિરત પણે ચાલી રહ્યું છે
********
*રાજ્યમાં કોરોનાના નવા 380 કેસઃ 28 લોકોના મોત*
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં રોજેરોજ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાને રાખતા આવતી 15 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આમાં માત્ર દૂધ અને દવાઓ જ મળશે.નવા નોંધાયેલ 380 કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરત 31, ભાવનગર 6, ગાંધીનગર 4, પંચમહાલ 2, બનાસકાંઠા 15, બોટાદ 7, દાહોદ-મહીસાગરમાં 2-2 કેસ, તેમજ આણંદ-ખેડા-જામનગર-સાબરકાંઠામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા.
********
*કોવિડ-19: ભારતીય નૌસેના દ્વારા શરુ થયું ઓપરેશન ‘સમુદ્ર સેતુ*
નવી દિલ્હી: વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો 8 મે થી શરુ થશે જેમાં ઈન્ડિયન નેવીના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.
*********
*શિર્ડી સાઈબાબા મંદિરને દાન અત્યંત ઘટી ગયું*
શિર્ડી કોરોના લોકડાઉને મંદિરમાં આવતા દાન પર પણ પ્રતિકૂળ અસર પાડી છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના સાંઈબાબા મંદિર ટ્રસ્ટને દૈનિક ધોરણે રૂ. 150 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. શિર્ડી મંદિરના ચઢાવા સ્વરૂપે થતી વાર્ષિક આવક રૂ. 600 કરોડ છે. સાઈબાબાને દૈનિક દાન સ્વરૂપે રૂ. 1.64 કરોડથી વધુ મળે છે.
*******
*ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટીને મળ્યો INSA નો ફેલો એવોર્ડ*
ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ), તેની સંશોધન પહેલ અને અધ્યાપન અધ્યયનમાં નવીનતા લાવવા માટે સમગ્ર પશ્ચિમ ભારતમાં જાણીતી છે. તાજેતરમાં ચારુસેટની ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (CSPIT) ના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ડો. પ્રભિન સુકુમારનને પ્રતિષ્ઠિત ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી (INSA)નો વિઝિટિંગ સાયન્ટિસ્ટ ફેલો એવોર્ડ ૨૦૨૦ મળ્યો છે.
********
*શ્રમિકો પાસેથી ભાડુ લેવામાં આવશે*
85 ટકા ભાડુ રેલ્વે અને 15 ટકા ભાડુ રાજય સરકાર વહન કરશે. સરકારની વાતો માત્ર કાગળ પર
સુરતમાં 20 હજાર શ્રમિકોએ ઘરે જવા 1.50 કરોડ ભર્યા ત્યારે ઘરે પહોંચ્યા કેન્દ્ર સરકાર અને રેલ્વે મંત્રાલય વચ્ચે સંકલનના અભાવે કોરોના જેવી મહામારીમાં સુરતથી વતન જઇ રહેલા પરપ્રાંતીયો પાસેથી રેલ્વે ભાડુ વસુલી રહ્યુ હોવાથી સુરત શહેરમાંથી અત્યાર સુધી ઉપડેલી 18 ટ્રેનોમાં પ્રવાસ કરનારા 20,000 શ્રમિકોએ અધધધ દોઢ કરોડ રૂપિયા ગાંઠના ખર્ચ કરીને જવુ પડયુ છે. અને સરકાર ભાડુ નહી વસુલવા માટે કાગળ પર જ રમત રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.સરકારની વાતો માત્ર કાગળ પરકોરોના અને લોકડાઉનના કારણે સુરત શહેરમાં વસતા શ્રમિકોની એવી તો દયનીય હાલત થઇ ગઇ છે
********
*ગૃહ મંત્રાલયમાં પહોંચ્યો કોરોનાઃ કન્ટ્રોલ રૂમના બે જવાનને ચેપ લાગ્યો*
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. એનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે. ત્યારે કોરોના વોરિયર્સને પણ આ બીમારીના શિકાર બની રહ્યા છે. અહેવાલ અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રુમમાં તહેનાત સીઆરપીએફના બે જવાનોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.સીઆરપીએફની 55મી અને 243મી બટાલિયનના જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ મામલો સામે આવતા જ કંટ્રોલ રૂમ નંબર એકને બંધ કરી દેવાયો છે.
