અમદાવાદ : કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું. કોરોના ને રોકવા માટે હવે ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવશે. આજે રાત્રે 12 વાગ્યા પછી માત્ર દૂધ અને દવા જ મળશે. તે સિવાય શાકભાજી, કરિયાણાની તમામ દુકાનો ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. એક સપ્તાહ માટે આપવામાં આવેલ ચુસ્ત લોકડાઉન થઈ કોરોના સંક્રમણ અટકશે તેવી આશા સેવવામાં આવી રહી છે…
સંપૂર્ણ લોકડાઉનના પાલન માટે તંત્ર દ્વારા પેરા મિલિટરી અમદાવાદમાં ઉતારી. હવે કોઈપણ વ્યક્તિ મેડીકલ કારણ સિવાય ઘરની બહાર નહીં નીકળી શકે. અમદાવાદમાં હવે ઠેરઠેર એસ.આર.પી., રેપીડ એક્શન ફોર્સ દ્વારા મોરચો સાંભળવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર દ્વારા કડક લોકડાઉન નો આદેશ આપવામાં આવ્યો.નવા મ્યુનિ. કમિશનર મુકેશ કુમારનો આદેશઅમદાવાદમાં તમામ દુકાનો બંધ રખાશે ફુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે આજ રાતથી 15 મે સુધી રહેશે બંધ ડેપ્યું. મ્યુ. કમિશનરોને કડક અમલ માટે આદેશ.આદેશનું ભંગ કરનારને કલમ 188 અને 270 પ્રમાણે કાર્યવાહી ડિઝાસ્ટર | મેનેજમેન્ટ 1897 પ્રમાણે પણ કાર્યવાહી થશે.