*શાહીબાગ પોલીસ લાઇન ખાતે બાળકોના સમર કેમ્પની મુલાકાત લેતા કમિશ્નર જી એસ મલિક*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ શાહીબાગ અને માધુપુરા પોલીસ સ્ટેશનના સાહિયારે શાહીબાગ પોલીસ લાઈનમાં આયોજિત પોલીસ પરિવારના બાળકો દ્વારા ચાલી રહેલ સ્મર કેમ્પની મુલાકાત શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા લેવામાં આવી હતી.
આજકાલ બાળકો ટીવી, મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે અને અન્ય સ્વજાતે કરાતી પ્રવૃતિઓ ભૂલી રહ્યા છે. હાલ ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ કર્મી પોતાની આગવી ફરજ બજાવવા વ્યસ્ત રહેતા હોય છે તેંમના પણ બાળકો ઉનાળાના આ દિવસોમાં કાંઈક અલગ જીવનમાં શીખવા યોગ્ય પ્રવૃત્તિ કરતા જોવા મળ્યા છે.
ત્યારે વાત કરીએ અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ પોલીસ લાઈનની જ્યાં શાહીબાગ પોલીસ સ્ટેશનના સહિયારે પોલીસ કર્મીઓના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની મુલાકાત શહેરના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા લેવામાં આવી. આ પ્રસંગે સેક્ટર 1 ના નીરજ બડગુર્જર, ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈ , એસીપી એફ ડિવિઝન રીના રાઠવા, પીઆઇ જી ડી ઝાલા, શાહીબાગ ડી સ્ટાફ સહિત પોલીસ લાઇનના પોલીસ કર્મીઓ સહિત બાળકોના માતાપિતા ઉપસ્થિત રહ્યા હતા.
કમિશનર જી એસ મલિકનું બાળકો દ્વારા સ્વાગત કરાયું હતું અને તેમના દ્વારા બનાવવામાં આવેલ ક્રાફ્ટસ, મહેંદી, ડાન્સ પરફોર્મન્સને માણ્યું હતું. બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓને કમિશ્નર દ્વારા બિરદાવી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
તો બીજી તરફ પોલીસ લાઈનમાં રહેતી મહિલાઓ દ્વારા પોલીસ લાઈનમાં રહેતી સમસ્યાઓને પણ તેઓએ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેનું જલ્દી નિરાકરણ આવે તેવી બાંયધરી આપી હતી. તો વિશ્વ પર્યાવરણ દિવસે તેઓ દ્વારા પોલીસ લાઇન ખાતે વૃક્ષ રોપણ પણ કરવામાં આવ્યું હતું.