*કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની છેવાડાના ગ્રામજનોને માહિતી આપવા શિક્ષકોને સૂચન કરતા શિક્ષણ મંત્રી*
જીએનએ અમરેલી: આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડારેલી કેડી પર માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્યમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાની નેમ સાથે અમરેલી જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન જાફરાબાદ તાલુકાની મોડેલ સ્કુલ, શ્રી બાબરકોટ પ્રાથમિક શાળા અને મિતિયાળા પ્રાથમિક શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે ચંદ્રયાન, પર્યાવરણ, વિજ્ઞાન, સમરસતા, ભારતીય સંસ્કૃતિ અને યોગ સહિત વિવિધ જીવન મૂલ્યો બાબતો પર સંવાદ કર્યો.
આ વેળાએ મૂકબધિર દિવ્યાંગ વિદ્યાર્થીઓના સરકાર દ્વારા નિ:શુલ્ક થતા ઓપરેશન તેમજ બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની છેવાડાના ગ્રામજનોને માહિતી આપવા શિક્ષકોને સૂચન કર્યું.
9
આ મુલાકાત દરમિયાન રાજુલા-જાફરાબાદ વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, શાળા પરિવારના આચાર્ય, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકગણ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.