ન્યૂઝ હેડલાઈન

*વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા ચાલુ*
આ સમગ્ર કિસ્સામાં પારડી ગામની સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્કુલે પહોંચીને શાળા સંચાલકો તેમજ શિક્ષકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી. જો કે વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના શિક્ષકો અને આચાર્યએ મૌન સેવ્યું હતું. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તો મળતી માહિતી મુજબ પ્રશ્નપત્રો બાળકોને ઘરે જઇને આપવાના હોય છે, છતાં પારડીની આ સ્કૂલે બાળકોને શાળાએ બોલાવીને આ કામગીરી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે હવે ઉંડાણપૂર્વક તપાસ જરૂરી છે.લોધિકા તાલુકાની પારડી ગામે સ્કૂલ બંધ કરાઇ અને શાળા બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવાયો છે શાળા ચાલુ રાખીને 100 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી દેવાયા.
*************
*લોકડાઉનના ધજિયાં સાંસદે સી.આર.પાટીલે માસ્ક પહેર્યા વિના ભાજપનો ઝંડો દેખાડીને ટ્રેનને રવાના કરી*
સુરતમાં એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન મોકલવાની વાતો થતી હતી જ્યારે બીજી તરફ સુરતમાં ઓડિસ્સાથી પોતાના વતન જવા માટે શ્રમિકોની ટ્રેન રવાના કરતા સમયે સાંસદ સી.આર.પાટીલે માસ્ક પહેર્યા વિના ટ્રેનને ઝંડી બતાવી અહીં હદ તો ત્યારે થઇ કે આ ટ્રેનને રવાના કરતા સમયે લીલીઝંડી બતાવવાને બદલે ભાજપનો ધ્વજ બતાવીને જાણે પોલીટિકલ ગેઇન મેળવવાનો પ્રયાસ થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યુ પોલિટિકલ ફાયદો મેળવવાનો પ્રયાસ થયાની ચર્ચા
આ ટ્રેનમાં કુલ 1200 જેટલા ઓરિસ્સાના શ્રમિકો તેમના વતન જવા રવાના થયા છે
**********
*ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફસાયા*
એક તરફ રાજ્યના સીએમ કોરોના સામેની લડાઈ માટે સંકલ્પ લેવાની અપીલ કરી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટસન્સિંગ અને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યાં છે. જાહેરમાં થૂંકવા પર પણ દંડ થાય છે. પરંતુ તેનુ ઉલ્લઘન ખુદ ભાજપના જ ધારાસભ્ય કરી રહ્યાં છે. રાજકોટના ભાજપના ધારાસભ્ય પોતાના જ રાહત રસોડામાં થૂંકતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શહેર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓની પણ હાજરી જોવા મળી રહી છે. વીડિયોમાં અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યાં છે.
******************
*ચોરી છૂપીથી ૨૪ જૂનાગઢમાં ઘુસ્યા સંક્રમણનું જોખમ*
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અન્ય જિલ્લામાંથી ચાર લોકો, સુરતથી વિસાવદરના રૂપાવટીમાં એક, અમદાવાદથી મેંદરડાના અરણીયાળામાં એક તથા એક રાજકોટ નજીકના કોઠારીયાથી એક વ્યક્તિ આવી ગયો હતો. અન્ય જિલ્લામાંથી બિલખામાં બે વ્યક્તિ, રાજકોટથી વંથલી તાલુકાના વસપડામાં એક, અમદાવાદથી બે તથા ગોંડલથી એક, સુરતથી પીપલાણામાં એક તેમજ છોટાઉદેપુર જિલ્લામાંથી-૧૦ લોકો માળિયા હાટીના તાલુકાના જસાપરમાં આવી ગયા હતા. જેની સામે પોલીસે ગુનો દાખલ કરી તેના આરોગ્યની તપાસ કરાવી ક્વોરન્ટાઈન કર્યા હતા.
*********
*શામળાજી શેલ્ટર હોમમાં પરપ્રાંતિય શ્રમિકોઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ*
અરવલ્લીના શામળાજી શેલ્ટર હોમમાં રહેલા પરપ્રાંતિય શ્રમિકોઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ છે. દેશમાં 3 મે ના રોજ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. પરંતુ વધું 2 સપ્તાહ લોકડાઉન વધારવામાં આવ્યું. જેના કારણે શ્રમીકો રઘવાયા બન્યા હતા અને વતન પરત જવાની માગ સાથે પોલીસ કર્મચારીઓ સાથે મગજમારી કરી હતી. જે મગજમારી ઉગ્ર થતા પોલીસ અને શ્રમીકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. અને શ્રમીકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. શ્રમિકોએ કરેલા પથ્થરમારામાં ત્રણ પોલીસ જવાન ઘાયલ થયા છે અને એક શ્રમિક પણ ઈજાગ્રસ્ત થયો છે. વતન જવાની શ્રમિકોની માંગનો મુદ્દો ઉગ્ર બનતા મામલો બિચક્યો હતો.
