વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ.
મારું તો આયખું પુસ્તક જ.
જયારે પુસ્તકમાં ખોવાઈ જાઉં ત્યારે લાગે કે મા ના ખોળામાં છું એટલો જ વહાલ મળે મને,
જયારે પુસ્તકમાં કલમ થકી ઠલવાઇ જાવ ત્યારે લાગે કે પપ્પા સાથે છું બધું જ વિના સંકોચે લખી શકું,
જયારે પુસ્તક સાથે વહાલથી ભેટી જાવ ત્યારે લાગે કે પ્રિયજન સાથે છું,
જયારે પુસ્તકને છાતી સરસું ચાંપુ ત્યારે લાગે કે મારાં બાળક સાથે છું,
અને જયારે પુસ્તક મને બધી જ સમસ્યાનો જવાબ લાગે ત્યારે લાગે કે હું મારા વહાલા મિત્ર સાથે છું,
જોયું ને મિત્રો પુસ્તકની કેટલી ભૂમિકા છે આપના જીવનમાં વાંચતા રહો વિકસતા રહો,
સુચિતા ભટ્ટ”કલ્પનાના સૂર “