*જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા સીટ વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું*
જામનગર, સંજીવ રાજપૂત: આ કાર્યાલય ઉદ્ધાટન પ્રસંગે અભૂતપૂર્વ જંગી મેદની એકઠી થતાં, સાંસદ પૂનમબેન માડમની જંગી બહુમતીથી જીત થશે, એ નિશ્ચિત થયું
આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદીય વિસ્તાર અંતર્ગત ૭૮ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. વૈદિક, મંત્રોચાર સાથે જામનગર ઉત્તર ૭૮ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમ માં ૭૯, વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ૭૮ વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડવા માટે અપીલ કરતા જણાવેલ કે, ભારતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાકાર કરવા સમગ્ર હાલાર સહિતના જામનગરના મતદાતાઓએ ભારે સંખ્યામાં મતદાન કરીને વડાપ્રધાનના હાથ મજબૂત કરવા જોઈએ. ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ હસ્તે ૭૮ વિધાનસભા મધ્યસ્થ કાર્યક્રયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, એ પ્રસંગે પૂનમબેન માંડમ એ સૌ ને આવકારેલ તથા ઉદબોધન કરતા જાણવેલ કે, વિકસિત ભારતની કલ્પના ને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાર્થક કરવા માટે લોકશાહીના મહાપર્વ એવા ૭ મી મે ના રોજ સમગ્ર હાલારવાસીઓએ બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન હાલાર સહિતના અનેક વિકાસના કામો થયા છે, અને સર્વે યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં પણ જબરી સફળતા મળી છે. ઉપરાંત અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી સમગ્ર હાલાર સહિતના જામનગર પંથકને પણ અનેક માળખાકીય યોજનાઓથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થનગની રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાના ભાગરૂપે અવશ્ય મતદાન કરવા અનુરોધ કરેલ. આ ચૂંટણી ભારત દેશને ૨૦૪૭ માં વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે, આપની ભાવિ પેઢીના ભવિષ્ય ને ઉજ્વળ બનાવવાની ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગર થી જંગી બહુમતી થી એક કમળ ને દિલ્લી પૂહોચાડવું, તેવી અપીલ કરેલ. શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ જણાવેલ કે, ચૂંટણી એટલે લોકશાહી નું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહી ના પર્વ માં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને, પૂનમબેન માડમ ને જંગી બહુમતી થી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થયેલ જનમેદની જોતા, પૂનમબેન માડમની જંગી બહુમતી થી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો હતો..
આ કાર્યક્રમ માં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ૧૨ લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, ૭૯ વિધાનસભા પ્રભારી, હિરેન પારેખ, ૭૮ વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, ૭૮ વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટરઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.