*જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું.*
જામનગર, સંજીવ રાજપૂત, હાલ બાંગલાદેશમાં હિન્દૂ સમાજ પર દમનનો મુદ્દો દેશભરમાં ચર્ચાએ ચઢ્યો છે. દેશભરમાંથી વિવિધ હિન્દૂ સંગઠનો સંસ્થાઓ આ મામલે પોતાનો રોષ વ્યકત કરી વિરોધ દર્શાવી રહ્યા છે.
જામનગર જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ ટીમ દ્વારા બાંગલાદેશમાં હિન્દૂ સમાજના લોકો પર દમન મામલે જામનગર કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં હિન્દૂ સમાજ પર થતા દમનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો અને હિન્દૂ સમાજના લોકોના જાનમાલની સુરક્ષા અને તેઓને નુકશાન ન થાય તેવી માંગ કેન્દ્ર સરકાર પાસે મુકવામાં આવી હતી.
આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના જામનગર જિલ્લા પ્રમુખ સુનિલભાઈ મહેતા, શહેર પ્રમુખ કિશનભાઈ જોશી, સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.