********
*સરકારના સંકલનના અભાવે વતન જવા નીકળેલાં શ્રમિકોની હાલત કફોડી*
સુરતથી ઉત્તર પ્રદેશ ગયેલા શ્રમિકોની હાલત પડ્યા પર પાટુ વાગ્યા જેવી થઇ છે. સુરતમાં ફસાયેલા શ્રમિકો બસ મારફતે તેમના વતન ઉત્તર પ્રદેશ જવા તો નીકળ્યા. પરંતુ હાલોલ બોર્ડર પરથી અનેક બસોને આગળ જવા ન દેવાતા શ્રમિકોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ છે. સુરતના સચિન વિસ્તારમાંથી સાંસદ સી આર પાટીલ દ્વારા પરપ્રાંતિયો ભરેલી 57 જેટલી બસ યુ.પી. રવાના કરવામાં આવી હતી. પરંતુ હાલોલ નજીકથી પોલીસ દ્વારા આ બસને સુરત પરત મોકલવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના મામલતદાર દ્વારા મંજૂરી આપવા છતાં આ બસને પરત કરી દેવામાં આવી છે. સુરતથી વતન જવા માટે એક-એક શ્રમિકે 2 થી 4 હજાર રૂપિયા ચૂકવ્યા છે. પરંતુ હાલોલ બોર્ડર પર જ બસોને અટકાવાતા શ્રમિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બંને રાજ્યોની સરકારના સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ હાલની સ્થિતિને જોતા શ્રમિકો પાસે ભોજન અથવા રહેવાની વ્યવસ્થા ન હોવાથી તેમની મુશ્કેલી વધી છે.
**********
*છત્રી સાથે જ બહાર નીકળવા જાહેરનામું*
સોશિયલ ડિસ્ટન્સિંગના અમલીકરણ માટે છત્રી સાથે જ બહાર નીકળવા જાહેરનામું દક્ષિણ ગુજરાત નગરપાલિકાઓ માટે બહાર પડેલી ગાઇડલાઇન પ્રજા પર અસર પાડવા કર્મચારીઓને છત્રી લઇને ફિલ્ડમાં જવા આદેશ કરાયો
***********
*પીએસઆઇ એચ.એમ.ગોહિલ સસ્પેન્ડ*
લસાણાના પીએસઆઇ એચ.એમ.ગોહિલને સસ્પેન્ડ કરાયા છે. હવે પીએસઆઇ સી.એન.ગઢવીને પલસામાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પીએસઆઇ એચ.એમ.ગોહિલે પરપ્રાંતિયોએ એવું કહ્યું હતું કે અહીં ખાવા પીવાની કોઇ સુવિધા નથી જેથી તમારે જે વાહન મળે તેમાં તમારા વતને જવા રવાના થઇ જવું. પીએસઆઇનું આ પ્રકારના નિવેદન સાથેનો વીડિયો વાયરલ થયા બાદ હવે પીએસઆઇ ગોહિલ પર સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ છે.
********
*સુરત ખાતે વતનમાં જવા પરપ્રાંતિયોએ લગાવી લાંબી લાઈનો*
સુરતમાં ઓડિશાના શ્રમિકોએ વતન જવા માટે ભારે ભીડ લગાવી છે. પાંડેસરના વડોદ ખાતે ઓરિશાવાસી શ્રમિકોએ લાંબી કતારો લગાવી છે. આ શ્રમિકો લક્ઝરી બસ દ્વારા વતન જવા માટે લાંબી કતાર લગાવીને બેઠા છે. ધોમ ધખતા તડકામા શ્રમિકો પોતાના વતન જવા માટે લાંબી કતાર લગાવીને બેઠા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા.
