કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે.
દારુ નહી મળવાના કારણે આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધી રહી હોવાથી સરકારને આખરે ઝુકવુ પડ્યુ છે. હવે કેરાલામાં દારુની ઓનલાઈન ડિલિવરી કરાશે તેવુ સરકારે જાહેર કર્યુ છે. કેરાલાના સીએમ પી વિજયને કહ્યુ છે કે, આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા હોવાથી નિર્ણય લેવાયો છે કે, ડોક્ટરોના સૂચનના આધારે જેમને દારુની ટેવ છે તેમને દારુની ઓનલાઈન ડિલિવરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે કેરાલામાં 32 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી.તેણે નદીમાં પડતુ મુક્યુ હતુ. આ પહેલા અન્ય એક યુવાને આફ્ટરશેવ લોશન પીને જીવ ટુંકાવ્યો હતો.
Sureshvadher only news group
9712192166