*મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કાર્યની પ્રત્યક્ષ જઈ સમીક્ષા કરતાં રાજ્ય શિક્ષણ મંત્રી*

*મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કાર્યની પ્રત્યક્ષ જઈ સમીક્ષા કરતાં રાજ્ય શિક્ષણ મંત્રી*

સુરત, સંજીવ રાજપૂત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સર્વત્ર ઉત્તમ માળખાકીય સુવિધા સાથે સર્વાંગીણ સમતોલ વિકાસ કરવાની કટિબદ્ધતા સાથે રાજ્ય સરકાર નિરંતર કાર્યરત રહી છે, ત્યારે જુદા જુદા પોતાના મતવિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ કાર્યોને પણ પોતાના મતવિસ્તારની પ્રજાના કાર્યશીલ ધારાસભ્ય અને એક પ્રજાના સેવકરૂપે રહીને પણ સજાગ સતર્ક મંત્રીઓ તે કાર્યને જોવાનું ચૂકતા નથી

ત્યારે ભાદા – લસકાણા – મિશન – પાસોદરા – ગઢપુર – ખડસદ – કોસમાડા 7 ગામ ના રોડ પર આવતા ગરનાળા ખાતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી અને કાર્યની રૂપરેખાનો ચિતાર મેળવ્યો હતો અને ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેઓએ કામરેજ વિધાનસભા કાર્યાલય ખાતે રેલવે વિભાગ, ડ્રેનેજ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓને રૂબરૂ બોલાવી બેઠક કરી હતી અને ગરનાળાની બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા ઘટતી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.