*********
*સરપંચને તમાકુના જથ્થા સાથે પકડાયા*
ગરુડેશ્વર મોટી રાવલના સરપંચને તમાકુના જથ્થા સાથે નર્મદા LCBએ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી: હાલ તમાકુ, પાન મસાલાની હેર ફેર કે વેચાણ પ્રતિબંધિત હોવા છતાં સરપંચ એક્ટિવા ગાડી પર કોથળામાં પાન મસાલા, તમાકુનો જથ્થો લઈ જતા પોલીસે ઝડપી પાડ્યો
*******
*ફેમિલી પેન્શનના નિયમમાં ફેરફાર*
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને એના પરિવારના સભ્યોને વિવિધ પ્રકારનું પેન્શન આપે છે. ફેમિલી પેન્શન યોજના, 1971 હેઠળ કેન્દ્ર સરકાર તેના એવા કર્મચારીના ફેમિલીના સભ્યને પેન્શન આપે છે, જેનું સર્વિસના સમયગાળા દરમ્યાન મૃત્યુ થયું હોય. આ પહેલા સાતમા પગાર પંચના નિયમો હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ફેમિલીના સભ્યોને સામાન્ય પારિવારિક પેન્શન આપવામાં આવ્યું હોય, જેમનું સર્વિસના સમયગાળા દરમ્યાન મૃત્યુ થયું હોય અને એ કર્મચારીનો નોકરીનો સમયગાળો સાત વર્ષથી વધુ રહ્યો હોય. પરંતુ હવે ફેમિલી પેન્શન સ્કીમ 1971માં 54મા સુધારાના માધ્યમથી કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના એ લાભાર્થીઓ માટે ફેમિલી પેન્શનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે
********
*મધ્ય પ્રદેશમાં કૃષિ બજારનું ખાનગીકરણ*
ભોપાલઃ મધ્ય પ્રદેશના ખેડૂતો હવે પોતાની કૃષિ ઊપજ વધુ સ્પર્ધાત્મક ભાવે વેચી શકે છે અને એ પણ મંડી બજાર માં ગયા વિના. રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે નિકાસકારો, વેપારીઓ, ફૂડ પ્રોસેસર વગેરે ખાનગી મંડી શરૂ કરી શકે છે અને ખેડૂતની જમીન અથવા ઘરની મુલાકાત લઈને કૃષિ પેદાશોની ખરીદી કરી શકે છે. મંડીના નિયમોમાં સુધારો કરવાનો ઉદ્દેશ એ છે કે ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વધુ સારા ભાવે વેચવાની સ્વતંત્રતા આપવામાં આવે અને પોતાની પસંદગી પ્રમાણે ખેડૂત કૃષિ પેદાશોની લે-વેચ કરી શકે. મુખ્ય પ્રધાને આ પગલાને ક્રાંતિકારી ગણાવતાં ખેડૂતો માટે લાભકારક અને પ્રગતિશીલ ગણાવ્યું હતું
********
*ધોરણ 12ની પરીક્ષાઓ જૂલાઈના મહિનાઓમાં આયોજન*
દેશભરમાં હાલ ચાલી રહેલા લોકડાઉનના કારણે બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે આવા સમયે ધોરણ 12ના વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાઓને લઈ ટેન્શનમાં છે કે, તેમની પરીક્ષાઓ ક્યારે આવશે. જો કે, હવે આના પર માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાણ નિશંકે પરીક્ષા સાથે જોડાયેલી વાતોની સ્પષ્ટતા કરી છે.આ વાતચીતમાં પોખરિયાલે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે જો સિચુએશન ઉભી થઈ છે, અમે તે સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે પરીક્ષાઓની પ્રક્રિયા ફરી એક વાર શરૂ થશે.કુલ 82માંથી લગભગ 29 વિષયોની પરીક્ષાઓનું આયોજન કરવાનું છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું છે કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ 2020નું મુલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપી દીધા છે.
**********
*ક્યારથી ખુલશે શાળાઓ*
પોખરીયાલે આ અંગે જણાવ્યું હતું કે, શાળાઓને ફરીથી ક્યારે ખોલવી તે અંગેનો નિર્ણય પરિસ્થિતી જોઈ, ટાસ્ક ફોર્સના વિચાર વિમર્શ કરી આગળ નિર્ણય લેવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા જરૂરી માપદંડો નો વિચાર કરશે. ઉચ્ચ શિક્ષણ માટે નવું કેલેન્ડર પહેલાથી જ જાહેર કરી દીધુ છે અને પરીક્ષાઓ જૂલાઈના મહિનાઓમાં આયોજન થવાનું છે.
