*જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ધ કેરલ સ્ટોરી ફિલ્મ જોવાનો કાર્યક્રમ યોજાયો.
જીએનએ જામનગર: ધ કેરલ સ્ટોરી, ફિલ્મ મહિલાઓ ને નિશ્ચિત માનસિકતાથી સાવચેત રહેવા જાગૃત કરવા નું માધ્યમ હોય, ગુજરાત ૭૮ વિધાનસભા ના ધારાસભ્ય માનનીય રિવાબા જાડેજા દ્વારા ભાજપ મહિલા મોરચા સહિત વોર્ડ મહિલા મોરચા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે મેહુલ સીનેમેકસ ખાતે બપોર ના શો નું આયોજન કરવામાં આવેલ.
આ તબક્કે માનનીય ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રેસ મીડિયા ને ઉદ્બોધન કરતા જણાવેલ કે, એક નિશ્ચિત માનસિકતા કઈ રીતે યુવતીઓ ને ટ્રેપ માં ફસાવે છે, તે માનસિકતા થી સાવચેત થવા, જાગૃતિ કેળવવા આ ફિલ્મ ખાસ જોવા જેવી છે, અને જોવી જોઈએ.
આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, સાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોષરાણી, સિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ગોવા શિપયાર્ડ માં ચેરમેન હસમુખભાઈ હિંડોચા, મહિલા મોરચાના અધ્યક્ષ રીટાબેન જોતંગિયા સહિત મહિલા મોરચાના પદાધિકારી, વિવિધ મોરચા ના પ્રમુખ હોદેદારો, વોર્ડ મહિલા મોરચા ના પદાધિકારી કાર્યકર્તા, કારોબારી સભ્યો, સીક્ષણ સમિતિ ના સભ્યો, કોર્પોરેટર શ્રી ઓ, કાર્યકર્તા, શહેર સંગઠન ના હોદેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિના પદાધિકારી સહિત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા વિભાગ ના કનવીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું હતું.