*એક વિદેશી પર્યટક ભારતની યાત્રાએ આવે છે*

✅✅ *એક વિદેશી પર્યટક ભારતની યાત્રાએ આવે છે*

 

ન્યૂઝ ચેનલોમાં અહીના ભ્રષ્ટાચાર વિશે એણે બહું સાભંળેલુ

 

યાત્રા પુરી કરી તે તેનાં દેશ પરત ફરે છે ત્યારે એનાં મિત્રો અહીંના લોકો ભ્રષ્ટાચારથી કેવા પીડાય છે*

એવું પૂછે છે ત્યારે યાત્રી નીચે મુજબનો જવાબ આપે છે.

 

*”ભારત યાત્રા દરમિયાન મને કોઈના ચહેરા પર ભ્રષ્ટાચારની પીડા જોવા ના મળી*

 

*કારણકે*

 

*અહીં સૌ- સૌનું કરી લે છે*

 

*નેતા- નેતાની રીતે*

 

*સરકારી કર્મચારી તેની રીતે*

 

*બિલ્ડરો-ઉધોગ પતિઓ- જમીનદારો- મોટા વેપારી મહાજનો તેમની રીતે*

 

*પોત-પોતાના ગજા અને હેસિયત મુજબનો ભ્રષ્ટાચાર કરી પોતાની બેલેન્સશીટ સરખી કરી લે છે……!!!*

 

*એટલે સૌ સંતોષથી રહે છે…!!!*

 

*જયારે*

 

*દૈનિક મજૂરી કરીને જીવતો વર્ગ એવું માને છે કે, આ ગરીબી તો- ગત જન્મના પાપોની ભગવાને કરેલી સજા છે. જે આ જન્મારે પુરી થઈ જશે એટલે આવો વર્ગ પણ ખુશ છે. જો કોઈ ગરીબ માણસ પૈસાના અભાવ ના કારણે સારી હોસ્પિટલમાં દાખલ ન થઈ શકે અને મૃત્યુ પામે તો ભારતના લોકો કહે છે કે એની આવરદા હતી ત્યાં સુધી જીવ્યો એમ કહીને સંતોષ માની લે છે.વચ્ચે વચ્ચે કોઈ વાર જયારે હતાશ થઈ જાય છે…..ત્યારે… ત્યારે….. એકાદ નેતા ગરીબી હટાવવાનું ભાષણ ઠોકી જાય છે…ગરીબ વર્ગ એની વાતમાં આવી પાછો ખુશ થઈ જાય છે….!!!*

 

*નેતાઓ બદલાય છે: પરિસ્થિતિ બદલાતી નથી….!!!*

 

*…સરવાળે ભારતના લોકો સરેરાશ ખુશ છે; કોઈ ફરિયાદ નથી; છેડા ભેગા ના થાય તો પણ ઉત્સવો ધામધૂમથી ઉજવી, હરવા ફરવાનુ ચાલુ રાખી..કાલ કોણે જોઈ છે તેમ વિચારી સેટિંગ કરવામાં ઓતપ્રોત છે*

 

*આ જવાબ સાંભળી પારકા દેશના મિત્રો આપણા જનજીવન અને સહનશીલતા પર આફ્રિન પોકારી જાય છે*

 

👉 *આ વાર્તા નથી*

*આપણા સહુની હકીકત છે…*😊😊😊

 

🪀 *ઉપયોગી માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઓ*