બાબરામા ભગતસિંહ યુવા સમિતિદ્વારા તા ૨૩ ના રોજ શહિદોના બલિદાનને અમર રાખવા શહિદ ચોકનું લોકાર્પણ કર્યું
બાબરા,
બાબરા શહેર ખાતે તા ૨૩,૩,૨૦૨૫ ના રોજ ભગતસિંહ યુવા સમિતિ દ્વારા બનાવવામાં આવેલા શહીદ ચોક નુ લોકાર્પણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું એ તકે સવારે ૮,૩૦, કલાકે સરદાર સર્કલ ખાતેથી તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં શહેર અને તાલુકાના લોકો વધુમાં વધુ જોડાયા હતા, રેલી બાદ ૯,૩૦ કલાકે શહીદ ચોક નુ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમના બલિદાન થકી દેશ આજે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યો છે
તેવા ક્રાંતિકરીઓ અને જેમના થકી હાલમાં આપણે સુરક્ષિત છીએ તેવા ફૌજનાં જવાનોના બલિદાનને અમર રાખવા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા “શહિદ ચોકનું” નિર્માણ કરવામાં આવ્યું છે.
જેનું ૨૩મી માર્ચના રોજ અનાવરણ કરવામાં આવ્યું છે .આ તકે શહેર અને તાલુકા મા આગેવાનો વેપારીઓ અને બોહળી સંખ્યા માં લોકો જોડાઈ અને શહિદોને શ્રધાંજલિ અર્પણ કરી.આ તકે ભગતસિંહ યુવા સમિતિ દ્વારા બાબરા શહેરની ધર્મ પ્રેમે જનતાનું આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા