ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત ભારતીય સેનાના જીઓસી લેફ્ટનન્ટ જનરલ

 

જીએનએ ગાંધીનગર: ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ શ્રી અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશની સુરક્ષા અને આંતરિક સલામતીમાં ભારતીય સેનાના યોગદાનની સરાહના કરી હતી.

 

અતિવિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ, વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર અને 11 રેપિડ (એચ) ના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ શમશેર સિંહ પણ આ મુલાકાતમાં સાથે રહ્યા હતા.