*******
*મુખ્ય પ્રધાન વિજય રૂપાણી*
સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એમાય ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસને લઈ જે સ્થિતી બની છે, તે ચિંતા જનક છે. આવા સમયે લોકોમાં પણ એક પ્રકારનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ સમગ્ર દેશમાં લોકડાઉન 3ની જાહેરાત પણ કરાઈ છે. જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તેની પાછળ તબલિગી જમાતનો હાથ હોવાનું રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતું.
**************
*પોતાની મરજીથી કામ પર ન આવનારનો પગાર કાપી શકાયઃ હાઈકોર્ટ*
મુંબઈઃ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે એમ્પલોયર્સ કાયદા અંતર્ગત એવા કર્મચારીઓનો પગાર કાપી શકાય છે જેઓ એમની મરજીથી કામ પર આવતા નથી જે વિસ્તારોમાં કોરોના વાઈરસના સંદર્ભમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.ન્યાયમૂર્તિ રવીન્દ્ર ધુગેએ પાંચ મેન્યૂફેક્ચરિંગ એકમો દ્વારા નોંધાવવામાં આવેલી એક પીટિશન પરની સુનાવણી વખતે ઉપર મુજબ ચુકાદો આપ્યો હતો.અરજદારોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગઈ 29 માર્ચે ઈસ્યૂ કરવામાં આવેલા એક વટહૂકમને પડકાર્યો છે.
********
*પહેલી વાર જાહેરમાં આવ્યા કિમ જોંગ ઉન*
સોલઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા
**********
*વતન પહોંચ્યા મજૂરો પુષ્પોથી કરાયું સ્વાગત*
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેનોને દોડાવવાની હવે મંજૂરી આપી દીધી છે. આવી એક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ માટે દોડાવવામાં આવી હતી. તે સવારે ભોપાલ પહોંચી હતી. આ ટ્રેનમાં 347 જેટલા લોકો સવાર હતા.લોકડાઉનની મુદત લંબાવવાની જાહેરાત સાથે જ સરકારોએ મજૂરોની ઘરવાપસીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
**********
*આરોગ્ય વિભાગે 1.25 કરોડના સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો*
દેશ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના સંક્રમણની તેજ ગતિને રોકવા માટે લોકડાઉનને અમલી બનાવાયો છે. સરકારો આવશ્યક વસ્તુઓ અને દવાઓની અછત નહિ હોવાનું આશ્વાસન આપતી રહી છે.જો કે દેશના ઔષધ વિભાગે હરિયાણાના ગુરગ્રામમાં ગયા દોઢ માસમાં દોઢ ડઝન દરોડો પાડીને કરોડો રૂપિયાની કિંમતના માસ્ક, સેનિટાઇઝર, થર્મલ સ્કેનર ગન સાથે કાચો માલ જપ્ત કર્યો છે.
*********
*જેમની પાસે ટિકિટ છે તેને રેલવે સ્ટેશન જવાની પરવાનગી*
સુરત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા લોકડાઉન આગામી ૧૭મે સુધી લંબાવવામાં આવ્યું છે તેવા સંજોગોમાં સુરતમાં વસતા પરપ્રાંતિય કામદારોને તેમના વતન મોકલવાનું શરૂ કર્યુ છે. તેવા સંજોગોમાં પરપ્રાંતિય કામદારો અને સુરત શહેરવાસીઓને અફવાઓથી દુર રહેવા અને રેલવે સ્ટેશન પર ધસારો નહિ કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
*********
*સુરતમાં હીરા અને જમીનનાં દલાલો જુગાર રમતા ઝડપાયા*
સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં એક અજાયબ ઘટના બની છે. ખુલ્લા ખેતરોમાં જુગાર રમતા અને સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરતા 9 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 62,600 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.મળેલી માહિતિ મુજબ, વરાછા વિસ્તારમાં શ્રી ફાર્મની બાજુમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા આ નવ લોકો હીરા અને જમીનના દલાલ હતા તેઓએ સોશ્યલ ડિસટન્સિંગના નિયમોનું પાલન નહોતું કર્યુઁ અને મોઢા પર માસ્ક પણ નહોતા પહેર્યા ધરપકડ કરાયેલામાં વરાછા જમીન દલાલ વિપુલ બચુ ગોંડલીયા એમ્બ્રોડરી કારખાનેદાર સાગર ભીખા બોધવીયા મેહુલ કનુભાઇ કાનાણી હીરા દલાલ જીગ્નેશ ભીમજી ખૈની અરવિંદ બાબુ ગઢીયા જીતેન્દ્ર ઘનશ્યામ અક્બરી ટેક્સટાઇલ વ્યાપારી જીતેશ ધનજી ખુંટ નરેશ વલ્લભ માવાણી અને કિશોર રામજી માકડીયાનો સમાવેશ છે.