********
*રૂપાણીએ અમિત શાહને કર્યો ફોન કરી શ્રેષ્ઠ તબીબો માગ્યા*
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસોને લઇને CM રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાની વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ અમિત શાહને ટેલિફોન પર દેશના 3 સિનિયર ડૉક્ટરને ગુજરાત મોકલવા રજૂઆત કરી છે
********
*15 મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન*
અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે કેસોને અંકુશમાં લાવવા માટે આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ સવારથી અમદાવાદની સ્થિતિ અંગે સતત ચાલેલી બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો જ ચાલુ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ રહેશે નહી. 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણપણે બંધ જોવા મળશે
*******
*વીજમાફી સહિત વાળંદ ડ્રાઈવર અને ધોબીને 5000 પગાર સરકારે જાહેર કર્યું રાહત પેકેજ*
કર્ણાટક વર્તમાન સમયે દેશમાં કોરોનાના કારણે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. તેવામાં લોકડાઉનના કારણે મુસીબતનો સામનો કરી રહેલા લોકો માટે કર્ણાટક સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. કર્ણાટક સરકારે ખેડૂતો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, નાના વેપારીઓ, ધોબી, વાળંદ, ડ્રાઇવર વગેરે લોકોને ધ્યાનમાં રાખીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ સિવાય સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં પણ 11 ટકાનો વધારો કર્યો છે. જે બજેટમાં જાહેર કરેલ 6 ટકાના વધારે ઉપરાંત લેવામાં આવશે.
*********
*વતન જવા માટે એસ.ટી બસની વ્યવસ્થા કરશે રૂપાણી સરકાર*
રાજ્યની રૂપાણી સરકારે સુરતમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ફસાયેલા રત્ન કલાકારો સતત લંબાતા લોકડાઉનના કારણે જીવન ગુજરાન કરવું અઘરુ સાબિત થઈ રહ્યું છે. જો કે લોકડાઉન હજૂ પણ આગળ વધતા તેમને હવે સુરતમાં રહી જીવન જીવવાનું મુશ્કેલ સાબિત થતાં તેમને ઘરે જવાની વ્યવસ્થા કરવા સરકાર સામે રજૂઆત કરાઈ હતી ત્યાર બાદ સરકારે આ કારીગરોને સુરતથી પોતાના વતન સૌરાષ્ટ્ર કે પછી અન્ય કોઈ જિલ્લામાં જવા માટે પરવાનગી આપવામાં આવી હતી
*********
*સોનિયા ગાંધીનો કેન્દ્રને સવાલ ૧૭ મે પછી લોકડાઉનનું શું?*
નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ગઈ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે જેને કારણે આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારના વ્યવહારો બંધ થઈ ગયા છે. એ સંદર્ભમાં કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ એમની પાર્ટી દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની એક વિડિયો કોન્ફરન્સ બેઠક બોલાવી હતી. જેમાં લોકડાઉન-3 દરમિયાન દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
********
*બનાસકાંઠામાં કોરોના બેકાબૂ વધુ 14 કેસ નોંધાતાં ફફડાટ*
બનાસકાંઠા જીલ્લામાં વધુ 14 કોરોનાનાં પોઝીટીવ કેસો આવ્યા છે. બનાસકાંઠામાં કાંકરેજમાં 6 સામઢીમાં 3 દિયોદરમાં 2 ધાનેરામાં 2 દાંતીવાડા અને ડાંગીયા એક-એક કોરોનાનાં કેસ પોઝીટીવ આવ્યા છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કોરોના પોઝેટીવ કેસોના સતત વધતા જતા રેસિયાને લઇ બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે.
*********
*બિલનાં નાણાં 15મી સુધી ભરી દેવા વીજકંપનીએ ગ્રાહકોને નોટિસો*
અમદાવાદસરકાર દ્વારા પ્રથમ લોકડાઉન વખતે વીજ બિલના નાણાં ભરવાની મુદત લંબાવી આપવામાં આવી હતી. પરંતુ લોકડાઉનની મુદત લંબાવવામાં આવી હોવા છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ગ્રાહકોને તા.15મી સુધીમાં વીજ બિલ ભરી દેવાની તાકીદ કરી છે. કંપનીની આ નોટિસથી ગ્રાહકો ભીંસમાં મુકાયા છે.વીજળી બિલ ભરવાની મુદતમાં વધારો સરકાર દ્વારા આ અગાઉ જે કોઇ રાહત આપવામાં આવી હતી, તે લોકડાઉનના પ્રથમ પિરિયડ દરમિયાનની હતી.
********
*અમદાવાદમાં શાકભાજી ખરીદતા નહી 24 ફેરિયા પોઝિટીવ*
તંત્રના અનેક દાવાઓને પોકળ સાબિત કરતુ હોય એમ અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સંક્રમણ હવે તેની પરાકાષ્ઠા પર જોવા મળી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા-હાટકેશ્વરના એક સાથે કુલ ચોવીસ શાકભાજીના ફેરીયા કોરોના પોઝિટિવ થતા તંત્ર દોડતુ થયુ છે.આ ફેરીયાઓના પરીવારજનોને કવોરન્ટાઈનમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે.
