*વિહિપ જામનગર ગ્રામ્ય વિભાગ જિલ્લા દ્વારા કાલાવડ ખાતે વ્યાપક બેઠક યોજાઇ*
*જીએનએ જામનગર* કાલાવડ પ્રખંડમાં ગણેશ મંદિર ખાતે જામનગર ગ્રામ્ય અને જિલ્લા બેઠક યોજાઈ જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગ દ્વારા જામનગર ગ્રામ્ય પ્રખંડની સમિતિની રચના કરી બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રા સંયોજકોની નિમણૂક કરી તેના વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના અને પ્રખંડના જવાબદાર કાર્યકર્તાઓએ હાજરી આપી આગામી સમયના બજરંગદળ શોર્ય યાત્રાના કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચાઓ અને અલગ અલગ પ્રખંડની જવાબદારો નિમણૂક કરવામાં આવી હતી અને આગામી સમયમાં બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રા વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં ભાનુભાઇ પટેલ (ભાનુદાદા)જામનગર વિભાગ અઘ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જામનગર વિભાગ મંત્રી દીપકભાઈ જાની, વિભાગ સહ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, પ્રીતમ સિંહ વાળા, જામનગર ગ્રામ્ય જિલ્લા મંત્રી સંજય સિંહ કંચવા, જામનગર ગ્રામ્ય જિલ્લા બજરંગ દળ સંયોજક, લક્ષ્મણભાઈ ફળદુ કાર્યકારણની સદસ્ય, રમેશભાઈ દોંગા કાલાવડ પ્રખંડ અધ્યક્ષ, કમલેશભાઈ ગંમઢા નિકાવા પ્રખંડ અધ્યક્ષ કાનજીભાઈ મારવાણીયા
જોડિયા પ્રખંડ અધ્યક્ષ, મહેશભાઈ ચાડ ત્રણ તાલુકાના પ્રચારક, હેમંતસિંહ ચૌહાણ લાલપુર પ્રખંડ મંત્રી, પ્રચાર પસાર જામનગર જીલ્લા સહસંયોજક વિશાલભાઇ હરવરા તેમજ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ ઊપસ્થિત રહ્યા હતા.