જામનગરના દરેડ GIDCમાં આવેલ કારખાનામાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો.

જામનગર: જેમ જેમ શ્રાવણ માસ નજીક આવશે તેમ તેમ જુગારીઓ પર પોલીસ ધોંસ બોલાવશે અને કેટલાક નામી લોકોના પતા ટીંચવાના શોખ જગજાહેર થશે, ત્યારે જામનગર એલસીબી ટીમે ગતરાત્રીના જામનગરના દરેડ GIDCમાં એક કારખાનામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા કારખાનેદાર સહિતના 10 શખ્સોને અઢીલાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે. એલ.સી.બી.ના પીઆઈ એમ.જે.જલુ માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ.કે.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળેલ હતી કે જામનગરના દરેડ જી.આઇ.ડી.સી. ફેસ-૨ ના કારખાનેદાર ઉતમ ઉર્ફે ગૌતમ પટેલ પોતાના કબજા-ભોગવટાના કારખાનામાં જુગાર રમાડે છે તેવી હકિકત મળતા સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા 10 શખ્સોને એલસીબીએ 2.53 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.

કોણ કોણ ઝડપાયું..
-ઉતમ ઉર્ફે ગૌતમભાઇ વલ્લભભાઇ પટેલ
-ખીમાભાઇ પબાભાઇ ચાવડા
-જેશાભાઇ લાખાભાઇ નંદાણીયા
-રણછોડભાઇ તરશીભાઇ ધારવીયા
-રજનીભાઇ વલ્લભભાઇ સંધાણી
-હિતેશભાઇ મોહનભાઇ ગોહીલ
-જેન્તીભાઇ દેશુરભાઇ ડાંગર
-અનીલભાઇ પરબતભાઇ ગાગીયા
-વસંતભાઇ ખીમજીભાઇ નકુમ
-કાનજીભાઇ જેઠાભાઇ નડીયાપરા