*********
*મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા હોમ-ક્વોરન્ટાઈન થયા*
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોનાને લઈને રાજ્યમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. એવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા આગામી 14 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. નેહરા સેલ્ફ-ક્વોરન્ટાઈન થતાં તેમના સ્થાને મેરિટાઈમ બોર્ડના સીઈઓ IAS મુકેશ કુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે
********
*અમદાવાદ શહેરને બચાવવું હોય તો રાજકારણ છોડો*
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બિજલ બહેને પણ હવે ટ્વિટ કરીને લોકોને વિનંતી કરી છે કે, બચાવવા માટે આગામી 10 દિવસ બહુ મહત્ત્વના છે. આપણે સાથે મળીને જ શહેરને બચાવી શકીશું. છેલ્લા ઘણાં દિવસથી રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.
*********
*હાઈપાવર બેઠક ડેપ્યુટી કમિશ્નરો મૂંગા રહેતાં રાજીવ ગુપ્તા વિફર્યા*
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ મનપાની મહત્વની બેઠક મળી. બેઠકમાં મોટાભાગના ડેપ્યુટી કમિશનરો મૌન રહેતા રાજીવ ગુપ્તા વિફર્યા હતા. ડેપ્યુટી કમિશનરો કોરોનાની માહિતી અને કામગીરી બાબતે મૌન રહેતા રાજીવ ગુપ્તા તેમના પર વરસ્યા હતા. મનપા કમિશનર વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટીન થયા બાદ તેમના સ્થાને મુકેશ કુમારને મનપા કમિશનરનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે આ બેઠકમાં મનપાના નવા ઈન્ચાર્જ કમિશનર મુકેશ કુમાર હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર, હેલ્થ અધિકારી તેમજ રાજીવ ગુપ્તા હાજર રહ્યા હતા
*********
*ફસાયેલા ભારતીયોને 64 વિમાનો દ્વારા પાછા લવાશે*
નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે જુદા જુદા 13 દેશોમાં ફસાઈ ગયેલા 14,800 જેટલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે આવતી 7થી13 મે વચ્ચે 64 ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. આ તમામ ફ્લાઈટ ભારત પાછી ફર્યા બાદ અલગ-અલગ શહેરોમાં લેન્ડ કરાશે.
********
*તમાકુ ઉત્પાદનો પર સપ્ટેંબરથી વધુ ડરામણી ચેતવણી છપાશે*
નવી દિલ્હીઃ કેન્દ્રના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે તમાકુના ઉત્પાદનો પર પ્રકાશિત કરાતી આરોગ્ય સંબંધિત ચેતવણીમાં સુધારો કરી એના માટેનું નોટિફિકેશન જારી કર્યું છે. આના માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પેકેજિંગ અને લેબલિંગ કાયદો 2008માં પણ સુધારો કરવામાં આવ્યો છે. સુધારિત નિયમ એક સપ્ટેમ્બર, 2020થી અમલમાં આવશે. મંત્રાલયે નવી ચેતવણી સંબંધિત બે ફોટા પણ જારી કર્યા છે.
*********
*પાલનપુર જકાતનાકા પર 600ના ટોળા સામે ફરિયાદ દાખલ*
સુરત. વતનમાં જવા માટે વધુ પૈસાની માગણી કરતા હોવાની ફરિયાદ સાથે સોમવારે પાલનપુર જકાતનાકા પાસે પરપ્રાંતીઓનું ટોળું ભેગા થવાના બનાવમાં રાંદેર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી 16ની અટકાયત કરી છે. ઉત્તર પ્રદેશ સરકારની પરવાનગી ન હોવાથી યુપીવાસીઓને તેમના વતન મોકલવાની મંજૂરી આપવામાં આવતી નથી.
********
*હેલ્થ પરમીટ ઉપર રોક ની શું જરૂર?*
હેલ્થ પરમીટ ઉપર રોક ની શું જરૂર? પોણા બે મહિનાથી દારૂ વગર માનસીક શારીરીક તકલીફો ભોગવી રહેલા હજારો પરમીટ ધારકો આ પ્રતિબંધથી કોરોના ફેલાતો તો નહિ અટકે પણ અનેકની તબીયત લથડી જશે પરમીટ ધારકોમાંથી ઉઠતો રોષ
*********