*********
*ભારે પવન સાથે વરસાદની આગાહી*
દેશના 12થી પણ વધારે રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ બીજી અને ત્રીજી મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદતે સિવાય ચોથી મેના રોજ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે
*********
*કોરોનાના ડરથી દિકરીને હૉસ્પિટલમાં મુકીને માતા પિતા ભાગી ગયા*
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધતા કેસતી ડરથી નરોડામાં રહેતું દંપતી છ માસની દિકરીને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે મુકીને પોતાના ગામ રાજસ્થાન જતા રહ્યાં હતા જો કે રાજ્સ્થાનમાં દંપત્તિને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા દરમ્યાન અહીં દિકરીનું મૃત્યુ થયું હતું હૉસ્પિટલના સ્ટાફે માતાપિતાને શોધવાની કોશિશ કરી પણ કોઈ મળ્યું નહીં એટલે બાળકીના અંતિમ સંસ્કાર સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરે કર્યા હતામૂળ
*********
*ફ્રાન્સે સ્વાસ્થ્ય ઈમરજન્સીની મુદત 24 જુલાઈ સુધી લંબાવી*
પેરિસઃ ફ્રાન્સે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે આદરેલી લડાઈ માટે લાગુ કરેલી સ્વાસ્થ્ય ઈમરજન્સીને 24 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ જાહેરાત આરોગ્ય પ્રધાન ઓલિવીઅર વેરાને કરી છે.આ વિશેનો પ્રસ્તાવ આવતા સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવશે.ફ્રાન્સમાં હેલ્થ ઈમરજન્સી ગઈ 24 માર્ચથી લાગુ કરવામાં આવી છે અને તે 23 મેએ ઉઠાવી લેવામાં આવશે એવી વાતો સંભળાતી હતી, પરંતુ હવે પ્રસ્તાવમાં એમ કહેવામાં આવ્યું છે કે આ ઈમરજન્સી હાલને તબક્કે ઉઠાવી લેવી એ કસમયની ગણાશે અને એવા સંજોગોમાં કોરોના વાઈરસનો રોગચાળો તીવ્ર બનવાનું જોખમ ઊભું થશે.
*************
*કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના દિલ્લીને ખુલ્લુ કરવા સરકારને કેજરીવાલની અપીલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોરોના સંક્રમણના કેસો સિવાયના બાકીના દિલ્લીના વિસ્તારો ખોલવા માટે કેન્દ્ર સરકાર સાથે વાત ચાલુ છે. દિલ્લીને લોકડાઉનમાંથી ખુલ્લુ કરી દો. કેજરીવાલે કહ્યું કે ફક્ત કન્ટેનમેન્ટ ઝોન બંધ કરવો જોઈએ. આજે દિલ્હીમાં 97 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. તેના 200 કે 250નો વધારો કરી દો પરંતુ બાકીના દિલ્લીને ખોલીને અર્થવ્યવસ્થાને પાટા પર આવવા દો.દેશમાં તમામ મેટ્રો શહેરો રેડ ઝોનમાં છે. અમે કેન્દ્ર સરકાર સાથે ખભે ખભો મિલાવીને સાથ આપ્યો છે.
********
*શ્રમિક સ્પેશિયલન ટ્રેનોની વિગતવાર માહિતી*
લોકડાઉનના કારણે પ્રવાસીઓ ફસાઇ ગયાં છે. આવા લોકોને હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. રેલવેને સ્પેશિયલ ટ્રેનો દોડાવીને આવા લોકોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. તેમના માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. હકીકતમાં રાજ્ય સરકારોએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તર્ગત અનુરોધ કરવામાં આવ્યો હતો કે ટ્રેનોને પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચલાવવામાં આવે. એટલે કે આ ટ્રેનો વચ્ચે ક્યાંય ઉભી નહી રહે. પેહલાં દિવસે, શુક્રવારે અલગ-અલગ રૂટ પર છ સ્પેશિય ટ્રેન દોડાવવામાં આવી. આ ટ્રેનો દોડાવા માટે બંને રાજ્યો એટલે કે જ્યાથી ઓએ જવાનું છે અને જ્યાં પહોંચવાનું છે તેની સહમતિ જરૂરી છે. આ ટ્રેનોમાં સામાન્ય યાત્રીઓને બેસવા દેવામાં નહી આવે. કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે, જેના પાલન બાદ જ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.
