ક્વોરનટાઇનનાં સમયમાં ચૌલા દોશી પેઇન્ટિંગ પ્રવૃત્તિઓનો સંપૂર્ણ આનંદ માણે છે.

ચૌલા દોશી અમદાવાદના ગુજરાતના કલાકાર તથા લેખિકા છે. ગુજરાતના આ ક્વોરનટાઇન શા સમયમાં ચૌલા દોશી એમની બંને પ્રવૃત્તિઓનો સંપૂર્ણ આનંદ માણે છે. તે કહે છે, “આ એવો સમય છે જ્યારે કોઈ પણ બાબતમાં સૌથી સકારાત્મક, સર્જનાત્મક અને શક્તિશાળી બની શકાય છે. આ સમય દરમિયાન મને લાગ્યું છે કે હું વધારે સકારાત્મક રહી છું અને મને મારી બધી છુપી શક્તિઓનો અહેસાસ થઈ શકે છે. હું મારા કલાક્ષેત્રે વધારે સક્ષમ રીતે કામ કરી શકું છું ” ચૌલા અડધો સમય પેઇન્ટિંગમાં અને અડધો સમય લેખન કાર્ય માં વિતાવે છે. ચૌલા તેણીના લેખન કાર્યમાં નઝમ લખી રહી છે અને ઘણી વાર તેણીને નઝમ પર થી પેઇન્ટીંગ્સ ની પ્રેરણા મળે છે. તેણીએ તેના પેઇન્ટિંગ્સના સંદર્ભમાં તેમના લેખન ને ગુજરાત ની બહાર અને ભારત ની બહાર પણ પ્રદર્શિત કર્યું છે. આ ક્વોરનટાઈન અવધિમાં ચૌલાને લાગે છે કે તે બંને માધ્યમ એટલે કે લેખન અને ચિત્રોમાં પોતાની લાગણી વ્યક્ત કરવામાં વધુ સર્જનાત્મક અને શક્તિશાળી રહી છે. ચૌલાને રંગોથી રમવાનું પસંદ છે. તે મુખ્યત્વે કળાના એબસ્ટ્રેક્ટ અને સેમી એબસ્ટ્રેક્ટ ફોર્મ માં પ્રેક્ટિસ કરે છે. તે વિવિધ માધ્યમો જેવા કે ચારકોલ, કલર ઈન્ક, એક્રેલિક રંગો, ઓઈલ કલર વગેરે સાથે પ્રયોગો કરવાનું પસંદ કરે છે. તેને લાગે છે કે આ કવોરેનટાઈન અવધિએ તેને શબ્દો અને રંગો દ્વારા કાગળ અને કેનવાસ પરની તેની બધી લાગણીઓને બહાર કાઢવાની જગ્યા આપી છે. તેણી અનુભવે છે કે જો આપણે વસ્તુઓને સકારાત્મકતાથી લઈએ તો જીવન હંમેશાં રંગીન રહે છે.