*કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહનું કંડલા એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું*
માહિતી બ્યુરો, ભુજ
ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહનું કંડલા એરપોર્ટ ખાતે વિવિધ અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉમળકાભેર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
કંડલા એરપોર્ટ ખાતે ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યના સહકારીતા રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પારૂલબેન કારા, ધારાસભ્યો સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાણી, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇ.જી. શ્રી જે. આર. મોથાલિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનું પરંપરાગત સ્વાગત કર્યું હતું.