*આ ટ્રેનોમાં કોણ-કોણ યાત્રા કરી શકે છે અને કેવી વ્યવસ્થા હશે*
*બનશે પેસેન્જર્સની લિસ્ટ*
સ્પેશિયલ ટ્રેન્સમાં સવાર થનાર લોકોની લિસ્ટ રાજ્ય સરકાર બનાવશે પ્રવાસી મજૂર ટૂરિસ્ટ સ્ટુડન્ટ્સ અને તીર્થ યાત્રીઓએ પોતાના ગૃહ રાજ્યને અરજી કરવાની રહેશે ત્યાંના નોડલ ઑફિસર જે લિસ્ટ તૈયાર કરશે તે રેલવેને સોંપવામાં આવશે સ્ટેશન પર ફક્ત તે લોકોને જ પહોંચવાનું કહેવામાં આવ્યું છે જેની પસંદગી પ્રશાસન કરશે આ ઉપરાંત કોઇને ટ્રેનમાં કોઇને બેસવા દેવામાં નહી આવે
*ટ્રેનમાં બેસતાં પહેલાં થશે સ્ક્રીનિંગ*
જે રાજ્યથી ટ્રેન દોડશે, ત્યાં સ્ટેશન પર યાત્રીની સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તમામને સ્ક્રીનિંગમાંથી પસાર થયા બાદ અને સ્વસ્થ હશે તો જ ટ્રેનમાં બેસવા દેવામાં આવશે. જો કોઇપણ પ્રકારના લક્ષણ જોવા મળશે તો ગૃહ રાજ્યના બદલે સીધા ક્વોરન્ટાઇન સેંટર અથવા તો હોમ આઇસોલેશનમાં મોકલવામાં આવી શકે છે.
*અહીં મળશે ભોજન-પાણી*
જે સ્ટેટથી ટ્રેન દોડશે તે જ આ પ્રવાસીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરશે તેના માટે સ્ટેશન પ વ્યવસ્થા કરવામાં આવશે.
*ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગ જરૂરી*
આ ટ્રેનો દ્વારા યાત્રા કરનાર દરેક યાત્રી માટે ફેસ માસ્ક જરૂરી છે આ ઉપરાંત સ્ટેશનથી લઇને આખા સફર દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવુ ફરજિયાત છે.
*દરેક કોચમાં યાત્રીઓની સંખ્યા નિશ્વિત*
સામાન્ય રીતે ટ્રેનોમાં ખીચોખીચ ભીડ હોય છે પરંતુ કોરોના કાળમાં એવું નહી બને. જે સ્પેશિયલ ટ્રેન દોડશે. તેમાં કોચમાં 72ના બદલે 54 યાત્રીઓના બેસવાની વ્યવસ્થા હશે આવુ સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખવા માટે કરવામાં આવી રહ્યું છે.
*લાંબા સફરમાં ભોજનની વ્યવસ્થા કરશે રેલવે*
જો યાત્રા લાંબી હશે તો વચ્ચે યાત્રીઓના ભોજન અને પાણીની વ્યવસ્થા રેલવે તરફથી કરવામાં આવશે.
*પોતાના રાજ્યમાં પહોંચ્યા બાદ ફરી થશે સ્ક્રીનીંગ*
એક વાર ટ્રેન પોતાના નિશ્વિત રાજ્ય સુધી પહોંચી ગઇ તો ત્યાંના સ્ટેશન પર પેસેન્જર્સની સ્ક્રીનીંગ કરવામાં આવશે. પ્રોટોકોલ તે જ રહેશે. જો કોવિડ-19ના લક્ષણ મળશે તો તેમને સીધા ક્વોરન્ટાઇન સેંટર મોકલી દેવામાં આવશે. જો કોઇ લક્ષણ નહી દેખાય તો પેસેન્જર્સને સીધાં ઘરે જવા દેવામાં આવશે. જો કે તેમણે 14 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે.
*લોકો પોલીસ સ્ટેશનમાં ભરી રહ્યાં છે ફોર્મ*
મુંબઇમાં રહેતાં પ્રવાસી મજૂરોને જ્યારે જાણ થઇ કે સરકારે તેમને પોતાના રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે તો તેઓ ખુશ થઇ ગયા. અને પ્રવાસી મજૂરોએ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનું ફોર્મ જમા કર્યુ. આ ફોર્મ પ્રશાસનની મદદથી સરકાર સુધી પહોંચશે.
**********