બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે 

બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે

બાબરામાં તાપડીયા આશ્રમ ખાતે આગામી ગુરૂપુનમની ભવ્ય ઉજવણી પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવશે ગુરૂપુનમના દિવસે પૂજય ઘનશ્યામદાસબાપુનું પુજન અર્ચન અને દર્શન માટે અહીં તાપડીયા આશ્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સેવક સમુદાયનો પ્રવાહ ઉમટી પડશે હાલ બાબરા અમરાપરાના સેવક સમુદાય દ્વારા ગુરૂપુનમની ઉજવણી ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બાબરામાં આવેલ તાપડીયા આશ્રમ ખાતે આગામી તારીખ ૨૧/૭ને રવિવારના રોજ ગુરૂપુનમ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુનાં સાનિધ્યમાં ગુરૂપુનમની ઉજવણી કરવામાં આવશે. આ અંગે સેવકગણ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુરૂપુનમના દિવસે મહંત શ્રી ધનશ્યામદાસ બાપુના હસ્તે એમના ગુરૂ શ્રીઓનું ગુરૂ પુજન સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં ગુરૂભકતો ઉપસ્થિત રહેશે. પૂજન પત્યા બાદ સમગ્ર ભકતો પરમ પૂજય શ્રી ઘનશ્યામદાસ બાપુ નુ પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવશે. ગુરૂપુનમના પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે તેમજ સાંજે ચાર વાગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બાદ રાત્રીના સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કલાકાર વિજયદાન ગઢવી,જનકભાઈ વેગડ, જોસ્નાબેન કાપડી,નાથદાન ગઢવી,કાજલબેન પટેલ

તેમજ તેમના સહયોગીઓ સંતવાણી પીરસશે આ પ્રસંગે બાબરા તેમજ બાબરા તાલુકાની જનતાને પરમ પૂજય મહંત ઘનશ્યામદાસ બાપુ દ્વારા ગુરૂ દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા